<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd September 2024

અશકિત- અરાજકતાનો વિચિત્ર સંગમ

કાશ્‍મીરની રાજકીય દિશા યોગ્‍ય છે ? ભાજપ અશકત અને કોંગ્રેસનો કટ્ટરતાનો સાથ

 

લોકસભાની ચૂંટણી બાદ સર્જાયેલી રાજકીય સ્‍થિતિ વિચિત્ર  માહોલ થવા લાગ્‍યો છે. મોદીજીના અનેક નિર્ણયો વિવાદી હતા, પણ કાશ્‍મીર મુદ્‌્‌ે સરકારની રણનીતિ સટિક હતી. કાશ્‍મીરમાં સરકારે પૂરી તાકાતથી ક્રાંતિકારી રાજકીય નિર્ણયો કર્યા હતાં.  કલમ-૩૭૦ દૂર કરવાથી માંડીને આતંકને ડામી દેવાના મહત્‍વના કાર્યો થયા હતાં. પાકિસ્‍તાન સમર્થિત રાજકીય પક્ષોને ડામી દેવાના પણ તાકાતથી કામો થયા હતાં. જમ્‍મુ-કાશ્‍મીરમાં ક્રાંતિ બાદ પીઓકે પરત લેવાની વાતો ચાલતી હતી.

લોકસભાની ચૂંટણી બાદ તટસ્‍થ રહીને સ્‍થિતિ જુઓ તો મોદી સરકારની શકિત ઘટી છે. વિપક્ષની ખાસ કરીને કોંગ્રેસની શકિત થોડી વધી છે. ભાજપ પાસે તીવ્રત્તમ-તાકાતવાળી રણનીતિ હતી, પણ ઓવર કોન્‍ફીડન્‍સ અને એક-બીજાને પાડી દેવાના આતંરિક બખડજંતરમાં ભાજપીઓ મહત્‍વની ચૂંટણીમાં જ બબૂચક સાબિત થયા. આકરા પરિણામો મળ્‍યા બાદ પણ ભાજપીઓની આંખ ઉઘડી હોય તેમ લાગતું નથી.

જમ્‍મુ-કાશ્‍મીરની ધારાસભાની ચૂંટણીના ઉમેદવારોનું લીસ્‍ટ જાહેર કર્યા બાદ અડધા જ કલાકમાં પાછું ખેચવું પડયું. નવું લીસ્‍ટ જાહેર થયા બાદ પણ ઉમેદવારો બદલવા બળવા થયા. ભાજપે બાંધછોડ કરીને પ૦ ટકા ઉમેદવારો મુસ્‍લિમ રાખ્‍યા છે, પણ સ્‍પષ્‍ટ બાબત એ છે કે, ભાજપ ખૂબ અશકત નજરે પડી રહયો છે.

બીજી બાજુ કાશ્‍મીરમાં અરાજક પરિબળો ફરીથી મેદાનમાં આવી રહ્યા છે. અબ્‍દુલ્લા પરિવાર તથા મુફતી પરિવાર, જે દબાઇ ગયા હતા. હવે માથું ઉંચકવા લાગ્‍યા છે. ચૂંટણી ઢંઢેરામાં કલમ-૩૭૦ ફરીથી રાજયમાં અમલ કરવાની વાતો થવા લાગી છે. ફારૂક અબ્‍દુલ્લાએ પાકિસ્‍તાન તરફી પીપૂડા શરૂ કરી દીધા છે. સૌથી મોટી રાજકીય હલચલ એ છે કે, રાષ્‍ટ્રહિતનો કોઇ જ વિચાર કર્યા વગર રાહુલ ગાંધી અને કોંગ્રેસે અબ્‍દુલ્લા પરિવારના પક્ષ નેશનલ કોન્‍ફરન્‍સ સાથે જોડાણ કરવાની ઘોષણા કરી દીધી છે. જેનો ઉદ્‌્‌ેશ અરાજક જેવું જૂનું કાશ્‍મીર સર્જવાનો છે.

સમગ્ર સ્‍થિતિનું તારણ એ નીકળે છે કે, જમ્‍મુ-કાશ્‍મીરમાં ભાજપની અશકિત અને કોંગ્રેસની અરાજકતાનો સંગમ થયો છે. પરિણામ જે કંઇ આવે, કાશ્‍મીરનું ભવિષ્‍ય કેવું હશે ? અશકત પક્ષ જીતે કે અરાજક, કાશ્‍મીર માટે યોગ્‍ય હશે ? કંઇક ચમત્‍કાર થાય તો જ કંઇક આશાજનક બને. હાલના સંજોગોમાં તો કાશ્‍મીરની દિશા યોગ્‍ય દેખાતી નથી.

લોકસભામાં ફટકો મળ્‍યા બાદ ભાજપ ચેતી જશે  તેમ લાગતું હતું. પરંતુ હજુ ભાજપનું કંઇ ઠેકાણું પડયું નથી. કાશ્‍મીરમાં ઉમેદવારોનું લીસ્‍ટ જાહેર કરીને પાછું ખેચવું પડે એ દશાવે છે કે, રાષ્‍ટ્રીયસ્‍તરે ભાજપમાં હજુ પણ બખરજંતર ચાલે છે

(10:31 AM IST)