તા. ૨૬ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક વદ – ૨ ગુરૂવાર
News of Saturday, 30th November 2024
સોરાષ્ટ્ર ખતરામાં: આક્રોશની આંધી
સાવરકુંડલામાંᅠખૂલ્લેઆમ ગુંડાગીરીઃમોરબીમાં અસામાજિકોનો ત્રાસઃ ભાજપીઓ બેશરમ.....
રાજકોટમાં ચાલતી રામકથામાં ભાજપના નેતાઓ ફોટા પડાવીને પોતે હિન્દુવાદી હોવાનું સ્થાપિત કરે છે. ગુજરાતના પ્રધાન સનાતન અંગે મોટી-મોટી વાતો કરે છે. વાસ્તવમાં પક્ષની કે સંઘની મૂળ વિચારધારાની એક પણ ભાજપીને કંઇ પડી નથી. સોૈરાષ્ટ્રમાં વિધર્મી તત્વો બેફામ બન્યા છે. ગુન્હાખોરી, ટોળાશાહીથી દાદાગીરી કરે છે, આ સામે ભાજપનું કોઇ નેતુ અવાજ ઉઠાવતું નથી. ખાનગીમાં ભાજપના નેતાઓ લઘુમતીઓ સમક્ષ મુજરા કરતા હોય તેવી પણ લોકોમાં ચર્ચા છે.
હાલ સોૈરાષ્ટ્ર પર મોટો ખતરો મંડાયો છે. સાવરકુંડલા અને મોરબીની ઘટના ખતરાના સંકેત સમાન છે, પણ ભાજપી નેતાઓ કે તેની સરકાર આ અંગે જરા પણ સક્રિય દેખાતા નથી. સાવરકુંડલામાં વિધર્મી ટોળાએ સમાજ શ્રેષ્ઠી પર ખુલ્લેઆમ, હુમલા કર્યા આ ઘટનાનો આક્રોશ બે દિવસથી ફેલાયેલો છે. સમગ્ર મામલામાં સૌરાષ્ટ્રનો ભાજપ કંઇ બોલતો નથી. કોર્પોરેટર્સ, ધારાસભ્યો, સાંસદો હિન્દુત્વના નામે મત લઇને પોત - પોતાના સેટિંગમાં વ્યસ્ત હોય તેમ લાગે છે. જવાબદાર અધિકારીઓ પણ માલામાલ બનવા જ સોૈરાષ્ટ્રમાં ગોઠવાતા હોય તેવો માહોલ બની ગયો છે.
સોૈરાષ્ટ્રભરના લગભગ દરેક વિસ્તારોમાં ધાર્મિક અને ઘાતક ગુન્હોખોરી બેફામ બની છે. ગુજરાત સરકારને તો કંઇ પડી જ નથી, પણ સોૈરાષ્ટ્રની નેતાગીરી શા માટે ચૂપ છે? ભાજપીઓ - સંઘ શા માટે નિસ્ક્રીય છે? સોૈરાષ્ટ્ર ભડકે બળે તેની રાહ જુએ છે?
મોરબીમાં આક્રોશિત લોકોએ જે હલચલ આદરી છે તે ગુજરાતના શાસકોને સાવધાન કરનારી છે. મોરબીમાં તાજેતરમાં પાટીદાર સમાજના યુવા વર્ગે હથિયારોના લાયસન્સ માટે સામુહિક માંગ કરી છે. આ લોકોએ ગુન્હાખોરી સામે સ્વરક્ષણ માટે હથિયારો માંગ્યા છે.
વ્યાજખોરી, ગુંડાગીરી, દાદાગીરી, રોમિયોગીરી, લવ જેહાદ, હનીટ્રેપ, લુટફાટ વગેરે ગુન્હા બેકાબૂ બનતા જાય છે. લોકો ગુંડાઓથી ફફડતા રહે છે. પોલીસ તંત્રથી માંડીને ગૃહ મંત્રાલય - ગૃહ મંત્રીને લોકોની સલામતીની કંઇ પડી નથી. ગુન્હાખોરો છટકી જાય તે માટે નેતાઓ અને તંત્ર જ સેટિંગ કરી આપતી હોવાનું લોકો માનતા થઇ ગયા છે. આ ભયાવહ સ્થિતિ સામે કેટલું સહન કરવું? લોકોનો આક્રોશ જાગ્યો છે. હવે હથિયાર એ જ ઉકેલ દેખાઇ રહ્યો છે ?
ભાજપી શાસનના ટાબરિયા કંઇ ઉકાળી શકતા નથી. મુખ્યમંત્રી , ગૃહમંત્રી, પ્રધાનો અને ધારાસભ્યો મોટી-મોટી વાતો કરતા રહે છે, પણ ગુન્હાખોરી ડામવાની તેમની વૃત્તિ કે ત્રેવડ હાલમાં તો દેખાતી નથી. આ કારણે ગુન્હાખોર તત્વો ફાટીને ધૂમાડે ગયા છે. આ સ્થિતિ સૌરાષ્ટ્રના વર્તમાન અને ભવિષ્ય માટે ખતરા સમાન છે.
ભૂતકાળમાં એક લવર મૂછીયો ૫૦૦નું ટોળું લઇને ભાજપને ધ્રુજાવતું હતું. સૌરાષ્ટ્રમાં ત્રાસી ગયેલા હજારો લોકો માર્ગો પર આવશે. તો ભાજપીઓ અને અધિકારીઓ શું કરશે? સ્થિતિ શું થશે ? દશા શું થશે? ભાજપે રાજકીય દૃષ્ટિએ પણ સાવધાન થવું પડે તેવી સ્થિતિ ચોકકસ દર્શાય છે.
(9:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
