News of Monday, 9th September 2024
આપ- કોંગ્રેસઃ ભેદી રાજનીતિ
દિલ્હી-પંજાબમાં સામ-સામેઃ હરિયાણામાં સાથે સાથેઃ ભાજપ ચકરડામાં અટવાયો
સૌથી મોટો પક્ષ, સૌથી વધારે સત્તા પાવર, સૌથી મોટું સંગઠન, સૌથી સ્ટ્રોંગ રણનીતિ અને સૌથી મોટું નેટવર્ક...ભાજપ પાસે છે. સ્માર્ટ-શકિતશાળી ભાજપ વર્તમાનમાં ઢ સાબિત થઇ રહ્યો છે. રાજનીતિના સમરાંગણમાં પહેલવાનો સામે ભાજપ ભીડાઇ ગયો છે. કોંગ્રેસની રણનીતિ ભાજપ પારખી શકયો નથી.
પહેલવાનોના શોષણ મુદ્્ે તીવ્ર આંદોલન થયું. કેન્દ્ર સરકાર વિરોધી માહોલ બન્યો. સરકારે વ્રજભૂષણ સામે કડક પગલાં લેવા પડયા. આ લડતથી ઉભરેલા પહેલવાનો કોંગ્રેસમાં જોડાઇ ગયા અને ધારાસભાની ચૂંટણીના ઉમેદવારો પણ જાહેર થઇ ગયા.
ભાજપ આ ઘટનાઓ સામે આભો બનીને જોતો રહ્યો. કોંગ્રેસની રણનીતિ સમજી ન શકયો અને પહેલવાનો સામે અખાડામાં પટકાઇ ગયો. તીવ્ર રણનીતિ ધરાવતો સ્માર્ટ ભાજપ હાસ્યાસ્પદ બની ગયો.
કોંગ્રેસ આંચકા પર આંચકા આપવા લાગી છે. પહેલવાનોના પ્રકરણમાંથી ભાજપ ઉભરે એ પૂર્વે જ ધડાકો થયો કે, હરિયાણા ધારાસભાની ચૂંટણીમાં ગઠબંધન કરવા કોંગ્રેસ-આપ વચ્ચે નિર્ણાયક બેઠક ચાલી રહી છે. પડકાર ભર્યા સમયમાં ભાજપ પર વિપક્ષો રીતસર આક્રમણ કર્યુ છે. હરિયાણામાં ભાજપ સામે સત્તા પાવર જાળવવાનો પડકાર છે. ભાજપને આશા હતી કે, ત્રિપાંખિયા જંગમાં સત્તા વિરોધી મતો કોંગ્રેસ-આપમાં વિભાજિત થઇ જશે. કોંગ્રેસ-આપે અચાનક ગઠબંધન ઘોષણા કરતા ભાજપી રણનીતિ વેરવિખેર થઇ ગઇ છે. ભાજપની ઊંઘ હરામ થઇ ગઇ છે.
આ ગઠબંધન ભાજપને ભારે પડી શકે છે. પહેલવાનો હરિયાણામાં જ કોંગ્રેસના ઉમેદવાર જાહેર થયા છે. લોકસભાની ચૂંટણી બાદ કોંગ્રેસ સ્માર્ટ બની ગઇ છે. ભાજપ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા-સિરીયલના બાઘા જેવો ઘાંઘો થઇ રહ્યો છે.
પક્ષના હિતમાં સ્માર્ટ બનવું અને લોકોને મૂરખ બનાવતા રહેવું એ રણનીતિ કોઇ પક્ષને શોભતી નથી. ભાજપે આવું ગતકડું ચલાવ્યું, હવે લોકો ઓળખી ગયા અને ભાજપ ઘાંઘો થઇ ગયો. કોંગ્રેસ પણ ભાજપના માર્ગે ચાલે છે. કોંગ્રેસ પણ સ્માર્ટ બનીને લોકોને મૂરખ બનાવી રહી છે.
આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ભેદી-રહસ્યમય રાજનીતિના પ્રયોગો ચાલે છે. આ બંને પક્ષો-દિલ્હી-પંજાબમાં એક-બીજાના કટ્ટર દુશ્મન છે અને હરિયાણામાં મિત્ર બની ગયા છે. દિલ્હી-પંજાબમાં વિરોધમાં છે, હરિયાણામાં ગઠબંધન કરે છે. વિચારધારાની વાતો થાય છે, પણ આડેધડ ગઠબંધનથી લોકોને મૂરખ બનાવવામાં આવી રહ્યા છે.
આવી સ્માર્ટનેસથી ટૂંકાગાળે પરિણામો સારા મળે, પણ લાંબાગાળે ભાજપની જેમ ઉઘાડો પડી જાય. રાજયો લેવા જતા કોંગ્રેસ કેન્દ્ર ગુમાવે તેવો માહોલ પણ બની શકે.
(10:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
