તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 4th December 2024
GST આક્રમણઃ કીડીને કોશનો..
કરવેરા સહન થાય તેવા હોવા જોઇએઃતોતીંગ વેરા કરચોરી કરવા પ્રેરે
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેના દિવસ ભરાયા હોય તેમ લાગે છે. મહારાષ્ટ્રના પરિણામો બાદ ખડગેએ કહ્યું કે, લોકોને રસ નથી તેવા એકના એક મુદાથી કોંગ્રેસ દુર રહેવું જોઇએ. આ નિવેદન રાહુલ ગાંધી સામે હતું. અદાણી, બંધારણ જેવા મુદા લઇને રાહુલ સતત વિરોધ કરે છે. અનેક વખત લોકોએ ફગાવી દીધા છતા હજુ એ જ મુદે રાહુલનો બકવાસ ચાલે છે ગઇકાલે અદાણી મુદે સંસદમાં સપા- તૃણમૃલે પણ સાથ છોડી દીધો, છતા રાહુલ એ મુદે જ વિરોધ કરતા રહ્યા ખડગેનું નિદાન પરફેકટ છે, પણ કોંગ્રેસમાં નેહરૂ ખાનદાન સામે કંઇ બોલવું એ પાપ ગણાય છે. ખડગે પાપ કરી ચુકયા છે, હવે ખડગેનો વિકલ્પ શોધાતો હશે.
લોકોને સીધી અસર કરે તેવા રિયલ મુદાઓનો પાર નથી પણ રાહુલની નજર એ તરફ જતી જ નથી. કરવેરા- GSTનું વર્તમાન માળખું દેશના કરોડો વ્યાપારીઓ- ઉત્પાદકોને પરેશાન કરી રહ્યું છે. વિચિત્ર પ્રક્રિયાના કારણે વ્યાપાર જગત ત્રાહીમામ છે. આ માળખુ સુધારવાને બદલે GSTમાં ૩૫ ટકનો નવો સ્લેબ લાદવા ભલામણ થઇ છે. સમાજ માટે અહિત કરનારા વ્યવસાયો અતિ મોંઘા બને તે જરૂરી હશે, પરંતું તોતીંગ વેરાના સ્લેબ સામાન્ય ચીજ-વસ્તુઓ પર પણ લાદી દેવામાં આવે છે. આ પ્રવૃતિ જે તે વ્યવસાય અને તેની સાથે જોડાયેલા નાના વ્યાપારીઓ માટે ગળાટૂપા સમાન બની જાય છે.
કપડા, સિગારેટ, ઠંડાપીણા વગેરે મોંઘા થાય તેવી સંભાવના વ્યકત થઇ છે. હાલ મોટાભાગના વ્યવસાયીક્ષેત્રો તીવ્ર સંઘર્ષ કરી રહયા છે. મોટા ભાગના વ્યવસાય ખુલ્લા પડી ગયા છે. નફાના માર્જીન ઘટી ગયા છે. કરવેરાથી માંડીને વિવિધ પ્રકારની સરકારી દખલ બેહદ વધી છે. અધિકારીઓ પોતે રાજા હોય તેમ માર્કેટમાં મહાલ રહ્યા છે. GSTનું માળખું પણ હજુે આદર્શ બન્યું માળખુ પણ હજુ આદર્શ બન્યું નથી આ સ્થિતિમાં વેરાવધારો ઝીંકાય તો કીડીને કોશના ડામ જેવી સ્થિતિ થશે. વ્યસનો મોંઘા થાય તે સામે વાંધો નથી, પરતું ગુજરાત જેવા રાજયોમાં ગેરકાયદે દેશી દારૂ એક રૂપિયાના વેરાવગર બેફામ વેચાઇ રહ્યો છે. તેનું શું?
તંત્ર ખુદ ગોટે ચઢેલું હોય તેમ ાગે છે. તોતીંગ વેરાથી કરચોરી તરફ વળવું અનિવાર્ય જેવું બની જતું હોય છે. આヘર્ય એ છે કે, GSTઅમલને. લાંબો સમય થયો છતા પેટ્રોલ-ડીઝલને GSTમાં સમાવાયા નથી. આ બાબત સરકારની વૃતિ સામે સવાલો સર્જનારો છે.
વિચિત્ર કરનીતિથી દેશનું સમગ્ર વ્યવસાયીજગત પરેશાન છે, આ મુદો વ્યાપક- રીયોલ અને સ્ટ્રોંગ ગણાય , પણ રાહુલના દિમાગમાં બતી થતી નથી કોંગ્રેસ હાથે કરીને પોતાનું પતન નોતરે છે. ખડગેએ પાવર દેખાડીને રાહેુલ સામે જ આકરા પગલા લેવા જોઇએ.
(10:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
