તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 2nd December 2024
પ્રદુષણ નિમંત્રણ દિવસ !
પ્રદુષણ નિયંત્રણને બદલે નિમંત્રણ જેવી સ્થિતિઃ ધરતી, હવા-પાણી બધું જ દૂષિત
મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીનો મુદે ઉકલવાની તૈયારી લાગી રહી છે. હવે દિલ્હીનો મુદ્્ો ગરમ થઇ રહ્યો છે. દિલ્હી ધારાસભાની ચૂંટણી આવી રહી છે. ઇન્ડિયા મોરચો તૂટી રહ્યાનો એંધાણ મળી રહ્યા છે. કેજરીવાલે એલાન કરી દીધું છે કે, અમે એકલા હાથે લડીશું. બીજી તરફ કોંગ્રેસ પણ ‘આપ' સાથે ગઠબંધન કરવા તૈયાર દેખાતી નથી. ભાજપે દિલ્હીમાં પરિવર્તન યાત્રા શરૂ કરી દીધી છે. અરવિંદ કેજરીવાલ પણ લોકો વચ્ચે જઇને પ્રવચનો કરવા લાગ્યા છે. જંગ રોમાંચક બનશે.
ચૂંટણીઓ આવતી - જતી રહે છે, પણ પ્રશ્નો લટકતા જ રહે છે. મુખ્ય મુદાઓની ચર્ચા પણ થતી નથી. દિલ્હીમાં શ્વાસ લેવો પણ અઘરો થઇ ગયો છે. યુનો કહે છે કે, દિલ્હીવાસીઓનું આયુષ્ય પણ ઘટી રહ્યું છે. શ્વાસ લેવાના પણ સાંસા પડી રહ્યા છે. આવા જીવલેણ મુદા ચૂંટણીના ચિત્રમાં જ ન આવે એ લોકશાહી વખાણવા લાયક ન ગણાય.
યોગાનું યોગ આજે રાષ્ટ્રીય પ્રદુષણ નિયંત્રણ દિવસ છે. વાસ્તવમાં ભારતની સ્થિતિ પ્રદુષણ નિયંત્રણને બદલે પ્રદુષણ નિમંત્રણ જેવી છે. પ્રદુષણ અંગેના કાયદા છે. પ્રદુષણ નિયંત્રણ બોર્ડ છે. દેશભરમાં પ્રદુષણ નિયંત્રણ માટેનું મહાકાય તંત્ર છે, છતાં પ્રદુષણ વધતું જ જાય છે. કાયદા નબળા છે, તેનો અમલ પણ મનસ્વી રીતે થાય છે. મોટા ભાગે પ્રદુષણના બહાને સેટિંગ જ ચાલતા હોય તેમ લાગે છે.
ગુજરાતના પણ અનેક વિસ્તારો જીવલેણ પ્રદુષણના ભરડામાં આવી રહ્યા છે. રાજયમાં ભૂગર્ભ જળ પ્રદુષિત થઇ ગયા છે. વિવિધ કેમિકલ્સ પાણીમાં ભળી ગયા છે. જળાશયો પણ પ્રદુષિત થઇ ગયા છે. ધરતી પણ ઝેરી બની ગઇ છે. વિવિધ કેમિકલ્સના કારણે જમીનના પ્રાકૃતિક તત્વો નાશ પામી રહ્યા છે. બેફામ ભેળસેળના કારણે ખોરાક ઝેરી બન્યા છે.
હવા-પાણી-ખોરાક-ધરતી બધું જ પ્રદુષિત બન્યું છે. આ સમસ્યામાં પણ કાયદાના પાલનના નામે સેટિંગ ચાલે છે. જે કાર્યવાહી થાય છે એ માત્ર દંડ વસુલવાના ધ્યેયથી જ થતું હોય તેમ લાગે છે. ગંભીરતા જાણ્યા વગર દંડ વસુલીને કે સેટિંગ કરીને કેસનું ફિંડલું વાળી દેવાય છે.
રાષ્ટ્રીય પ્રદુષણ નિયંત્રણ દિવસ ભોપાલમાં થયેલી ગેસ ગળતર દુર્ઘટનાની યાદમાં ઉજવાઇ રહી છે. ભયાવહ દુર્ઘટનાઓ ફરીથી જ થાય અને પ્રદુષણ ઓછું થાય એ ઉdeશથી ઉજવણી થાય છે. દુર્ઘટનાઓ કે પ્રદુષણ કાબૂમાં આવવાને બદલે વધતા જ જાય છે. રાજકોટમાં ભયાવહ અગ્નિકાંડ થયો, આ કાંડને ભૂલવાડી દેવાના ખેલ ચાલતા હોય તેમ નથી લાગતું ?
પર્યાવરણ રક્ષાના નામે નાટક કરતી સંસ્થાઓ રેલી કાઢે છે, સૂત્રો પોકારે છે. રેલીના વાહનો પ્રદુષણ ફેલાવે છે. સુત્રો પોકારવાથી માંડીને ભાષણો કરવાથી પણ ધ્વનિ પ્રદુષણ વધે છે. આને પ્રદુષણ નિયંત્રણ દિવસ કહેવાય કે નિમંત્રણ...?
(9:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
