<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd October 2024

ભારત બ્રાન્‍ડઃ મસ્‍ત પ્રયોગ

બ્રાન્‍ડ પ્રત્‍યે નિષ્‍ઠા રહે તો ખાનગી ક્ષેત્ર માટે પડકાર બની શકેઃ કિંમત - કવોલિટી બંને જાળવવા જરૂરી

 સમાચાર પ્રમાણે ભારત બ્રાન્‍ડના ચોખા-દાળ-લોટમાં ભાવ વધારો થયો છે. આ સમાચારને મોટાભાગના મીડિયાએ નેગેટીવ દૃષ્‍ટિકોણથી રજૂ કર્યા છે. ભાવ વધે તે ન ગમે તે સ્‍વભાવિક છે, પણ ખાનગી ક્ષેત્રની બ્રાન્‍ડના ચોખા-દાળ-લોટ કરતા બ્રાન્‍ડની કિંમતમાં નોંધપાત્ર તફાવત છે.

મોદી સરકારે ભારત બ્રાન્‍ડથી સરકારી સબસીડીથી અનાજ-જીવન જરૂરી વસ્‍તુ માર્કેટમાં મૂકી છે. આ પ્રયોગ મસ્‍ત અને આવકાર્ય છે. ખાનગી  ક્ષેત્રની બ્રાન્‍ડ્‍સમાં આંતરિક હરિફાઇ છે, પરંતુ ઘણી વખત સિન્‍ડીકેટ રચીને કૃત્રિમ ભાવો માર્કેટમાંથી વસુલી શકાય છે. કોમોડીટીમાં ઘણા સેટિંગ શંકાસ્‍પદ હોય છે.

આ સ્‍થિતિને પહોંચી વળવા સરકારે ભારત બ્રાન્‍ડનો પ્રયોગ કર્યો છે. સસ્‍તા અનાજની દુકાનોનું નેટવર્ક દેશભરમાં છે, પરંતુ આ નેટવર્ક લગભગ બદનામ જેવું થઇ ગયું છે. મધ્‍યમ-ઉચ્‍ચવર્ગ આ નેટવર્કથી કપાઇ ગયો છે. આ માહોલમાં સરકારે દેશની મોટી બ્રાન્‍ડ સામે ભારત બ્રાન્‍ડ પ્રયોગ કર્યો છે.

આ બ્રાન્‍ડ અંતર્ગત ચોખા-લોટ-દાળ માર્કેટમાં મૂકાઇ છે.  મસ્‍ત પેકિંગ ઉચ્‍ચ ગુણવત્તા અને વ્‍યાજબી કિંમત તેની ઓળખ છે. આ ઉપરાંત અગ્રગણ્‍ય મોલમાં ભારત બ્રાન્‍ડની વસ્‍તુઓ ઉપલબ્‍ધ છે. આ પ્રયોગ સફળ થયો છે. જો કે માર્કેટ હિસ્‍સો હજુ નોંધપાત્ર નથી, પરંતુ ખાનગી બ્રાન્‍ડ સામે  સકારાત્‍મક પડકાર સર્જાઇ જ ગયો છે.

ભારત બ્રાન્‍ડ અંતર્ગત આજથી બીજા ચરણમાં બે નવી દાળ પણ સામેલ કરવામાં આવશે. શરૂઆતમાં ૧૦ દિવસ ચાર રાજયોમાં વેચાણ શરૂ થશે, બાદમાં સમગ્ર દેશમાં અમલ થશે.

અર્થતંત્ર લગભગ મૂડીવાદી બની ગયું છે. મૂડીવાદમાં દરેક ક્ષેત્રે  ખાનગી કંપનીઓનો દબદબો હોય છે. સ્‍પર્ધાત્‍મક માહોલના કારણે ગ્રાહકો લૂટાતા બચે તેવી ધારણા હોય છે, પણ ભારતનો મૂડીવાદ શંકાસ્‍પદ છે. માર્કેટમાં સ્‍પર્ધાનો દેખાવ થાય છે, પણ ઉપર સેટિંગ થઇ ગયું હોય છે. આ સેટિંગમાં પ્રધાનો-અધિકારીઓની ભૂમિકા પણ જોવા મળે છે. આ કારણે ગ્રાહકનું હિત જોખમાય છે.

આ માહોલમાં ભારત બ્રાન્‍ડ પ્રયોગ બ્રહમાસ્‍ત્રનું કામ કરી શકે છે, હાલ તો મોદીજી આ બ્રાન્‍ડ પર સીધી નજર રાખે છે, પણ ભવિષ્‍યમાં બ્રાન્‍ડ પ્રત્‍યે. નિષ્‍ઠા જળવાઇ રહે તો ખાનગી ક્ષેત્ર પર સકારાત્‍મક અસર તીવ્ર બનશે. માર્કેટે ફરજિયાતપણે કાબૂમાં રહેવું પડશે.

ભારત બ્રાન્‍ડઅંતર્ગત ખાદ્ય સામગ્રી ઉપરાંત અન્‍ય જીવન જરૂરી વસ્‍તુઓ પણ મુકવી જોઇએ. માર્કેટનો રાજા મૂડીવાદમાં ગ્રાહક હોય છે, પણ ખાનગી ક્ષેત્રના ઘણા માથા પોતાને રાજા માનવા લાગ્‍યા છે. આ રાજયોની વ્‍યાપારી જ રહેવા ભારત બ્રાન્‍ડ ફરજ પાડી શકે છે.

(10:38 AM IST)