<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th December 2024

ઇલ્‍તિજા વિચાર જ ઝેરી વાયરસ

મોટાભાગનાં દેશોમાં લઘુમતી સમુદાયની દશા ખરાબઃ ભારતમાં બહુમતી બિચારા જેવી...

 

દરરોજ મીડિયામાં હજારો સમાચારોનો પ્રવાહ વહે છે. અમુક સમાચારો છટકી જાય છે. મહત્‍વના સમાચારને મીડિયામાં પૂરતું સ્‍થાન મળતું નથી. ગઇકાલે વિપક્ષના ખ્રિસ્‍તી સાંસદોની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ખ્રિસ્‍તી સમુદાયની સુરક્ષા અને સ્‍થિતિ અંગે ચિંતન થયું હતું.

આ પ્રકારના લઘુમતી સમુદાયો ભારતમાં જન્‍મે છે, જીવે છે, મરે છે, પોષણ-પૈસા-પ્રસિધ્‍ધિ મેળવે છે, સુખ ભોગવે છે, પણ કયારેય દેશની ચિંતા કરવા કે બહુમતી સમુદાયનો આભાર માનવા માટે બેઠક બોલાવી નથી. લઘુમતી ટોળા મોટાભાગે બહુમતી સમુદાયને ભાંડવા ધંધે લાગેલા હોય છે.

કેનેડાથી બાંગ્‍લાદેશ સુધીના પટ્ટાનો અભ્‍યાસ કરો. ગઇકાલે જ કેનેડામાં લઘુમતી હિન્‍દુ સમુદાયના બે યુવાનોની અકારણ હત્‍યા થઇ. અનેક દેશોમાં વર્તમાન સમયમાં લઘુમતીઓની દશા ખરાબ છે. બાંગ્‍લાદેશમાં તો ત્‍યાંના લઘુમતી સમુદાય હિન્‍દુઓ પર રાક્ષસી હુમલા ચાલી રહ્યા છે.

જો કે લઘુમતી સમુદાય પરેશન હોય તેમાં કંઇ નવું નથી. આ પ્રકૃતિનો નિયમ છે. જે દેશમાં જે સમુદાયની બહુમતી હોય તેને કેન્‍દ્રિત રાજનીતિથી માંડીને વિવિધ સ્‍થિતિ હોય. આ નિયમાનુસાર ભારતમાં છેલ્લા દશ વર્ષથી મોદીજીના નેતૃત્‍વમાં બહુમતી પ્રભાવી રાષ્‍ટ્રીય રાજનીતિ છે. જો કે આ શાસનમાં પણ મોટાભાગનાં રાજયોમાં બહુમતી હિન્‍દુઓ જ ફફડતા રહે છે. ભારતમાં સવા અબજની વસ્‍તી છે, જેમાં ર૦ ટકા પણ લઘુમતી સમુદાય નથી. હિન્‍દુ સમુદાયની ઉદારતાથી માંડીને જતું કરવાની કે ભયની મનોવૃત્તિના કારણે લઘુમતી સમુદાય પ્રભાવી સ્‍થિતિમાં છે.

બહુમતીનો આભાર માનવાને બદલે દરરોજ વિચિત્ર પ્રમાણપત્રો આપવામાં આવે છે. કાશ્‍મીરમાં રાજયો જેવા બનીને સત્તામાં અને સમૃધ્‍ધિમાં આળોટનાર મુફતી પરિવારની જીવડી મોહબુબા મુફતીની ટાબરિયા જેવી દીકરીએ પ્રમાણપત્ર આપતા કહ્યું કે, ભારતમાં હિન્‍દુત્‍વ મોટી બિમારી છે.

આઝાદીના ૭૦ વર્ષ બાદ ભારતમાં પ્રથમ વખત હિન્‍દુ પ્રભાવી રાજનૈતિક દાયકો ચાલે છે. અત્‍યાર સુધી દેશની રાષ્‍ટ્રીય રાજનીતિમાં લઘુમતીઓ પ્રભાવી હતાં. હિન્‍દુ સમુદાયને મોતના સૌદાગરથી માંડીને ભગવા આતંકવાદના પ્રમાણપત્રો અપાયા આ ગામના કારણે હિન્‍દુ સમુદાયનું થોડું હિન્‍દુત્‍વ જાગૃત થયું અને ત્રણ ટર્મથી કેન્‍દ્રમાં સરકાર ચાલે છે. આ બાબત લઘુમતી સમુદાય સહન કરી શકતો નથી અને દરરોજ પરેશાન કરવાનો પ્રયાસ થાય છે.

સવા અબજની વસ્‍તીમાં એક અબજથી વધારે હિન્‍દુઓ છે. થોડું હિન્‍દુત્‍વ જાગૃત થયું તો પણ કેન્‍દ્રમાં કોઇ સરકાર હલાવી શકતું નથી. વાસ્‍તમાં બહુમતી કટ્ટર થાય તો શું થાય ? જો કે કૃરતા સમુદાયનું સ્‍વભાવિક લક્ષણ નથી.

ભારતના માહોલની લઘુમતી સમુદાયને કદર હોય તેમ લાગતું નથી. હિન્‍દુત્‍વને બિમારી કહેનારા ખુદ ઝેરી વાયરસ જેવા છે. ઝેરની દવા તત્‍કાળ ન થાય તો ઝેર પૂરા શરીમાં ફેલાય છે. મોદીજી, આવા ઝેરી જીવડાની દવા કરવી જરૂરી છે. અને સરકારની ફરજ પણ છે. બહુમતીને સન્‍માન ન મળે તો કંઇ નહિ, અપમાનથી તો દૂર રાખો.

(9:57 AM IST)