તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 3rd September 2024
ભારતને પ્રેરણા આપતો મમતાનો નિર્ણય
રેપ કેસમાં દશ દિવસમાં ફાંસીઃ દેશભરમાં દરેક ગુન્હામાં ઝડપી અને આક્રમક ન્યાય જરૂરી
ન્યાયમાં વિલંબ એ જ સૌથી મોટો અન્યાય નથી ? ભારત વિશ્વનું સૌથી મોટું બંધારણ ધરાવે છે, પરંતુ ન્યાયમાં અતિ વિલંબ થઇ રહ્યો છે. ઘણાં જ કેસોમાં માણસ ગુજરી જાય, પેઢીઓ બદલી જાય છતાં ન્યાય નિર્ણય આવતો નથી. વિરાટ દેશની આ શરમ છે. ન્યાયમાં વિલંબના કારણે ગુન્હાખોર માનસિકતાને ખૂબ જ પ્રોત્સાહન મળે છે. આヘર્ય તો એ છે કે, ગુન્હાખોરને - આરોપીને બચાવનારા ટોળા મેદાનમાં આવી જાય છે. રાજકીય-આર્થિક તાકાતોની ભૂમિકા શંકાસ્પદ બની જાય છે. આઝાદીકાળથી આ સ્થિતિ છે.
ન્યાય અંગે ખૂબ ચર્ચા થઇ છે, સ્થિતિમાં કોઇ વિશેષ પરિવર્તન થયું નથી. તાજેતરમાં પ.બંગાળમાં એક મહિલા તબીબ પર રેપ થયા બાદ હત્યા થઇ હતી. આ ઘટનાથી તીવ્ર રોષ ફેલાયો છે. લોકોનો આક્રોશ ફાટયો છે. તૃણમૂલ સરકાર મુશ્કેલીમાં આવી ગઇ છે.
પ.બંગાળના મુખ્યમંત્રી આક્રમક ગણાય છે, પરંતુ તેની વૃત્તિ પ્રસંશનીય નથી. લોકોના તીવ્ર આક્રોશ બાદ મમતાએ રોષ ઠારવા આકરો નિર્ણય કરવો ફરજિયાત હતો. મમતા સરકાર ધારાસભામાં ખરડો લાવી રહી છે કે, રેપ જેવી ઘટનામાં આરોપીને દશ જ દિવસમાં ફાંસી આપવામાં આવશે.
આવો આક્રમક નિર્ણય જરૂરી જ હતો. કાયદા અને તેનો અમલ કડક હોય તો ગુન્હાખોરો પર ધાક જામે અને ગુન્હા ઓછા થાય. મમતા સરકારના આકરા નિર્ણયને લોકોનો આવકાર મળે એ સ્વાભાવિક છે. મમતાના રાજકીય વિરોધીઓ ભાજપ-ડાબેરી સહિતના પક્ષોએ પણ આ નિર્ણય આવકારવો પડયો અને ખરડાને સમર્થન આપવાની ઘોષણા કરવી પડી.
પ.બંગાળમાં ભાજપ-કોંગ્રેસ ખરડાને ટેકો આપીને ડાહી-ડાહી વાતો કરે છે, પરંતુ પોતાની સરકારો છે એ રાજયોમાં ન્યાયને ઝડપી અને આક્રમક બનાવવાની ઘોષણા કરતા નથી. જે રાજકીય મેલી વૃત્તિના દર્શન કરાવે છે.
રાજકીય ગમા-અણગમા દૂર રાખીને વાત કરીએ તો મમતા સરકારનો નિર્ણય સમગ્ર ભારતને પ્રેરણા આપનારો છે. માત્ર રેપ જેવા કેસમાં જ શા માટે દશ દિવસમાં ફાંસીનો નિર્ણય થયો ? દરેક ગુન્હામાં અતિ ઝડપી અને આકરી સજાનો નિર્ણય થવો જોઇએ. આર્થિક ગુન્હાઓ પારાવાર વધ્યા છે. સજાને બદલે સેટિંગ જેવા ખેલ ચાલે છે. આવા ગુન્હાઓમાં પણ દશ દિવસમાં લટકાવી દેવાની ઘોષણા જરૂરી છે. ગુન્હાખોરોને છટકાવી દેતી ટોળકીને પણ જિંદગીભર યાદ રહે તેવી સજા થવી જોઇએ
(12:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
