News of Thursday, 22nd August 2024
બંગાળના ભડકામાં અગ્નિકાંડ સ્વાહા!
લોકોએ રાજનીતિના આઇડિયા સમજવા પડશેઃ પક્ષોને મગજ પર હાવી થવા ન દો...
પ. બંગાળનો રાક્ષસી રેપ-હત્યાકાંડ દેશભરમાં ચર્ચાની પરાકાષ્ઠાએ છે. આ કાંડના વિરોધમાં મમતા સરકાર પર ભાજપ આક્રમક બનીને ત્રાટકયો છે. કોંગ્રેસ અસમંજસમાં છે અને યુપીએ બચાવની મુદ્રામાં છે. મહારાષ્ટ્રમાં બાળાની છેડતી મુદ્્ે જબ્બર લડત શરૂ થઇ છે, જયાં ભાજપની બોલતી બંધ છે અને કોંગ્રેસ તથા તેના સાથી પક્ષો આક્રમક બનીને વિરોધ કરે છે. કોંગ્રેસ શાસિત રાજયોમાં કોઇ દુષ્કર્મની ઘટના બને તો ભાજપ આક્રમક હોય છે અને કોંગ્રેસની બોલતી બંધ હોય છે.
આ સમગ્ર સ્થિતિનું એક માત્ર તારણ એ છે કે, રાજકીય પક્ષોને બળાતાત્કાર, હત્યા, હિંસા, અન્યાય વગેરે સામે કંઇ વાંધો નથી, રાજકીય ટોળાને તો પોતાના રોટલાં શેકવામાં જ રસ છે. એક રેપ-હત્યાની ઘટનામાં વિરોધ કરી રહેલો પક્ષ બીજી રેપ-હત્યાની ઘટનામાં ચૂપ રહે છે અથવા બચાવ કરે છે.
આવી રાજનીતિ લોકહિતની વિરુધ્ધની ગણાય. રાજકીય પક્ષોના રવાડે ચઢવાને બદલે સામાન્ય નાગરિકે રાજકીય આટાપાટા સમજવા જરૂરી છે. પヘમિ બંગાળમાં એક મહિલા તબીબ પર સામુહિક રેપ અને કૃર હત્યાનો ભાજપ દ્વારા રાષ્ટ્રીયસ્તરે આક્રમક વિરોધ થાય છે. આવા રાક્ષસીકાંડનો વિરોધ થવો જ જોઇએ. ગુજરાત ભાજપે પણ દેખાવો-નિવેદનો દ્વારા મમતા સરકારનો જોરદાર વિરોધ કર્યો છે. નિર્દોષ માણસને થયેલા અન્યાયનો વિરોધ જરૂરી પણ છે.
પ. બંગાળના રેપ-હત્યાકાંડમાં ભાજપીઓનો જીવ બળે છે, તેટલો જીવ ગુજરાતની કૃર ઘટનાઓમાં બળતો નથી. ગુજરાતમાં રેપની ઘટનાઓ ઓછી નથી. એકપણ ભાજપી આવી કૃર ઘટનાના વિરોધમાં મેદાનમાં આવ્યો? આવી ઘટનાને દબાવી દેવામાં કે ચૂપ રહેવામાં ભાજપી નેતાઓ માસ્ટર બની ગયા છે. પ.બંગાળની એક હત્યામાં ભાજપ કાળઝાળ છે, પણ ગુજરાતમાં અગ્નિકાંડ, ઝૂલતા પુલકાંડ, નાવકાંડ, તક્ષશીલા કાંડમાં અનેક નિર્દોષ લોકો સામૂહિક સ્વાહા થયા, છતાં ભાજપના પેટનું પાણી હલતું નથી. બે-પાંચ ફાલતું લોકો પર કેસ કરીને મહાકાંડોનું ફિંડલુંવાળી દીધું... આ નાલાયકી નથી ?
ના. રાજકારણીઓ તેને નાલાયકી ગણવાને બદલે સ્માર્ટનેશ ગણે છે. પોતાને અનુકુળ મુદ્્ા ચગાવે છે અને પ્રતિકુળ મુદ્્ા લોકોને ભુલવાડી દે છે. દરેક પક્ષોની આ નીતિ છે, જે લોકહિત કે રાષ્ટ્રહિતમાં નથી. લોકમાનસ પર કાબૂ કરવાની કલામાં નેતાઓ માસ્ટર થઇ ગયા છે. લોકોએ નેતા-નેતી અને પક્ષોને રવાડે ચઢવાને બદલે સ્માર્ટ બનવું જરૂરી છે.
(11:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
