News of Monday, 28th October 2024
મોદીજી, રાજકીય તડાફડી કરો
લોકસભાની ચંૂટણી બાદ નેગેટીવ શકિતઓ અતિ જાગૃત બની છેઃ ઘણાં ભાજપીઓ પણ દિશા ભૂલ્યા છેઃ આ તત્વોને પરચો દેખાડો...
રોશનીના પર્વ દિપોત્સવનો આજથી પ્રારંભ થયો છે. દિપાવલી પૂર્વે કાળી ચૌદશ આવે. આ દિવસ રાક્ષસી તાકાતો સામે તીવ્ર દિવ્ય ઉર્જા જગાવવાનો ગણાય છે. જો કે આપણે પરંપરા જાળવી છે, પણ તેનો મૂળ ઉદ્્ેશ ચૂકી ગયા છીએ, આઝાદી બાદના ભારતના નેતૃત્વએ તો સનાતનના નામનું ફિંડલું વાળવું હોય તેવી દિશા પકડી હતી.
રાજકીય નેતાગીરીમાં મોદીજીએ પોતાની અલગ ઓળખ સ્થાપિત કરી છે. સનાતનનું ગૌરવ ફરીથી ઉજાગર કરતી તેમની આભા બની છે. દિપોત્સવના મંગલારંભે મોદીજીનું આગમન સૌરાષ્ટ્રમાં થયું છે, એ આનંદની ઘડી ગણાય. તેઓએ સત્તા કાળમાં અનેક રાજકીય પરાક્રમો કરી દેખાડયા છે. જો કે વર્તમાન સમયમાં નેગેટીવ ઉર્જાઓ તીવ્રતાથી સક્રિય થઇ છે, મોદીજીએ વિસ્ફોટક તડાફડી કરીને તાકાતનો પરચો દેખાડવાની જરૂરત છે.
ગત લોકસભાની ચૂંટણીમાં ભાજપની બેઠકોમાં ઘટાડો થતા દેશભરની નેગેટીવ શકિતઓ તીવ્રતાથી અતિ સક્રિય થઇ ગઇ છે. રાજકીયથી માંડીને આતંકી હુમલાઓનું પ્રમાણ વધી ગયું છે. દશ વર્ષથી મોદીત્વની પ્રચંડ સભામાં નેગેટીવ શકિતઓ દબાઇ ગઇ હતી. હવે સ્પ્રિંગની જેમ છટકી છે. આ તાકાતો એવું માને છે કે, મોદિત્વ નબળુ પડી ગયું છે.
અપેક્ષા પ્રમાણે ભાજપને બેઠકો નથી મળી, પરંતુ ભાજપ સૌથી મોટો પક્ષ ઉભર્યો જ છે. મોદીજીના મોરચા પાસે પૂર્ણ બહુમતી છે જ. મોદીજી સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યા છે. આ બાબત સામાન્ય નથી. મોદી શાસનને નબળું પડયાનું માનીને તાંડવ કરતી નેગેટીવ તાકાતોને શાસનનો પરચો દેખાડવો જરૂરી છે.
આヘર્ય અને આઘાતજનક બાબત તો એ પણ છે કે, વિરોધીઓ તો ઠીક, ઘણાં ભાજપઓ પણ આડા અથવા આડેધડ ચાલવા લાગ્યા છે. મોદીજીના ગુજરાતમાં પણ મોટાભાગનાં ભાજપીઓ બેકાબૂ જેવા બની ગયા છે. મોદીજીના નામે ચૂંટાઇ રહ્યા છે. પાત્રતા વગર મોટા પદ મેળવી રહ્યા છે, પરંતુ મોદીજીની આભા ખરાબ થાય તેવી વૃત્તિ અને પ્રવૃત્તિ આદરીને બેઠક છે. આવા તત્વોને પણ પરચો દેખાડીને તેમની ખરી ઓકાતનું ભાન કરાવવું જોઇએ.
ગુજરાતમાં ભાજપ ભલે હિન્દુત્વના નામે ચૂંટાય, પરંતુ મોટાભાગના ભાજપીઓને સનાતનની કંઇ પડી નથી. આવા નેતાઓ વિધર્મી માથાભારે તત્વો સામે મુજરા કરે છે. લોકસભાની ચૂંટણી બાદ આવા નેતાઓ સાવ બ્રેક વગરના થઇ ગયા છે. મોદીજીએ દિપાવલીમાં રાજકીય તડાફડી કરીને સરકારાત્મક ઉર્જાની રોશની ઝગમગાવી જોઇએ. અવા વર્ષે નવી સકારાત્મકતા સ્થાપિત થાય તેવી શુભેચ્છા.
(11:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
