<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th December 2024

બંધારણ કયારેય જડ ન હોય...

સ્‍થિતિ અનુસાર નીતિનિયોમો બને , સ્‍થિતિ બદલે તો નીતિ-નિયમો પણ બદલે તેમાં વાંધો શું હોય?: રાજકીય ચશ્‍મા ઉતારો

 

  

 મહારાષ્‍ટ્રમાં સરકાર રચાઇ ગઇ, પણ ડખ્‍ખા ચાલું જ છે. મહારાષ્‍ટ્રની રાજનીતિમાં હજુ પણ મોટી ઉથલ-પાથલના સંજોગો છે. ધારાસભ્‍યોના ટોળા ભાગા-ભાગી કરીને રાજકીય બવંડર સર્જી શકે છે. ચૂંટાયેલું નેતું  મનફાવે તે  પક્ષમાં જઇ-આવી શકે તેવા અધિકારના કારણે સરકારો બદલાતી રહે છે રાત્રે સીએમ હોય તે સવારે ઓરીજીનલ કોમનમેન બની જતા વાર લાગતી નથી. ધારાસભ્‍યો-સાંસદો- ચૂંટાયેલા  નેતા-નેતી ઓ પક્ષ બદલે તો દશ વર્ષ ચૂંટણી લડી ન શકે તેવા નિયમની જરૂર નથી?

એક સમયે રાજનીતિમાં લોકનિષ્‍ઠ-રાષ્‍ટ્રનિષ્‍ઠ નેતાઓ હતા આજે  નેતુ ગુજરીબજારમાં વેચાઇ રહ્યું છે. સ્‍થિતિ બદલી  ગઇ છે, નેતાના પક્ષાંતરની નીતિ પણ બદલવી જરૂર નથી?

લોકસભા-ધારાસભામાં બંધારણ અંગે ચર્ચા ચાલી રહી છે. કોંગ્રેસ-ખાસ કરીને રાહુલ ગાંધી  બંધારણ બદલાઇ રહ્યાનો સતત આક્ષેપો કરે છે, છેલ્લા પાંચ વર્ષથી  નિરંતર પ્રચાર કરે છે.  આ મુદો કેટલો વાસ્‍તવિક છે?

બંધારણ મુજબ જીવવું દરેક નાગરિકની ફરજ છે, પરંતુ યાદ રાખવા જેવી બાબત  એ છે કે, બંધારણ ગીતાજી જેવો ગ્રંથ નથી. જે તે સમયે દેશની સ્‍થિતિ પ્રમાણે નિયમો -કાયાદ-નીતિ બની હોય છે, જે બંધારણ કહેવાય બંધારણ કયારેય જડ ન હોય.  દેશની સ્‍થિતિમાં પરિવર્તન આવે ત્‍યારે નીતિ-નિયમો પણ પરિવર્તીત થાય, તે સાવ સામાન્‍ય બાબત છે. નીતિ-નિયમોમાં બદલાવ વિશેષ પ્રક્રિયાથીફ કરવાનો પણ લોકશાહીમાં નિયમ છે. એ પ્રક્રિયા પ્રમાણે જ કાયદા બદલાય તો વાંધાજનક કંઇ ન ગણાય.

જો કે બંધારણમાં ફેરફાર પાછળની વૃતિ મહત્‍વની ગણાય. ભાજપ સમાન નાગરિક ધારો લાવે છે. આ કાયદો સંધના એજન્‍ડામાં વર્ષોથી છે. ભાજપ માત્ર રાજકીય લાભ લેવા જ કાયદો  લાવે તો વૃતિ સારી ન ગણાય. દેશમાં દરેક નાગરિક સમાજ ગણાય તે  આવકાર્ય છે, પણ કાયદામાં બદલાવ થયા બાદ સ્‍થિતિ ન બદલે તો શાસનની નિષ્‍ફળતા ગણાય. બંધારણમાં અસંખય કાયદા-નિયમો એવા છે, જે અમલમાં છે, પણ વાસ્‍તવમાં એ અમલમાં  જ નથી. આવા કાયદાનો મતલબ ખરો? આ અંગે વિપક્ષે વિરોધ કરવો જોઇએ.

કોંગ્રેસ બંધારણમાં બદલાવનો વિરોધ કરે છે, પણ મોદીજીએ આંક જાહેર  કરીને સાબિત કર્યુ કે, કોંગ્રેસ સરકારે હજારો વખત બંધારણમાં ફેરફારો કર્યા છે.

જો કે એ ભાજપ- કોંગ્રેસનો મુદો જ નથી. રાજકીય ચશ્‍મા ઉતારી ને જુઓ રાહુલ કે કોંગ્રેસને બંધારણ પર પ્રેમ નથી તેને રાજનીતિની પડી છે. બંધારણ ગ્રંથ અને મનુસ્‍મૃતિને દર્શાવીને વિરોધ કરે છે., તે દલિત-સવર્ણોને અલગ પાડવાના ખેલથી વિશેષ  કંઇ નથી

લોકોએ રાજનિતિ પાછળ ઢસડાવાને બદલે જાગૃત બનીને રાજનિતિને રાષ્‍ટ્રનીતિ તરફ વાળવાનો પ્રયાસ કધરવો જોઇએ. 

(10:01 AM IST)