<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th November 2024

પરિણામો રાજકીય હલચલ સર્જશે

છતીસગઢ ધારાસભા ચુંટણી સાથે દશરાજયોમાં પેટા ચૂંટણીઃરાષ્‍ટ્રીય રાજકીય પ્રવાહો બદલી શકે

 

લોકસભામાં  ચૂંટણી બાદ મોદી સરકાર રચાઇ, પણ મોદિત્‍વની તાકાત ઘટી થઇ છે.  બાદમાં હરિયાણા  તથા જમ્‍મુ - કાશ્‍મીરમાં ધારાસભાની ચૂંટણીથી ભાજપ થોડો જોરમાં આવ્‍યો હતો. ગઇકાલે છત્તીસગઢ ધારાસભાની ચૂંટણીનું મતદાન  અને દશ રાજયોમાં પેટા ચૂંટણીનું મતદાન થયુ હતું. હજુ ચૂંટણી યોજાવાની છે.

ગઇકાલે મતદાન થયું તેમાં વાઇનાડ લોકસભા બેઠક પર પ્રિયંકા ગાંધીનું લોન્‍ચિંગ થયું છે. આ પરિણામો પર દેશની નજર મંડાઇ છે. પ્રિયંકા જીતશે તો તેની સૌથી વધારે અસર કોંગ્રેસના આંતરિક સંચાલન પર થશે.

ગુજરાતમાં બહુચર્ચિત વાવ ધારાસભા માટે પણ ગઇકાલે મતદાન થયુ છે. આ જંગ પણ રસપ્રદ છે. ભાજપ જીતે તો બહુ મોટી સિધ્‍ધિ નહી ગણાય, પણ ભાજપ હારે તો પ્રદેશ નેતાગીરીએ ઢાંકણીમાં પાણી ભરીને ડૂબવા જેવી સ્‍થિતિ થશે.

છત્તીસગઢના પરિણામો રાષ્‍ટ્રીય રાજનૈતિક પ્રવાહોને સીધી અસર કરશે જ, પરંતુ પેટા ચૂંટણીઓના પરિણામો રાજનીતિમાં હલચલ મચાવવા સક્ષમ છે. ઉતર પ્રદેશમાં યોગીજીનું પ્રભુત્‍વ, બિહારમાં નીતિશ -ભાજપના કાવા દાવા, આસામ - કર્ણાટક અ રાજસ્‍થાનમાં ભાજપનું તીવ્ર હિન્‍દુત્‍વ વગેરે દાવ પર છે. પેટા ચૂંટણીના પરિણામો ઘણા રાજયોને હલ બલાવી  દેવા સક્ષમ છે.

રાષ્‍ટ્રીય રાજનીતિમાં સૌથી તીવ્ર અસર મહારાષ્‍ટ્રના ચૂંટણી પરિણામોની થઇ શકે છે. રાજકીય તોડ ફોડ - ગઠજોડમાં ગોટે ચઢી ગયેલા મહારાષ્‍ટ્રમાં ઉધ્‍ધવ ઠાકરે, શરદ પવાર તથા તેમના બળવાખોરો અને ભાજપ - કોંગ્રેસ આ તમામના ભાવિ નકકી થશે.

મુંબઇ ભારતની આર્થિક રાજનીતિ ગણાય છે. અહી શિવસેના અને ભાજપ વચ્‍ચે દાયકાઓ  સુધી દરતી રહી હતી અને રાજકીય પ્રભાવ  જમાવ્‍યો હતો. બાલા સાહેબ  ઠાકરે ના નિધન બાદ ભાજપ - શિવસેનાના અહમ ટકરાયા, દોસ્‍તી તુટી  આ ઘટના બાદ મહારાષ્‍ટ્રની રાજનીતિ  સમીકરણો ગોટે ચઢ્‍યા છે. શિવસેના કોગ્રેસ - એનસીપીમાં સાથે બેઠી.  શિવસેના - એનસીપીમાં તીવ્ર બળવો થયો અને બળવા ખોરો ભાજપ સાથે બેઠા.

આ મહા ગોટામાં મૂંટણી યોજાઇ છે. સમીક્ષકો એક સંભાવને એવી પણ વ્‍યકત કરે છે. કે, ચૂ઼ંટણી ના પરિણામો બાદ ભાજપ - શિવસેના ફરીથી સાથે આવી શકે છે. જો કે લોકો કયા પ્રવાહ સાથે રહે છે તેના પર મોટો મદાર છે.

આ ચૂંટણી ઓના પરિણામો રસપ્રદ રહેશે. લોકસભા ની ચૂંટણીમાં મારખાધા બાદ ભાજપ સાવધાન થઇ ગયો હતો., પરંતુ સાવધાની કેટલી ફળી? તે પ્રશ્નો જવાબ પરિણામો આપશે.

(10:05 AM IST)