<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th October 2024

એમના મોતને પણ સામાન્‍ય ગણો

દેશમાં જવાનોની શહીદી, ઢગલાબંધ લોકોના કમોતઃ કોઇને કંઇ પડી નથીઃ બાબા સિદ્‌કીના મોતથી દેશ શા માટે ઊંધા માથે?

 

ભારતમાં દરરોજ સરેરાશ ૪પ૦ લોકોની હત્‍યા થાય છે. સરેરાશ ૩૦૦ લોકો માર્ગ અકસ્‍માતોમાં જીવ ગુમાવે છે. ઝેરી ખાદ્ય સામગ્રી તથા પ્રદુષણથી અસંખ્‍ય લોકો જીવલેણ રોગોનો ભોગ બને છે. જવાનો રાષ્‍ટ્રની રક્ષા માટે શહીદી વહોરતા રહે છે...

આ બધા મૃત્‍યુ અસામાન્‍ય ગણાય, પણ લોક જાગૃતિના અભાવે આ મોત સામાન્‍ય બની ગયા છે. કાશ્‍મીરમાં જવાન શહીદ થાય તો સરકાર, વિપક્ષ, ફિલ્‍મ ક્ષેત્ર, ક્રિકેટ ક્ષેત્ર, મીડિયા કે લોકો કોઇને કંઇ પડી નથી. આ જવાન દેશની રક્ષા માટે શહીદ થયા છે, દેશને તેમની શહીદીની કદર નથી.

બીજી તરફ મુંબઇમાં એક નેતા બાબા સિદ્‌્‌ીકીની હત્‍યા થઇ તેમાં મીડિયા, સરકાર, વિપક્ષ, ફિલ્‍મીક્ષેત્ર, ક્રિકેટ ક્ષેત્ર વગેરે દેકારો કરવા લાગ્‍યા. દેશ પર આભ તૂટી પડયું હોય તેવો માહોલ સર્જી દીધો. આવું શા માટે ? બાબા સિદ્‌્‌ીકી દેશ માટે મર્યા ? દેશ માટે જીવતા હતા ? દેશમાં તેમની ભૂમિકા ચાવીરૂપ હતી ? ના, આવું કંઇ જ ન હતું. તો તેમના મોતને પણ સામાન્‍ય હત્‍યા કેમ ગણવી ન જોઇએ ? દેશમાં અનેક લોકો દરરોજ ગુન્‍હાખોરીનો ભોગ બને છે, બાબા સિદ્‌ીકી વધુ એક ભોગ, તેમાં નવું શું છે...?

બાબા સિદ્‌્‌ીકીના જીવનની ઝલક જાણો. તેઓ મૂળ બિહારના છે. પરિવાર સાથે મુંબઇ આવ્‍યા હતાં. અતિ ગરીબી. ઘડિયાળ રિપેર કરીને ગુજરાન ચલાવતા. બાબા સિદ્‌્‌ીકી નેતા કમ અભિનેતા સુનીલ દત્તની આંગળી પકડીને રાજનીતિમાં આવ્‍યા. કોંગ્રેસ-એનસીપીમાં ફરતા રહ્યા. પ્રધાનપદ સુધી પણ પહોંચી ગયા. તેમનો દીકરો પણ ધારાસભ્‍ય બની ગયો.

સંજય દત્તે બાબાની મુલાકાત ફિલ્‍મી હિરો સલમાન સાથે કરાવી. બંને વચ્‍ચે ગોઠવાઇ ગયું. શાહરૂખ સાથે પણ બાબાને જામી ગયું. સલમાન-શાહરૂખના માટે સિદ્‌્‌ીકી પીઠબળ બની ગયા. તેઓ મહારાષ્‍ટ્રનું મોટું માથું બની ગયા. એનસીપીમાં અજિત પવાર જુથમાં ભળ્‍યા. બાબાને ભાજપનું પણ પીઠબળ મળી ગયું.

બાબા સિદ્‌્‌ીકી પાસે કોઇ વ્‍યવસાય નથી, પણ ઇસ ર૦૧૮ માં બાબાના નિવાસે દરોડો પડયો ત્‍યારે રૂા. ૪૬પ કરોડની રોકડ જપ્ત કરવામાં આવી હતી. મોટા માથા છટકી જાય તેવી પરંપરા ભારતમાં છે, બાબા સિદ્‌્‌ીકી પણ છટકી ગયા, નહિ તો...

 માનવતાના દૃષ્‍ટિકોણથી કોઇપણનું મોત દુઃખદ જ હોય. હત્‍યા તો અતિ ખરાબ ઘટના ગણાય, પણ સામાન્‍ય માણસ કમોતે મરે, જવાન શહીદ થાય તો સામાન્‍ય ગણાય અને સિદ્‌્‌ીકી મરે તો અસામાન્‍ય... આ બાબત મંજૂર ન હોવી જોઇએ. સલમાનો, રાજકારણીઓ પોતાના હિતના કારણે દુઃખી થાય, લોકોએ દુઃખી થવાની જરૂર નથી.

દશેરાની સાંજે સિદ્‌્‌ીકીનું મોત થયું. દશેરા સાથે ભલે સીધો સંબંધ ન હોય, પણ પ્રકૃતિનો કોઇ રહસ્‍યમય સંદેશ હોઇ શકે છે.

(11:40 AM IST)