તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 28th September 2024
દવા ખુદ બિમાર!
૫૩ દવાઓ ગુણવતા વગરની મામલો ગંભીર ગણીને આક્રમક બનોઃ આરોગ્ય ક્ષેત્ર ગુજરી બજાર જેવું ન બનાવો
આરોગ્ય બાબતે ભારત ગોટે ચઢી થયું છે. સામાન્ય જેવી બાબતોમાં પણ આયુર્વેદને દેશ-દુનિયામાં બદનામ કરી મૂકવા એક ટોળું ધંધે લાગ્યું છે. આ ટોળામાં આરોગ્યક્ષેત્રના મોટા માથા, રાજકારણીઓ, મીડીયા અને અમુક ધાર્મિક તત્વોનો સમાવેશ થાય છે. દશેક વર્ષમાં અચાનક ઉભરેલી આયુર્વેદ બ્રાન્ડને પાડી દેવા આ ટોળકી વારંવાર ધંધે લાગે છે. પોતાની શકિત વાપરીને ટોળકી વારંવાર બ્રાન્ડ સામે મેદાનમાં આવી જાય છે.
અત્યાધુનિક ગણાતી એલોપથી સારવાર ખૂબ જ ઉપયોગી છે. અહીં થેરાપી વચ્ચે ઘર્ષણ કરાવવાનો ઉદ્ેશ નથી. દરેક ચિકિત્સા પધ્ધતિની પોતાની આગવી વિશેષતા અને મર્યાદા હોય છે. થેરાપી કરતા દર્દી ફરીથી તંદુરસ્ત બને તેનું મહત્વ વિશેષ હોય છે.
જો કે આરોગ્યનો ધંધો એટલો ગંજાવર છે કે, આ ક્ષેત્રે મોટામાથા પુરી તાકાતથી મેદાનમાં છે. આ માથાઓની વૃત્તિ શંકાસ્પદ દેખાઇ રહી છે. અહીં કોઇ બ્રાન્ડને અપ કરવાનો કે પાડી દેવાનો ઉદ્ેશ નથી, પરંતુ તટસ્થ રહીને સ્થિતિ સમજવાનો આ પ્રયાસ છે.ᅠ
નજીકનો ભુતકાળ યાદ કરો. પતંજલિ બ્રાન્ડને બે-પાંચ પ્રોડકટ અંગે વિવાદ થતા આ બ્રાન્ડને દેશ-વિદેશમાં બદનામ કરી મૂકવા અકલ્પનીય તાકાતો કામે લાગી હતી.
ગઇકાલે સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશન પ્રશ્ને સત્તાવાર રિપોર્ટ જાહેર થયો જેમાં વિખ્યાત બ્રાન્ડ પેરાસિટામોલ સહિતની ૫૩ એલોપથી દવાઓના ગુણવત્તા વગરની જાહેર કરવામાં આવી પતંજલીની બે-૫ાંચ પ્રોડકટ્સ સામે દેશ-દુનિયામાં ગોકીરા કરી મૂકનારી ટોળકીના મીડિયા, ધાર્મિક નેતાઓ, રાજકારણીઓ તથા દવા ઉદ્યોગના માંધાતાઓ આ સામે કંઇ બોલ્યા નહી.
આયુર્વેદની મોટી બ્રાન્ડ થોડી પણ ફસાય તો ટોળકી બેફામ બને છે. એલોપથીની ૫૩ દવાઓ કવોલિટી સ્ટોરમાં ફેઇલ ગઇ તો દેશ-દુનિયામાં માત્ર સામાન્ય સમાચાર જ બન્યા. એ તુલનાત્મક અભ્યાસ દર્શાવે છે કે, આરોગ્ય ક્ષેત્રે પ્રચાર-દુપ્રચારમાં બધું જ નિર્દોષતાથી થતું નથી.
જો કે રાષ્ટ્રીયસ્તરે તો આયુર્વેદ હોય કે એલોપથી લોકોને મુરખ બનાવનારા કોઇ પણ ઉત્પાદકને માત્ર દંડ નહી, તીવ્ર સજા આપવી જરૂરી છે, સરકારે આ બાબતને ગંભીરતાથી લેવી જરૂરી છે બિમારી દુર કરવા લોકો મોંઘીદાટ દવા લેવા મજબૂર બને છે આ દવા જ ખુદ બિમાર હોય એ જીવલેણ છેતરપીંડી છે . આ બાબત ક્ષમ્ય કે ભૂલી જવા જેવી નથી.
આヘર્ય છે કે, ૫૩ દવાઓ કવોલિટી વગરની જાહેર થઇ ગઇ છતાં કોઇ આક્રમક પગલા લેવાયા નથી. સરકારની વૃત્તિનો લેબ. ટેસ્ટ થવો જોઇએ.
(10:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
