News of Saturday, 24th August 2024
ચક્ર સાથે પ્રગટો, પરમાત્મા...
વાંસળીના સૂર સાંભળવાનો ભકતો પાસે સમય નથીઃ કંસ સંહાર તો કરો જ, ભકતોને પણ થોડા સીધા કરજો..
જન્માષ્ટમીનું પર્વ આવી રહ્યું છે. આ વર્ષે વિશેષ યોગ બની રહ્યો છે. જયોતિષ જ્ઞાન મુજબ રોહિણી નક્ષત્ર અને અષ્ટમીના સંયોગથી જયંતી નામનો યોગ બને છે. આ ઉપરાંત ગજકેસરી યોગ, દ્વારા રાજયોગ, સર્વાર્થ સિધ્ધિ યોગનો પણ સંગમ રચાઇ રહ્યો છે. આ સ્થિતિ પરપ૧ વર્ષ પૂર્વ શ્રી કૃષ્ણ જન્મ સમયે બની હતી. આ સમય ક્રિષ્નતત્વનો સાક્ષાત્કાર કરવા માટે શ્રેષ્ઠ ગણાય. જો કે ભારતમાં ધાર્મિક લોકોના અધધ ટોળા ઉભરાય છે, આધ્યાત્મિકતાની અછત છે.
જન્માષ્ટમીના દિને ઊંધેકાંધ થઇને ભકતો ઉલળશે, પરંતુ શ્રીકૃષ્ણને આત્મસાત કરવાનો પ્રયાસ પણ નહિ થાય. દેકારા-ઘોંઘાટ-ભીડાભીડ-ગંદકી અને અરાજકતા જેવો માહોલ સર્જાશે. ઉપવાસના નામે વૈવિધ્યપૂર્ણ ફરાળની મોજ ચાલશે. આવા ભકતોના દર્શન કરીને શ્રીકૃષ્ણ પણ મંદ-મંદ હસતા હશે.
સનાતન પરંપરામાં વૈવિધ્ય અપાર છે. શ્રી કૃષ્ણ તો પૂર્ણપુરૂષોતમ છે. આ અવતારને તો દરેક પ્રકારના ભકતો અનુકુળ આવે. સવાલ કંસ મામાઓનો છે. હાલમાં સૌથી વધારે કંસો ધર્મક્ષેત્રમાં છે. આવા કંસોને ઓળખવા મોટો પડકાર ભગવાન સામે છે. સનાતનના નામે ઘણાં હાલી નીકળ્યા છે. બીજી તરફ ધર્મના નામે વિધર્મી આક્રમણો પણ ભયાવહ છે.
શ્રી કૃષ્ણની વાંસળીના સૂર મોહક છે, પરંતુ આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ કે હવે વાંસળીની વેલ્યુ રહી નથી. ભકતો પાસે સાંભળવાનો સમય પણ નથી. બીજી તરફ, ત્યારે તો એક જ કંસમામા હતા, અત્યારે તો ભકતોના રૂપમાં અનેક મામા ધબકે છે. આ મામાઓ સુદર્શન ચક્રની જ ભાષા સમજે તેમ છે. ધર્મના નામે સધર્મીઓ અને વિધર્મીઓ બેફામ છે.
ધર્મ જ ઉતમ જીવન તરફ લઇ જાય છે. વર્તમાનમાં ધર્મના નામે સ્થિતિ બેકાબૂ જેવી છે. સધર્મી-વિધર્મી કંસો ભોળા-ભાવૂક અબુધ ભકતોને આડા પાટે ચઢાવે છે. આ સ્થિતિમાં ભકતો જાગૃત થવાને બદલે ભકિતના નશામાં ચકચુર બનીને ઉછળકુદ કરે છે.
ચોમેર જન્માષ્ટમીની ઉજવણીનો થનગનાટ ફેલાયો છે. આ સનાતનનો શુધ્ધ ઉત્સવ છે. પૂર્ણપણે સાંપ્રદાયિક પ્રસંગ છે. મંદિરોથી માંડીને મેળાઓ આ ઉત્સવનો જ ભાગ છે. સવાલ એ છે કે, સનાતનના સાંપ્રદાયિક ઉત્સવમાં વિધર્મીઓની જરૂર શું છે?
આવા સવાલો ઉઠાવનારને નકારાત્મક ગણવામાં આવે છે. ભારત બિન સાંપ્રદાયિક છે, તેવી દલીલો કરે છે. બિનસાંપ્રદાયિકતા શ્રેષ્ઠ છે, પણ વન-વે ન હોય આ ‘‘ સમજાવવા'' શ્રી કૃષ્ણને ચક્ર સાથે પ્રગટ થવા આહ્વાન છે.
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
