<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd October 2024

દિલ્‍હીથી કાશ્‍મીરઃ આતંકી તાંડવ

ફરી સ્‍થિતિ બેકાબૂ બને તો અક્ષમ્‍ય ગણાયઃ રાજકીય લાભ-હાનીના વિચાર વગર ત્રાટકો...

આ નિવેદનો પરથી અબ્‍દુલા પરિવારનું હૃદય પરિવર્તન થયેલુ લાગે, પણ નિવેદનો બારીકાઇથી જુઓ તો ઓમારે હુમલાખોરો માટે ઉગ્રવાદી શબ્‍દ વાપર્યો છે. રાક્ષસોને આતંકવાદી કહેવામાં એમને શરમ આવે છે.

ભારત માટે આ સમય ચેતવા જેવો છે જમ્‍મુ - કાશ્‍મીરમાં હુમલો થયો એ જ દિવસે દિલ્‍હીમાં પણ એક સ્‍કૂલ પાસે પ્રચંડ વિસ્‍ફોટ થયો હતો. આ ઘટનાની તપાસ પણ ચાલી રહી છે.

મોદી સરકાર બની ત્‍યારથી પાકિસ્‍તાન અને આતંકી પ્રવૃતિ પર બરાબરનો ગાળિયો કસાયો હતો. બંનેની બદહાલત થઇ ગઇ હતી. કાશ્‍મીરના અમુક એરિયા બાદ કરતા દેશભરમાં આતંકી પ્રવૃતિ પર બ્રેક લાગી ગઇ હતી.

ગત લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ મોદી સરકાર નબળી પડી  હોવાનો માહોલ બન્‍યો છે. ગુજરાત સહિત દેશભરમાં વિધર્મી તત્‍વોએ માથું ઉચકયું છે. ભાજપની આંતરિક બધડાટી ચરમસીમાં એ છે. આ કારણે માત્ર પક્ષને  જ નહી, સરકારની આભાને અને રાષ્‍ટ્રહિતને પારાવાર નુકસાન થઇ રહ્યું છે.

ગુજરાતમાં રમખાણોની  સ્‍થિતિ ભયાવહ હતી. મોદીજીની સરકારે તીવ્ર રણનીતિ અપનાવીને રમખાણોને ભુતકાળ કરી દીધા હતા. માથાભારે ગણાતા  તત્‍વોને ધ્રુજાવી દીધા હતા. આવી ધાક જમાવવાના કારણે મોદીજીના નામે રાજયમાં મત મળે છે. જો કે છેલ્લા દશ વર્ષમાં મોદીજી બાદ ના ભાજપી નેતાઓએ આ આભાની પથારી ફેરવી દીધી છે. આ કારણે ગુજરાત જોખમી બની ગયું છે, અને ભાજપ પણ ડલ થઇ ગયો છે.

આવો જ માહોલ દેશમાં બની રહ્યો છે. મોદીજીએ દશ વર્ષથી પાકિસ્‍તાન અને આતંક પર ધાક જમાવી હતી. આ કારણે મોદીજીની લોકપ્રિયતા આસમાને  હતી. લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપના મોટા માથા અંદરો - અંદર બાખડતા તેની તીવ્ર અસર પરિણામો પર થઇ.

મોદી સરકાર રચાઇ, પરંતુ સાથી પક્ષોને ભરોસે જ ટકી રહી છે. આ નબળાઇના કારણે દેશ વિરોધીઓ જોરમાં આવવા લાગ્‍યા છે. ઘણા રાજયોમાં ભાજપનું વલણ પણ વિધર્મી પ્રત્‍યે  વાંધાજનક દેખાઇ રહ્યું છે. મહાકાય ઓપરેશનોમાં રાજકીય લાભ - હાનીનો દ્રષ્‍ટિકોણ હાવી થઇ ગયો હોય તેમ લાગે છે.

મુજરા કર્યા વગર ત્રાટકવું જરૂરી છે.

(10:44 AM IST)