તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 23rd November 2024
EVMની આબરૂ પર જોખમ મંયાડું
ઍક્ઝિટ પોલ પ્રામણે પરિણામો રહેશે તો વિપક્ષ પોતે સુધરવાનેબદલે EVM પર સવાલો ઉઠાવશે...
ગુજરાતની રાજકીય અને વહીવટી તાકાત સોમનાથમાં ચિંતન કરી રહી છે. આજે ચિંતન કરી રહી છે. આજે ચિંતન શિબિર પૂરી થઇ જશે. ચિંતન પ્રતિવર્ષ કરે છે, પણ તેની અસર-કારકતા શૂન્ય જેવી છે. અનેક જીવલેણ પડકારો સામે વર્તમાન ગુજરાત ઝઝૂમી રહ્યું છે. સમય પરિણામલક્ષી એકશનનો છે, પણ આપણા શાસકો - અધિકારીઓ હજુ ચિંતનમાંથી ઊંચા નથી આવતા આ કારણે પ્રદેશના નેતાઓના નામે મત મળતા નથી. વાવ જેવી એક બેઠક જીતવા પણ ભાજપે બધી તાકતો લગાવી દેવી પડે છે અને કાવાદાવા કરવા પડે છે.
વાવ ધારાસભાની બેઠક પર પેટા ચૂંટણી યોજાઇ હતી, આ લખાય છે ત્યારે પરિણામ આવવું શરૂ થઇ ગયું છે. સત્તાવાર પરિણામ જાણ્યા વગર તે અંગે ટિપ્પણી કરવી અયોગ્ય ગણાય. વાવ બેઠક સાથે મહારાષ્ટ્ર છત્તીસગઢ ધારાસભાની ચૂંટણીના પરિણામો પણ આજે સવારથી શરૂ થયા છે. પ્રાથમિક ટ્રેન્ડ પ્રમાણે ભાજપી મોરચો આગળ દેખાઇ રહ્યો છે, પરંતુ બપોર સુધીમાં ચિત્ર સપષ્ટ થાય તેવી ધારણા છે.
મોટાભાગના એકિ્ઝટ પોલમાં ભાજપની સત્તાની આગાહી થઇ છે. આ પ્રમાણેના પરિણામો રહે તો પણ મહારાષ્ટ્રમાં મોટી રાજકીય ઉથલપાથલ થઇ શકે છે. જો કે પરિણામો ભાજપ તરફી રહેશે તો ઇવીએમ એટલે કે મત મશીનની આબરૂ પર મોટુ જોખમ સર્જાશે.
દરેક ચૂંટણીમાં કોઇનો પરાજય, કોઇનો વિજય થતો હોય છે. વિજેતા બનનારે ઉત્તમ શાસન આપવા પ્રયાસ કરવાનો હોય અને પરાજીત થનારે ખુદની મર્યાદાઓ જાણીને તેને દુર કરવાનો પ્રયાસ કરવાનો હોય છે. આવું થાય તો એ તંદુરસ્ત લોકશાહીનું લક્ષણ ગણાય, જો કે ભારતમાં લોકશાહીની બિમારી આપણને બધાંને ફાવી ગઇ છે. ખુદમાં સુધારો લાવવાને બદલે લોકશાહીને ગાળો દઇને ઠીકરા ફોડી દેવાનું રાજકારણીઓને ફાવી ગયું છે.
આજના પરિણામોમાં ભાજપનો હાથ ઉપર રહેશે તો વિપક્ષ ઇવીએમને જવાબદાર ગણાવીને પરાજય માટે પોતે છટકી જશે. કોંગ્રેસમાં તો આ પરંપરા થઇ ગઇ છે. ભાજપ કે મોદી જીતતા હોય તો તેનું માઇક્રો મેનેજમેન્ટથી માંડીને બ્રાન્ડિંગ સુધીની ચૂંટણી રણનિતીનો અભ્યાસ તો કરો. ભાજપીઓ ચૂંટાયા બાદ કામ નથી કરતા પણત ચૂંટણી જીતવા જે મહેનત કરે છે, કાવાદાવા કરે છે તે કાબીલેદાદ છે.
વિપક્ષનો અભ્યાસ કરો તો કોમન તારણ નીકળશે કે, કોંગ્રેસ સહિતના વિપક્ષો લોકપ્રિય થવા કે પ્રશ્નો ઉકેલવા કે ચૂંટણી જીતવા મરણિયા પ્રયાસો કરતા જ નથી. કોંગ્રેસ તો સત્તા ગિફટમાં મળે તેની રાહ જોતી હોય તેમ લાગે છે.
આજે જે જીતે તે , જે હારે તે... પણ ઇવીએમની આબરુ ન જાય તેવી પ્રાર્થના આપણે કરીએ.
(12:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
