<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd September 2024

જંતર મંતર અગડં બગડં

કેજરીવાલનો કોમેડી શોઃ ભાજપનું મનોરંજન અને કોંગ્રેસનો કાર્ટૂન કાર્યક્રમ....

‘હું ઇમાનદાર છું', મુખ્‍યમંત્રીનો બંગલો ખાલી કરી દઇશ... હું દાગ સાથે જીવી ન શકું. આ બધાં શબ્‍દો ‘આપ' નેતા કેજરીવાલના છે. મુખ્‍યમંત્રીપદ છોડયા બાદ તેઓએ દિલ્‍હીના જંતર મંતર ખાતે જનતા કી અદાલત યોજી હતી. તેમાં અરવિંદભાઇએ આવા શબ્‍દો ઉચ્‍ચાર્યા હતાં. વાસ્‍તવમાં આ કોમેડી શો હતો.

મુખ્‍યમંત્રી પદ ગયા બાદ સરકારી બંગલો ખાલી કરવો ફરજિયાત હોય છે. ખાલી ન કરે તો તેને બળજબરીથી ખાલી કરાવવામાં આવે છે. કેજરીવાલ પણ બંગલો ખાલી કરે છે પરાક્રમ કે ઇમાનદારીનું પ્રમાણપત્ર નથી. કેજરીવાલે આક્ષેપ કર્યો કે, ભાજપ ખુદ ભ્રષ્‍ટ છે, હું ભ્રષ્‍ટાચારનો વિરોધી છું.

આ બાબત હાસ્‍યાસ્‍પદ નથી ? કેજરીવાલ અને આખેઆખી આપે ભ્રષ્‍ટ સાબિત થયેલા લાલુઓ સાથે રાજકીય ઇલુ-ઇલુ કરી લીધું હતું. ખુદ પર આરોપ છે અને માંડ-માંડ જામીન મળ્‍યા છે.

રાજકીય ગમા-અણગમા દૂર રાખીને સમીક્ષા કરીએ તો આમ આદમી પાર્ટીની સ્‍થાપના થઇ ત્‍યારે આપણને આદર્શ રાજનીતિની આશા હતી. ખૂબ ટૂંકા ગાળામાં ‘આપે' સાબિત કરી દીધું કે, હમ ભી ભાજપા-કોંગ્રેસ સે કમ નહિ. ભારતમાં લોકોને મામા બનાવવાની રાજનીતિની સ્‍પર્ધા ચાલે છે. ભાજપ-કોંગ્રેસ પ્રાદેશિક પક્ષો આ સ્‍પર્ધામાં મરણિયા બન્‍યા છે. કેજરીવાલ આ સ્‍પર્ધામાં સૌથી સ્‍માર્ટ સાબિત થવા મથે છે.

લોકો રાજકીય ચશ્‍મા ઉતારીને વિચારે તો કેજરીવાલ કોમેડી -શો, ભાજપ મનોરંજનની દુકાન અને કોંગ્રેસ કાર્ટૂનની ટીવી ચેનલ ચલાવતી હોય તેમ નજરે પડશે. આંધ્ર પ્રદેશમાં મંદિરના પ્રસાદમાં નોનવેજ ભેળસેળ સામે ભાજપ મેદાનમાં આવી ગયો છે. કરોડો ભકતોની ધાર્મિક લાગણીને ઠેસ પહોચ્‍યાની દલીલો કરે છે. આપણે બધા અમ મુદ્‌્‌ે ભાજપનું સમર્થન કરી દઇએ છીએ.

થોડીવાર રાજકારણના ચશ્‍મા ઉતારીને વિચારો તો સમજાશે કે, ગુજરાતના મંદિરોમાં બધો પ્રસાદ શુધ્‍ધ જ છે ? અંબાજી મંદિરના પ્રસાદ વિવાદથી કરોડો ભકતોની લાગણી દુભાઇ ન હતી ? વિવાદ કરનારા સામે પગલાં લેવાને બદલે સેટિંગ કરીને ઇનામ આપી દીધું. આ ભાજપીઓ તીરુપતિ મંદિરમાં ધાર્મિક લાગણીની વાતો કરીને મનોરંજન નથી કરતો ?

શાસક પક્ષની આવી દશા વિપક્ષ માટે તક ગણાય. જો કે મુખ્‍ય વિપક્ષ કોંગ્રેસ ગંભીર થવાને બદલે કોમેડી-શોના બેતાજ બાદશાહ બનવા મથે છે. કોંગ્રેસ પોતે કાર્ટૂનની ટીવી ચેનલ ચલાવતી હોય તેમ રોજ ટોમ એન્‍ડ જેરીને દેખાડે છે. વધારે ઉદાહારણોમાં જરૂર નથી. તાજેતરના રાહુલ ગાંધીના અમેરિકામાં આપેલા પ્રવચનો અને ઇન્‍ટરવ્‍યુ ટીવી-મોબાઇલમાં જોઇ લેજો.

આ તમામના કોમેડી-શો દેશ માટે ઘાતક પુરવાર થાય છે, જાણી જજો

(11:03 AM IST)