<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st October 2024

સભ્‍ય બનાવતા પૂર્વે ‘સભ્‍ય' બનો!

સદસ્‍યતા અભિયાન માટે ભાજપીઓએ સભ્‍યતા તડકે મૂકીઃ ઓવર ટાર્ગેટથી નેતાઓ ઓહવાઇ રહ્યા છે...

ભારતીય જનતા પાર્ટી પોતાને વિશ્વનો સૌથી મોટો પક્ષ ગણાવે છે. મોટા થવા સાથે જવાબદારીઓ વધતી હોય છે, પણ રાજનીતિમાં જેટલાં મોટા થાય તેટલા જ બેજવાબદાર બનતા જોવા મળે છે. આ સમસ્‍યા દરેક પક્ષમાં છે. વિપક્ષમાં હોય ત્‍યારે લોકોની ચિંતા  કરે, પણ શાસનમાં આવે ત્‍યારે સ્‍થિતિનો બચાવ કરવા લાગે છે.

મોટો થઇ ગયેલો ભાજપ જવાબદાર બનવાને બદલે હજુ પણ વધારે મોટા થવાની દોડમાં વ્‍યસ્‍કત છે. હાલ ભાજપનું સદસ્‍યતા અભિયાન ચાલી રહ્યું છે. નેતાઓને સભ્‍ય બનાવવાના મહાકાય ટાર્ગેટ પડકાવી દેવાયા છે. ભાજપીઓ પોતાની તાકાતથી ચૂંટાવાને બદલે મોદિત્‍વ પર નિર્ભર બની ગયા હોવાથી મોવડી મંડળ સામે ચૂકેચા કરી શકતા નથી. સભ્‍યો બનાવવાના ઓવર ટાર્ગેટને દરેકે સ્‍વીકારી લીધા છે.

ભાજપી નેતાઓ સભ્‍યો બનાવવા ઓહવાઇ રહ્યા છે. લોકોને અંધારામાં રાખીને કે છેતરપીંડી કરીને કે ખોટું બોલીને સભ્‍યો બનાવી રહ્યાના વારંવાર ન્‍યુઝ આવે છે.

સાર્થ જોડણી કોશ પ્રમાણે સભ્‍ય શબ્‍દના વિવિધ અર્થો થાય છે. સભ્‍ય એટલે સભાનું પદ, સભ્‍ય એટલે વિવેકી, સભ્‍ય એટલે સંસ્‍કારી - સદસ્‍યતા અભિયાનમાં ભાજપ હાસ્‍યાસ્‍પદ બની રહ્યો છે, કારણ કે ભાજપના નેતાઓ - કાર્યકરો સભ્‍ય બનાવવા નીકળી પડયા છે, પણ ખુદ ‘સભ્‍ય' બન્‍યા નથી...

સભ્‍ય બનાવતા પૂર્વે ભાજપના નેતાઓ ખુદ સભ્‍ય એટલે કે વિવેકી, સંસ્‍કારી, જવાબદાર બન્‍યા હોતો તેમની વ્‍યકિતગત લોકપ્રિયતા અને વિશ્વસનીયતા પારાવાર હોત. લોકો સભ્‍ય બનવા માટે થનગનતા હોત અને લાઇનમાં ગોઠવાઇ ગયા હોત...

ભાજપ કરવાના કામ કરતો નથી. ન કરવાના કામ કર્યા કરે છે. મોવડી મંડળ પાસે કે અધિકારીઓ પાસે તેમનું કંઇ ઉપજતું નથી. ગામમાં મોટી - મોટી વાતો કર્યા કરે છે. ચૂંટણી આવે ત્‍યારે હિન્‍દુત્‍વના ગોકીરા કરી મૂકે છે, ચૂંટણી બાદ હિન્‍દુ જાય તેલ લેવા....

આવા ભાજપીઓના કારણે ગુજરાતમાં ભયાવહ સ્‍થિતિ સર્જાઇ રહી છે, દરેક એરિયા જોખમી બની ગયા છે. આવી નેતાગીરીના કારણે લોકપ્રિયતા સાવ તળિયે ગઇ છે. ઘણાં નિષ્‍ઠાવાન કાર્યકરો પણ પક્ષના સભ્‍ય બનવા તૈયાર નથી.

ઘાંઘા બની ગયેલા ભાજપી નેતાઓ હોસ્‍પિટલમાં જઇને દર્દીને અંધારામાં રાખીને સભ્‍ય બનાવી દે છે. આવા અનેક હાસ્‍યાસ્‍પદ કિસ્‍સાઓ સદસ્‍યતા અભિયાન દરમિયાન જાહેર થયા છે. ઘણાં સુધી નેતાઓએ તો લોકોને સભ્‍ય બનવા બદલ વસ્‍તુઓ કે ખનખનિયાનો લાભ આપ્‍યાની પણ ચર્ચા ચાલે છે.

આવા સભ્‍યોથી લાભ થાય ? નિષ્‍ઠાવાન ૧૦૦૦ સભ્‍યો સામે ધરાર બનાવેલા એક લાખ સભ્‍યોની કોઇ વેલ્‍યુ નથી. સૌથી મોટો પક્ષ બનવાની લ્‍હાયમાં ભાજપે નિષ્‍ઠાવાનોને સાઇડ લાઇન કરીને લાખોના ટોળા સજર્યા છે. સભ્‍યોના ઢગલાં છે, પણ ‘સભ્‍ય' ઓછા છે.

(10:34 AM IST)