<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th October 2024

કાશ્‍મીરી બરફમાં રાજકીય ગરમાવો

સ્‍થિતિ દેખાય તેટલી સરળ નથીઃ કલમ ૩૭૦ નેશનલ કોન્‍ફરન્‍સ માટે દુઃખાવો બનશે

  જમ્‍મુ - કાશ્‍મીરમાં પીડીપી નંદવાઇ ગઇ. નંદવાઇ ગયેલા અબ્‍દુલા પરિવાર ફરીથી અપ્‌ થયો.  કોંગ્રેસની મનની મનમાં રહી ગઇ. હિન્‍દુ મુખ્‍યમંત્રીની ભાજપની ઇચ્‍છા ફળીભૂત ન થઇ... કલમ - ૩૭૦ દુર થયા બાદ જમ્‍મુ-કાશ્‍મીરમાં ધારાસભાની ચૂંટણી બાદનો આ માહોલ છે.

કોંગ્રેસ - એનસી અને ભાજપ - પીડીપી વચ્‍ચે  ગઠબંધન હતું. પીડીપી - કોંગ્રેસ ડલ થયા અને એન. સી. - ભાજપ ઉભર્યા. પરીણામો આવતા હતા ત્‍યારે જ ફારૂક -અબ્‍દુલાએ મુખ્‍યમંત્રીપદે ઓમારની ઘોષણા કરીને કોંગ્રેસને ફટકો મારી દીધો હતો.

ઓમારને સરકાર રચવામાં કોંગ્રેસના ટેકાની અનિવાર્યતા રહી નથી. બીજી બાજુ નેશનલ કોન્‍ફરન્‍સને  ભાજપ સાથે પણ સારા સંબંધ છે. એક શકયતા એવી છે કે, ભાજપ - એન.સી. સરકાર પણ બની શકે છે.

જો કે દેખાઇ રહયો છે. તેટલો સરળ માહોલ નથી. અબ્‍દુલા પરિવારને અપેક્ષાના મતો મળ્‍યા છે મત માટે મરણિયા બનીને ફારૂક અબ્‍દુલાએ કલમ -૩૭૦ ફરીથી લાગુ કરવાના વચનો આપી દીધા હતા, જે શકય નથી. આ મુદે ભાજપ - એન.સી. વચ્‍ચે રાજકીય તનાવ પણ સર્જાઇ શકે છે.

નવા માળખા પ્રમાણે જમ્‍મુ-કાશ્‍મીરમાં કોઇપણની સરકાર હોય, પાવરમાં ગવર્નર જ રહેવાના છે. એ વ્‍યવસ્‍થા મુખ્‍યમંત્રી માટે દુઃખાવા સમાન જ હોય. દિલ્‍હીમાં કેજરીવાલ સરકાર અને ગવર્નર વચ્‍ચે દરરોજ બઘડાટી  બોલતી રહે છે. આ મામલે કોર્ટ કાર્યવાહી પણ થઇ ચુકી છે.

જમ્‍મુ - કાશ્‍મીર રાષ્‍ટ્રીય સુરક્ષા મામલે સંવેદનશીલ રાજય છે. આ પ્રાંત પર આંતરરાષ્‍ટ્રીય નજર રહે જ છે. પાકિસ્‍તાન પણ વારંવાર ફૂફાડા મારતું રહે છે. સ્‍થાનિક નેતાઓને પડોશી  પ્રેમ અવારનવાર ઉભરતો રહે છે. આ કારણે જમ્‍મુ - કાશ્‍મીરમાં રાષ્‍ટ્રીયસ્‍તરે જ પાવર કેન્‍દ્ર રહે એ જરૂરી છે. આ મુદ્દો પણ ટકરાવાનું કારણ બનવાની સંભાવના  રહેલી છે. બંધારણનો અભ્‍યાસ કરો તો જમ્‍મુ-કાશ્‍મીરમાં મુખ્‍યમંત્રીએ સ્‍થાન શોભવવા સિવાય કોઇ મહત્‍વના નિર્ણય  લેવાના પાવર નથી. અબ્‍દુલા પરિવારે અહીં રાજવી જેવો ઠાઠ ભોગવ્‍યો છે, તેમને હા-જી-હાનો અનુભવ નથી. ઓમર અબ્‍દુલા કેન્‍દ્ર સરકાર સાથે તાલમેલ સાધી શકે તો ટનાટન સરકાર ચાલશે. નહી તો દરરોજ કેજરીવાલની જેમ...

કાશ્‍મીરમાંથી કલમ-૩૭૦ નિષ્‍ક્રીય કરવી એ રાજકીય ક્રાંતી હતી. હવે ભારત સરકારની નજર પીઓકે પર હોવાનું ઘણા સમીક્ષકો જણાવે છે. ભાવિ રણનીતિમાં ઓમાર સરકારની ભૂમિકા પણ મહત્‍વની બની શકે છે.

(11:41 AM IST)