<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th November 2024

કથા ભાજપનીઃ ઝૂમતા ગુજરાત

નશામાં ડ્રાઇવિંગ કરીનેહાહાકાર મચાવનારાનેઉભા-ઉભ જામીનઃ નિર્દોષ લોકોના મરો....

 

 અમદાવાદમાં એક નબીરાએ બેફામ દારૂ ઢીંચીને ડ્રાઇવિંગ કરીને અનેક વાહનોનો બુકડો બોલાવીને હાહાકાર સજર્યો હતો... આવી ઘટનાઓ સામે લોકોનો આક્રોશ ફાટે છે. સ્‍થળ પર જ નબીરાને લોકોએ મેથીપાક આપ્‍યો, પરંતુ પોલીસે કાયદો - વ્‍યવસ્‍થાના નામે નબીરાને રક્ષણ આપ્‍યું. સવારે નબીરાને કોર્ટમાં હાજર કર્યો અને ક્ષણવીરમાં જામીન મળી ગયા... પોલીસે તેના રિમાન્‍ડ પણ માંગ્‍યા ન હતાં. આ સામે સંસ્‍કારી ભાજપીઓ કંઇ ન બોલ્‍યા.

અત્‍યાર સુધી એમ લાગતું હતું કે, ગુજરાતમાં દારુ બનાવવા-વેચવા-પીવાના જ સેટિંગ ચાલે છે. આ ઘટના પરથી સાબિત થાય છે કે, ઓવર ઢીંચીને ડ્રાઇવિંગ કરીને ગંભીર અકસ્‍માતો સર્જો તો પણ તેને કાયદાની ચુંગાલમાંથી છટકાવી દેવાના પણ સેટિંગ ચાલતા હશે. ટ્રાફિક ભંગનો સામાન્‍ય ગુન્‍હો કરો તો પણ ટ્રાફિક પોલીસ પાવર દેખાડે છે. નબીરા અનેક કાયદા ભંગ કરીને ટ્રાફિકમાં હાહાકાર મચાવે તો પણ પોલીસને પૂછપરછ કરવાની જરૂર લાગતી નથી.

આ કથા ગુજરાતમાં ભાજપી શાસકોની છે. મુખ્‍યમંત્રી મંદિરોમાં હડિયું કાઢે છે. રાજયપાલ કથામાં આવીને મોટી-મોટી વાતો કરે છે. હિન્‍દુત્‍વ, સંસ્‍કાર, સંસ્‍કારિતાની વાતો થાય છે, પણ વાસ્‍તવિકતા એ છે કે, આખું ગુજરાત નશામાં બેરોકટોક ઝૂમવા લાગ્‍યું છે.

‘સત્‍ય ડે' નામના મીડિયા જૂથે જાહેર કરેલા આંક પ્રમાણે ગુજરાતના આક્રમક ગણાતા ગૃહપ્રધાન હર્ષભાઇના સુરત પંથકમાં જ દારુ અને ડ્રગ્‍સના પ૩૮ અડ્ડા ધમધમે છે. ગૃહપ્રધાનના જ વિસ્‍તારમાં આ સ્‍થિતિ હોય તો ગુજરાતના અન્‍ય વિસ્‍તારોમાં કેવી દશા હશે ?

સવાલ એ થાય છે કે, સરકારનું કંઇ ઉપજતું નથી કે, સરકારની કૃપાથી જ નશાખોરોને મોજે દરિયા છે ? બીજો સવાલ એ છે કે, દિલ્‍હીમાં ગોઠવાઇ ગયેલા શકિતશાળી ભાજપી નેતાઓ ગુજરાતની અવદશાથી અજાણ છે કે, તેમના આશીર્વાદથી જ....

આ પ્રશ્નના જવાબો મળવા અઘરા છે, પરંતુ ગુજરાતીઓએ ખુદની સલામતી-સુખાકારી માટે અતિ ગંભીરતાથી ચિંતન કરવાનો આ સમય છે. એક બાબત ખાસ મનમાંથી કાઢવાની જરૂર છે. એવી માન્‍યતા વ્‍યાપક બની છે કે, આખું ગુજરાત પીવા લાગ્‍યું છે. આ માન્‍યતા સદંતર ખોટી છે. આ અંગે નિષ્‍ઠાપૂર્વક સર્વે થાય તો ગુજરાતમાં ર૦ ટકા લોકો પણ ગેરકાયદે દારુ પીતા નહિ હોય. પીનારા, બનાવનારા, વેચનારાને બચાવનારા વધારે હોવાથી આ ધંધા ગુજરાતમાં ધમધમે છે.

ગુજરાતમાં ૮૦ ટકા જેટલાં નિર્દોષ લોકો જુજ પીનારાના કારણે પરેશાન છે. નિર્દોષ લોકોએ આ સ્‍થિતિ સહન કરવાની જરૂર નથી. રાજકારણીઓ - અધિકારીઓ સામે પબ્‍લિ કે મોરચા માંડવા જરૂરી છે. દિલ્‍હીમાં બેઠેલમા કે ગુજરાત સરકારમાં ગોઠવાઇ ગયેલા ને માત્ર ગુજરાતીઓના મતમાં જ રસ છે. ગુજરાતીઓ કમોતે મરે તો પણ તેને વાંધો લાગતો નથી. ગુજરાતને બચાવવું હોય તો લોકોએ જ જાગવું પડશે. નેતાઓને પાઠ ભણાવવા જરૂરી છે.

(10:10 AM IST)