હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
નેતા બ્રાન્ડ મેરેજ બ્યુરો!
વિચિત્ર વચનોઃ લોકો ‘મામા' બનવાનું વ્યસન છોડેઃ ચૂંટણી પંચે પણ ગંભીર બનવું જરૂરી...
ગુજરાતમાં ભાજપ પાસે પ્રચંડ બહુમતી છે. કોંગ્રેસ ખૂબ જ નબળી છે. ભાજપ શકિતશાળી અને વિરાટ નેટવર્ક ધરાવતો પક્ષ છે. આ સામે કોંગ્રેસ સાવ લાચાર જેવી છે. આ માહોલમાં પણ ગુજરાત ભાજપ કોંગ્રેસથી ધ્રુજી રહ્યો છે. વાવ બેઠક પર ધારાસભાની પેટા ચૂંટણીમાં જીત માટે ભાજપીઓ જીવ પર આવી ગયા છે. ભાજપ ગુજરાતમાં શકિતશાળી છે, પણ શકિતનો ઉપયોગ લોકહિત માટે કરતો નથી. આ કારણે પ્રદેશ નેતાગીરી લોકપ્રિયતામાં ગરીબ-નબળી છે. નાનકડી ચૂંટણી જીતવા પણ મોટા કાવાદાવા કરવા પડે છે.
પડોશી રાજય મહારાષ્ટ્રમાં પણ ધારાસભાની ચૂંટણીનો ગરમાવો ફેલાયો છે. આ રાજયમાં રાજકીય સમીકરણોની ગજબની ગરબડ છે. કાર્યકરોને ખબર નથી કે પોતાનું નેતું કયાં પક્ષ સાથે છે. સામાન્ય મતદાર માટે આ સ્થિતિ સમજવી અતિ કઠીન દેખાઇ રહી છે.
મહારાષ્ટ્રમાં નેતાઓ ભાન ભૂલીને પ્રચાર કરી રહ્યા છે. લોકો - મતદારો સાવ અબુધ હોય તેમ માનીને વચનો આપે છે. રાહુલ ગાંધીનું લાલ કિતાબ પ્રકરણ રમૂજી બની ગયું છે. બંધારણ બચાવવાના નામે રાહુલે લાલ પુસ્તક દર્શાવ્યું હતું. એ માત્ર કોરી નોટબુક જેવું જ હતું!
ચુંટણી પ્રચાર દરમ્યાન એક નેતાએ તો અતિ વિચિત્ર વચન આપી દીધું છે રાજે દેશમુખ નામના નેતાએ લગ્ન ન થતા હોવ તેવા યુવાનોને લગ્ન કરાવી દેવા વચન આપતો વીડીઓ વાયરલ થયો છે. આ વીડીયોથી રાજકીય ક્ષેત્રને વધારે હલકુ બનાવ્યું છે.
રાજકારણીઓ મતદારોને સાવ અબુધ સમજીને મત માંગવા હાલી નિકળતા હોય તેમ લાગે છે. આડેધડ વચનો આપીને લોકોને ગુમરાહ કરવાના ધંધા બેફામ બની ગયા છે. લોકોએ આવા બકવાશ નેતાઓને સહન કરવાને બદલે તેનો બહિષ્કાર કરવો જોઇએ.
દરેક પક્ષે ચુંટણી ઢંઢેરામાં રોકડ રકમો આપવાના વચનો આપે છે. આવી પ્રવૃતિને લાંચની- લાલચની વ્યાખ્યામાં ફીટ કરીને તેની સામે પગલા ભરવા જોઇએ. ચુંટણીઓમાં બેફામ કાવાદાવા થાય છે. લાલચ, ધમકીઓ, ગુમરાહ કરવાની વૃત્તિ, ગુંડાગીરી વગેરે સામાન્ય બની ગયા છે. સાવ ખુલ્લેઆમ આવું ચાલે છે છતાં તેને બ્રેક કેમ મરાતી નથી? ચૂંટણી વખતે ચૂંટણી પંચ ફુલ પાવરમાં હોય છે. પંચ નેતાઓ અને પક્ષોને કેમ કાબૂ કરતું નથી ? આચારસંહિતાની જેમ પ્રચાર સંહિતા પણ જાહેર થવી જોઇએ. ચૂંટણી પંચે પાવરનો ઉપયોગ ચૂંટણી શુધ્ધિકરણ માટે કરવો જરૂરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
