<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd October 2024

જય જય જય મહિષાસુર મર્દિની...

નવરાત્રીની પૂર્વ સંધ્‍યાએ મહાશકિતને વંદનાઃ તાંડવ કરતી રાક્ષસીવૃત્તિનો વધ કરવા પધારો

 દિવ્‍યશકિત, મહાશકિત, જગત જનની, કલ્‍યાણકારી, કરુણાની દેવી, મહિષાસુરમર્દિનીને પ્રસન્‍ન કરવાનું મહાપર્વ નવરાત્રીનો આવતીકાલથી મંગલારંભ થઇ રહ્યો છે. મહાપર્વની પૂર્વ સંધ્‍યાએ દૈવી-શકિતને શાબ્‍દિક વંદના કરીને આગળ વધીએ.

શાષાો પ્રમાણે ત્રણ મહાશકિતઓ છે. મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્‍વતીજી. મહાકાલી શકિત સ્‍વરૂપા છે. મહાલક્ષ્મી સમૃધ્‍ધિ સ્‍વરૂપા છે. અને મહાસરસ્‍વતી જ્ઞાનસ્‍વરૂપા છે. આ મહાશકિતઓ હેઠળ આધ્‍યાત્‍મિક શાખાઓનો વિસ્‍તાર થયો છે. શકિત પરંપરામાં દશ મહાવિદ્યાઓ, ૬૪ જોગણી માતાઓનો સમાવેશ થાય છે. આ તમામનું ધાર્મિકત આધ્‍યાત્‍મિક મહત્‍વ અપાર છે. આ શકિતઓને પ્રસન્‍ન કરવાનો અવસર એટલે નવરાત્રી...

જો કે દરેક યુગમાં રાક્ષસી-ઉર્જા પણ વહી છે. એક યુગમાં રાક્ષસો-દેવો સાક્ષાત સ્‍વરૂપે હતાં. હાલ વિચિત્ર સ્‍થિતિ છે. દેવ જેવા દેખાતા માણસમાં કયારે રાક્ષસીવૃત્તિ અટ્ટહાસ્‍ય કરવા લાગે છે. તેનો ખ્‍યાલ આવતો નથી.

ચોમેર નકારાત્‍મકતાનું તાંડવ નજરે પડે છે. થોડા રિસર્ચ દૃષ્‍ટિકોણથી સ્‍થિતિ જુઓ તો જુદો માહોલ દેખાશે. સજ્જન લોકો વિરાટ સંખ્‍યામાં છે, જયારે રાક્ષસીવૃત્તિ ધરાવનારા જુજ છે સમસ્‍યા એ છે કે, સજ્‍્‌જનો સંગઠિત નથી અને આફત આવે ત્‍યારે રાક્ષસો સંગઠિત થઇ જાય છે. આ કારણે ખૂબ ઓછી સંખ્‍યામાં રાક્ષસો હોવા છતાં તેનું વર્ચસ્‍વ છે.

મોટાભાગનાં સજ્જનોની સજ્જનતા લાચારીમાંથી પ્રગટેલી છે. ખુદને શકિતહીન માની લે છે, તેથી સજ્જન બની રહેવું અનિવાર્ય હોય છે. આવા સજ્જનો માટે સજ્જન શબ્‍દ વાપરી જ ન શકાય. સજ્જન એટલે સક્ષમજન. પ્રચંડ શકિત હોવા છતાં માનવતાના લક્ષણો દીપાવે તેને સજ્જન ગણાય. કંઇ કરી દેખાડવાની તાકાત જ ન હોય તેને સજ્જન નહિ, લાચાર કહેવાય.

આવા લોકોના કારણે રાક્ષસીવૃત્તિને અટ્ટહાસ્‍ય કરવાનું ફાવી ગયું છે. નવરાત્રીમાં દેશ-દુનિયામાં અસંખ્‍ય ભકતો શકિતની ભકિતમાં લીન થઇ જશે. આમાંના મોટાભાગના ભકતો તન-મન અને ભાવનાત્‍મક અશકિત અનુભવતા હશે. શકિતનો ભકત અશકત હોઇ શકે ? ધર્મ અને અધ્‍યાત્‍મ બાબતે આપણે સાચી સમજ કેળવવી પડશે.

અસંખ્‍ય રાક્ષસોનો વધ કરવા એક ભકત, એક સાધક સક્ષમ હોય છે. આપણે કરોડો ભકતો હજારો રાક્ષસોથી ધ્રુજતા રહીએ છીએ. ભકિતનું સ્‍તર ગગડયું હોય ત્‍યારે જ આવી સ્‍થિતિ સંભવ બને. આપણી સજ્જનતા, આપણી ભકિત, આપણી અહિંસા લાચારીમાંથી પ્રગટી છે, તેથી અશકત છે.  દૈવી શકિતઓ કરુણાનો સાગર છે, પણ દરેક દેવી પાસે ઘાતક શષાો છે કેટલાં શકિતના ભકતો શષાો ચલાવવામાં પારંગત છે...?

ભકિત-સાધનાથી શકિત અને પ્રભાવ વધવા જોઇએ. ભકિત નમાલી ન હોય. નવરાત્રીની પૂર્વ સંધ્‍યાએ મહાશકિતને પ્રાર્થના કરીએ કે, ભકતને સાચી સમજ અને શકિત આપ અને આસુરી શકિત પર હાવી થવાનું આત્‍મબળ આપ.

(11:06 AM IST)