<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th September 2024

વૈચારિક બઘડાટીઃ પતનનો માર્ગ

ભાજપ-સંઘ વચ્‍ચે તનાવઃ બંને માટે નુકસાન, સૌથી વધારે નુકસાન હિન્‍દુત્‍વને....

 પંજાબ-દિલ્‍હીમાં કટ્ટર રાજકીય હરીફ કોંગ્રેસ-આપ હરિયાણામાં ઇલુ-ઇલુ કરે છે. આવા રાજકીય કજોડા મજાકનું પાત્ર બનવાને બદલે તાકાત તરીકે ઉભરી રહ્યા છે.  પ્રચાર અને રણનીતિમાં સ્‍ટ્રોંગ મનાતો ભાજપ હાલ સારી સ્‍થિતિમાં પણ ડલ સાબિત થઇ રહ્યો છે. ખૂબ નબળા પક્ષો પણ ભાજપ પર હાવી થવા લાગ્‍યા છે.

આવી દશા શા માટે થઇ ? ચારેક મહિના પુર્ર્વે દુનિયાની સૌથી શકિતશાળી રાજકીય તાકાત ગણાતી ભારતીય જનતા પાર્ટી અચાનક હાસ્‍યાસ્‍પદ બનવા લાગી છે. ભાજપની તાકાત જ ભાજપ માટે અશકિત બની ગઇ છે. ભાજપીઓને સત્તાનો અપચો થયો છે. બધા પોતાને મોટાભા માનવા લાગ્‍યા છે, ભાજપમાં દરેક નેતા અને વિચારની શકિતથી પક્ષ સ્‍ટ્રોંગ બન્‍યો હતો. હવે દરેક પોતાને જ ચાવીરૂપ માને છે, આ કારણે પક્ષે પતનના માર્ગે પ્રયાણ કર્યુ છે.

સંઘના કારણે ભાજપ સ્‍ટ્રોંગ થયો અને ભાજપના કારણે સંઘની શકિત વધી હતી. અરસ-પરસના વિકાસની સમજ તૂટી છે. તેથી શકિત પણ તૂટી રહી છે. કોંગ્રેસે જાતીય વસ્‍તી ગણતરી કરાવવાની ગેરન્‍ટી આપી હતી. આ ગેરન્‍ટીને સંઘે સમર્થન કરતા ભાજપીઓની દશા કાર્ટૂન જેવી થઇ ગઇ છે. આવા અનેક મુદ્‌્‌ે વૈચારિક બઘડાટી સપાટી પર આવી ગઇ છે. આ ઉપરાંત કેન્‍દ્રમાં દશ વર્ષની સત્તા બાદ ભાજપમાં આંતરિક જૂથવાદ પણ કાળ બનીને ઉભરી રહ્યો છે. એક સમયે મોદિત્‍વની ધાક હતી, વિપક્ષ પણ ચૂકેચા કરી શકતો ન હતો. નોટબંધી જેવા મુદ્‌્‌ે નિષ્‍ફળતા મળી છતાં ભાજપ-મોદિત્‍વનો વટ અકબંધ હતો. હવે ...?

મોદી સરકાર એક દિવસ નિર્ણય કરે છે અને બીજા દિને નિર્ણય પાછો ખેચવો પડે છે. વિશ્વના શકિતશાળી ગણાતા વડાપ્રધાન વિવિધ મુદ્‌્‌ે માફી પણ માંગવા લાગ્‍યા. પક્ષ અને નેતાની અવદશા થઇ છતાં ડેમેજ કન્‍ટ્રોલ થયું નથી.

આ રાજકીય પતનની નિશાની ગણાય. ભાજપ-સંઘ બંનેની તાકાત ઘટી રહી છે. બંને પારાવાર નુકશાની તરફ જવા લાગ્‍યા છે. જો કે સૌથી વધારે નુકસાન હિન્‍દુત્‍વના વિચારને થઇ રહ્યું છે.

ભાજપમાં આંતરિક સંકલન તૂટી પડયું છે. ભાજપ-સંઘ વચ્‍ચેનું સંકલન પણ ખોરવાઇ રહ્યું છે. બધા એક-બીજાના પગ ભાંગવા ધંધે લાગ્‍યા હોય તેવું સમજાય છે. આ સ્‍થિતિ અસહ્ય અને અક્ષમ્‍ય છે. કરોડો હિન્‍દુ મતદારોએ ભાજપને મત આપીને મજબૂત કર્યો છે. ભાજપીઓ ખુદના સ્‍વાર્થ માટે કરોડો મતદારો સાથે દ્રોહ કરતા હોય તેમ લાગે છે.

ભાજપ-સંઘ માટે ગુજરાત પાવર હાઉસ જેવું છે. ઉર્જા કેન્‍દ્ર ખુદ ઉર્જા વીહિન બની રહ્યું છે, છતાં મોભીઓનો જીવ બળતો નથી. હિન્‍દુત્‍વ વિરોધી તાકાતો માટે આ માહોલ અણમોલ ગિફટ જેવો છે.

(10:57 AM IST)