<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th September 2024

બ્રાન્‍ડિંગનો ઓવરડોઝઃ હાસ્‍યાસ્‍પદ દશા

નીતિનભાઇનું ‘વજન' ઓછું, ફાંકો મોટોઃ વડાપ્રધાન પદ માટે ભાજપમાં ગુજરી બજાર જેવી દશા...

વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી ગુજરાતના પ્રવાસે છે. ગુજરાતમાં ભાજપ ઝડપથી લોકપ્રિયતા ગુમાવી રહ્યો છે. પક્ષમાં સરકારમાં ગોઠવાઇ ગયેલા મોટાભાગના ભાજપીઓ બેજવાબદાર જેવા છે. ગુજરાતની દશા બગડી રહી છે, પણ કોઇને કંઇ પડી નથી. સરકાર વિજ્ઞાપનો દ્વારા પોતાની વાહ - વાહી કરે છે, પરંતુ પરિણામલક્ષી નિર્ણયોનો અભાવ છે. આ કારણે લોકસભાની ચૂંટણીમાં રાજયમાં મોદિત્‍વને પ્રચંડ નુકસાન થયું છે. મોદીજીએ ભાજપીઓને બરાબરનો પાઠ ભણાવવાની જરૂર છે.

જો કે રાષ્‍ટ્રીયસ્‍તરે પણ ભાજપની દશા વખાણવા જેવી નથી. આંતરિક લડાઇમાં ભાજપે અકલ્‍પનીય રાજનૈતિક નુકસાન વહોર્યુ છે. સાથી પક્ષોના ટેકાથી સરકાર ચલાવવાની હાલત થઇ છતાં ભાજપીઓ અંદરો-અંદર એક-બીજાના ટાંટિયા ખેંચવામાંથી ઊંચા આવતા નથી.

આ અવદશાના કારણે કેજરીવાલ જેવા નેતા પણ નાટક કરીને ભાજપને ભીડવી રહ્યા છે. ભાજપના પાપે જ રાહુલ ગાંધી પણ કાર્ટૂનમાંથી રાતોરાત મહાન બની ગયા અને શકિતશાળી ભાજપીઓ રાહુલ પાછળ ઢસડાવા લાગ્‍યા.

ભાજપીઓ અશકત બની ગયા છતાં કેન્‍દ્રમાં નેકસ-ટુ માટે બઘડાટી બોલાવી રહ્યા છે. પક્ષનું જે થવું હોય એ થાય, ભાજપીઓ વ્‍યકિતગત બ્રાન્‍ડિંગમાં લાગી ગયા છે હવે પછીના વડાપ્રધાનપદના ઉમેદવાર માટે સ્‍પર્ધા જામી છે. યોગીજી-શાહ જેવા ધરખમ નેતાઓ મેદાનમાં છે.

મહત્‍વના સમયમાં ઘણી ઊંદરડી પણ દારૂ પીને ઇતિહાસ રચવાના નશામાં ગોથાલિયા મારતી હોય છે. આવા ઊંદરડા હાસ્‍યાસ્‍પદ બનતા હોય છે. ભાજપમાં મોટાગજાના નેતાઓ ઓછા અને ઊંદરડા વધારે છે. ગુજરાતમાં તો મોટાગજાનું એકેય નંગ દેખાતું નથી. અહી વાત રાષ્‍ટ્રીય રાજનીતિની છે.

રાષ્‍ટ્રીય રાજનીતિમાં પોતાની તાકાતથી આવેલા ભાજપી નેતાઓ ઓછા છે. મોટાભાગના નેતાઓ કોઇને કોઇની કૃપાથી રાષ્‍ટ્રીયસ્‍તરે પહોંચ્‍યા છે. આવા નેતાને મોટું પદ મળી ગયા બાદ એ પોતાને મહાન માનવા લાગે છે. આ લીસ્‍ટમાં સૌથી પહેલું નામ નીતિન ગડકરીનું આવે છે. કેન્‍દ્રમાં મોદી સરકાર બની ત્‍યારથી તે હવામાં છે.

નીતિનભાઇ મહરાષ્‍ટ્રના નેતા છે. જગ જાહેર છે કે, તેઓ આર. એસ. એસ.ના પીઠબળથી રાજનીતિમાં છે. એકાદ શહેરના મેયરપદે ગોઠવાઇ શકે તેવું વ્‍યકિતત્‍વ ધરાવતા ગડકારી સંઘની દયાથી કેન્‍દ્રમાં પ્રધાન બન્‍યા છે. નેશનલ હાઇવે તેમની જવાબદારી છે.

ગડકરી પોતાને મહાન અને મહત્‍વના નેતા માનવા લાગ્‍યા છે. ગઇકાલે તેમણે કહ્યું કે, મને વિપક્ષ તરફથી વડાપ્રધાનપદની ઓફર મળી હતી. મે ઠુકરાવી દીધી. ત્‍યાગ અને પક્ષ નિષ્‍ઠા દેખાડીને વડાપ્રધાનપદની રેસનું આ પરોક્ષ બ્રાન્‍ડિંગ હતું. તૂટેલા માર્ગો થીગડા મારવાની  ત્રેવડ નથી. ટોલ ટેકસ બેફામ વસુલાય છે. નવે નવા બ્રીજ તૂટે છે. ગડકરી બ્રાન્‍ડિંગ સિવાય કંઇ કરી શકતા નથી. ઓવર બ્રાન્‍ડિંગથી તેઓ હાસ્‍યાસ્‍પદ બન્‍યા છે. ઊંદરડી દારૂ પીને....

(10:46 AM IST)