News of Thursday, 7th November 2024
ટ્રમ્પઃ સમીકરણો ઉથલ-પાથલ
વિશ્વને ખેપાની નેતૃત્વની જરૂર હતીઃ પૂરથી ગંદકી સાફ થાય તેમ કામનું પણ તણાઇ જાય
લાભ પાચમના દિને અમેરિકાના રાષ્ટ્રપતિપદની ચૂંટણીનું પરિણામ આવ્યું ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાયા. મનમોહનસિંઘ જેવા બાઇડેનમાંથી મુકિત મળી. અમેરિકી રાષ્ટ્રપતિપદ વિશ્વનું પાવરફુલ પદ ગણાય છે. આ પદ પર ટ્રમ્પ એક તોફાની પારી ખેલી ચુકયા છે. અનુભવી છે.
ટ્રમ્પનું નામ આવે એટલે પ્રથમ ચિત્ર મગજ વગરના નેતાનું ઉપસે છે. હાલ દુનિયાના રાજકીય સમીકરણો એવા ગોઠવાયેલા છે કે, આ સ્થિતિમાં તોફાની અને ખેપાની નેતૃત્વની જરૂર હતી. ટ્રમ્પની પ્રથમ પારીમાં ભારત સાથે અનુકુળ સંબંધો સ્થપાયા હતા. ખાસ કરીને મોદીજી સાથે ટયુનિંગ હતું. ભારતમાં હજુ મોદીજી પાવરમાં છે અને ટ્રમ્પ ફરી ગોઠવાઇ ગયા છે.
ટ્રમ્પ વિજેતા જાહેર થતા જ વૈશ્વિક રાજકીય સમીકરણો ઉથલ-પાથલ થવા લાગ્યા છે. ખૂબ જ ગંદકી હોય ત્યારે તેને સાફ કરવી અઘરી બને, પણ ઘોડાપૂર આવે તો આ ગંદકી આપોઆપ તણાઇ જાય ટ્રમ્પનું નેતૃત્વ ઘોડાપુર જેવું છે. ઘણી ગંદકી આપોઆપ દુર થાય. જો કે ઘોડાપુર આવે ત્યારે વિનાશ વેરી શકે છે. ટ્રમ્પ ભારતને અનુકુળ રહેવાની પરંપરા જાળવી રાખે તો ઘોડાપુરની આડઅસર આપણને ન થાય.
આヘર્ય એ છે કે, ટ્રમ્પે કમલા હેરીસને પરાજિત કર્યા છે. કમલાજી ભારતીય મૂળના છે. ટ્રમ્પ જીત્યા તો મોટાભાગના ભારતીયો ખુશ થયા છે. ભારતમાં ગઇકાલે શેરબજાર પણ અપ, થઇ ગયુ હતું. ઘણા નિષ્ણાતો તેને ટ્રમ્પ અસર માને છે. ભારતીય મુળના ઉમેદવાર હાર્યા તો પણ ભારત ખુશ થાય એ આヘર્યજનક જ ગણાય.
જો કે મહત્વની બાબત એ પણ છે કે, એક-દોઢ દાયકાની તુલનાએ વર્તમાન સમયમાં અમેરિકાનો પાવર ઘણો ઘટી ગયો છે. જગત જમાદાર જેવી આભા તો લગભગ દુર થઇ ગઇ છે. ટ્રમ્પની પ્રથમ પારીમાં તોફાન કરીને આક્રમકતા સ્થાપી હતી, પરંતુ બાઇડેનના વિચિત્ર વ્યવહારો, વિચિત્ર વિચારધારાના કારણે દુનિયામાં ચીન અને ધાર્મિક અસામાજિક તત્વો ફાટીને ધુમાડે ગયા છે. લગભગ દરેક દેશોમાં ધાર્મિક બઘડાટી બોલી રહી છે. આ દિશામાં ડોનાલ્ડ ટ્રમ્પ કેવી નિતિ અપનાવે છે. તેના પર મોટો મદાર છે.
ભારતની વિદેશી નીતિ પાવરફૂલ જ છે. ટ્રમ્પને ફરીથી ભારત તરફી રાખવાની કલામાં મોદીજી તથા સરકાર નિષ્ણાત છે. આપણે પ્રાર્થના કરીએ કે ટ્રમ્પ અને અમેરિકા ખુદ સુખી થાય અને દુનિયાને સુખી કરે.
ટ્રમ્પના આગમનથી રોમાંચક સ્થિતિ તો જરૂર બની છે. ક્રાંતી કરવાથી માંડીને વિનાશ વેરવાની ક્ષમતા તેમની પાસે છે.
(10:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
