તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Friday, 18th October 2024
રસપ્રદઃ હિન્દુત્વનું અપહરણ!
ગુજરાતના કોંગીજનો સવાયા ગોૈભકત બનવા લાગ્યાઃ સનાતનની પણ ચિંતા કરીઃ ગાયની બેન બનવા સુધીનો પ્રયોગ
ગુજરાતમાં ખૂણે - ખૂણે બની રહેલી લવ જેહાદ જેવી ઘટનાઓ સામે રાજયના ગૃહમંત્રીએ હાકલા - પડકારા ખૂબ કર્યા હતા, પરંતુ ઘટનાઓ અટકી નથી. સમાચારો ઉપર નજર રાખો તો ખ્યાલ આવશે કે, ગુજરાતભરમાં વિધર્મી અસામાજિકોનો હાહાકાર બેખોફ બનીને વિસ્તરી રહ્યો છે. ગૃહપ્રધાન પ્રખર હિન્દુવાદી હોવાનું ખુદનું બ્રાન્ડિંગ કરે છે, પણ બેખોફ તાંડવ આ બ્રાન્ડિંગની હવા કાઢી નાખે છે.
રાજયમાં ચૂંટણીઓ આવે ત્યારે નાના - મોટા, લાંબા - ટૂંકા દરેક સાઇઝના ભાજપીઓ હિન્દુવાદી બની જાય છે, મત મળ્યા બાદ હિન્દુ સમાજને તડકે મૂકીને સેટિંગમાં મસ્ત બનીને મુજરા કરવા લાગે છે. આવું દશેક વર્ષથી ચાલતું હોવા છતાં હિન્દુત્વમાં બિનહરીફ હોવાથી મતો મળતા રહે છે.
થોડી ઝીણી નજર કરો તો ગુજરાતનો રાજકીય માહોલ બદલાઇ રહ્યાનો અહેસાસ થશે. વાવ બેઠક પર ધારાસભાની અને બાદમાં નગરપાલિકાઓની ચૂંટણી આવી રહી છે. ભાજપના સટિક ગણાતા હિન્દુત્વના મુદ્ાનું સલુકાઇથી અપહરણ થઇ રહ્યું છે.
તાજેતરમાં અમદાવાદમાં સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે એક ધર્મસભા યોજાઇ હતી. આ સભામાં કોંગ્રેસના નેતાઓ છવાઇ ગયા હતા. લઘુતમી તુષ્ટિકરણ જેવા મુદ્ા ઉઠાવીને બદનામ થઇ ગયેલી કોંગ્રેસનું ભગવું સ્વરૂપ આ સભામાં જોવા મળ્યું હતું.
ભાજપની મહાતાકાતને એકલા હાથે પાડી દઇને વટથી સાંસદ બનેલા ગેનીબેન આ સભામાં છવાઇ ગયા હતા. સભામાં ગાયને રાષ્ટ્ર માતાનો દરજજો આપવા માંગણી કરાઇ હતી. આ ઉપરાંત ભાજપનું હિન્દુત્વ ખુલ્લુ પાડવા પ્રયાસ થયો હતો. હિન્દુ સમાજના મત માંગીને કતલખાના સાથે આર્થિક સંબંધો રાખનારાના નામ ખુલ્લા પાડવા સભામાં આહવાન થયું હતું.
કોંગ્રેસે પોતાનું હિન્દુત્વ મજબૂત કરવા અવિમુકતેશ્વર નામના એક શંકરાચાર્ય શોધી ᅠલીધા છે. આ શંકરાચાર્યજીએ સભામાં ગેનીબેનને ગાયની બહેન ઘોષિત કરીને ભાજપના હિન્દુત્વની ઝાટકણી કાઢી હતી.
કોંગ્રેસનો આ પ્રયોગ હીટ નીવડતા હવે ગુજરાતભરમાં અવિમુકતેશ્વરની સભાઓ કરવા આયોજન કરાઇ રહ્યું છે. જો કે આ પૂર્વે કોંગ્રેસે હિન્દુવાદી ચહેરા તરીકે રાહુલ ગાંધીને ગુજરાતમાં લોન્ચ કર્યા હતા. જનેઉધારી- શિવભકત તરીકે ખૂબ ખેલ નાખ્યા હતા, પરંતુ લોકોએ ફગાવી દીધા હતા.
હવે માહોલ અલગ છે મોદીજી ગુજરાતમાં નથી. તેના સ્થાને ગોઠવાઇ ગયેલામાં દમ દેખાયો નથી. મોટી - મોટી વાતો કરીને કંઇ કરી શકયા નહિ. સમગ્ર ગુજરાત જોખમી બની ગયું છે ગૃહમંત્રી બ્રાન્ડિંગ પડતું મૂકીને રિયલ કામ દેખાડે તો સ્થિતિ બદલે, નહી તો...
(11:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
