તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 31st August 2024
બટેંગે તો કટેંગેઃ વાત ખોટી નથી
સંગઠિત રહેવું એ શકિતનું મહાસ્વરૂપ છે, ભારતમાં બહુમતી વસ્તી એ કાર્ય કરી શકતી નથી...
વકફ સંશોધન પ્રક્રિયાનો અનેક લઘુમતી સંગઠનોએ વિરોધ કર્યો છે. દેશમાં પોતાના ધર્મ પ્રમાણેના નિયમો ધરાર લાગુ કરાવવા એ લઘુમતી સમુદાય માટે શકય ન હોય, પણ ભારતમાં ૭પ વર્ષથી ઘરની ધોરાજી ચલાવી. મોદી સરકારે ઘરની ધોરાજીને બ્રેક મારવાનો પ્રયાસ કરતા વિરોધ શરૂ થઇ ગયો છે. આ વિરોધને રાજકીય સમર્થન પણ દેશનાં ઘણાં પક્ષો આપી રહ્યા છે.
સવાલ એ થાય કે ભારતમાં આવું શા માટે શકય બને છે...? દેશમાં બહુમતી સમુદાયની વેલ્યુ નહિ અને લઘુમતી સમુદાય સામે રાજનીતિ મુજરા કરવા લાગે છે. આ સવાલનો સ્પષ્ટ જવાબ એ છે કે, બહુમતી વસ્તી અધધધ એકાદ અબજ છે, પરંતુ આ મહાતાકાત રાજકીય દૃષ્ટિએ વેરવિખેર હોવાથી તેની કોઇ વેલ્યુ રહી નથી.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગીજીએ તાજેતરમાં નિસૂત્ર આપ્યું છે કે, બટેંગે તો કટેંગે... આ સૂત્રથી રાજકીય વિવાદ ખૂબ થયો છે પણ થોડું ચિંતન કરો તો સમજાશે કે, યોગીજીની વાત ખોટી નથી. લોકસભાની ચૂંટણી બાદ હિન્દુ મતદારો ફંટાવાના કારણે મોદી-યોગી થોડા નબળા પડયા તેમાં હિન્દુત્વ પર વૈચારિક આક્રમણો વધી ગયા છે. રાજકીય મતભેદો, વાંધા હોવા સામાન્ય બાબત છે, પરંતુ એક નિヘતિ વિચાર સાથે મતદાન થાય તો જ શકિત જળવાઇ રહે.
છેલ્લા એકાદ મહિનાની રાજકીય ગતિવિધિની સમીક્ષા કરો તો ખ્યાલ આવશે કે, લોકસભાની ચૂંટણી બાદ થોડી જોરમાં આવેલી કોંગ્રેસે સોફટ હિન્દુત્વની રણનીતિ પડતી મૂકી દીધી છે. અને ખતરનાક રાજકીય સમીકરણો પર કામ આદરી દીધું છે. કોંગ્રેસે ફરીથી લઘુમતી સમુદાયની ખુશામત તો આદરી જ દીધી છે, સાથે હિન્દુ સમુદાયમાં ફાટા પડાવીને પછાત વર્ગોને અલગ કરીને લઘુમતી સમુદાય અને હિન્દુ પછાત વર્ગના સમુદાયને એક કરવાના નવા સમીકરણની રણનીતિ લાગુ કરી દીધી છે. કાશ્મીરમાં પાકિસ્તાન તરફી મનાતા અબ્દુલ્લા પરિવાર સાથે કોંગ્રેસે જોડાણ કર્યુ છે. ઉપરાંત લઘુમતી તરફી ગણાતા રાજકીય પ્રાદેશિક પક્ષોનું રાષ્ટ્રીય સ્તરે સંગઠન કર્યુ છે. આવા સમીકરણોથી હિન્દુત્વની તાકાત ઘટે એ નિヘતિ છે.
વકફ બોર્ડ મામલે કોંગ્રેસ અને તેના સાથી પક્ષોની બોલતી બંધ છે. વકફ બોર્ડને વિરોધ કરે તો લઘુમતી સમુદાય નારાજ થઇ જાય. હિન્દુત્વનો મુદ્્ો આવે તો આ બધા પક્ષો ગોકીરા કરી મૂકે છે.
હિન્દુ સમુદાય કટ્ટરવાદી નથી જ, પરંતુ ખુદની સલામતી માટે પણ રાજકીય રૂપે સંગઠિત રહેવું અનિવાર્ય છે. નહિ તો એકાદ અબજની વસ્તી છતાં વેલ્યુ ઘટતી જશે અને અન્ય વીસેક કરોડ હોવા છતાં વટથી જીવશે.
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
