<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th December 2024

ભૂત ધૂણે ભૂતકાળનું...

રાજનીતિમાં ભૂતકાળના વિવાદો જ છવાયેલા રહે છેઃ વર્તમાન કે ભવિષ્‍યને સકારાત્‍મક બનાવવામાં રસ નથી

 

 આધ્‍યાત્‍મિક  સુત્ર છે, વર્તમાનમાં જીવો. ભૂતકાળમાં જે બની  ગયું તેમાં કોઇ ફેરફાર  શકય નથી. ભવિષ્‍યનું આયોજન થાય, પરંતુ પરિણામો આપણા  હાથમાં નથી.  વર્તમાન જ આપણા હાથમાં છે, જેને જો કે ભારતીય આધ્‍યાત્‍મિકતાનું  એ શ્રેષ્‍ઠ સુત્ર ભારતમાં જ કોઇ સમજતું નથી કોઇ પણ દેશમાં રાજનીતિ મહત્‍વનું ક્ષેત્ર હોય છે. રાજનીતિ દેશની ડ્રાઇવિંગ સીટ પર બિરજમાન હોય છે. રાષ્‍ટ્રની દિશા નકકી કરવાની જવાબદારી રાજનૈતિકક્ષેત્ર પર છે. જવાબદારી રાજનૈતિક ક્ષેત્ર પર ભારતમાં રાજનીતિ મોટાભાગે રિવર્સમાં જ ડ્રાઇવિંગ કરતી હોય છે. ભુતકાળના વિવાદો જ વર્તમાન રાજનીતિમાં હાવી રહે છે. એ અંગે આક્ષેપો-પ્રતિઆક્ષેપો નિરંતર થતા રહે છે.

નેહરૂ, ગાંધીજી, સાવરકર, ડો. આંબેડકર, ડો. હેડગેવાર, સરદાર પટેલ વગેરે  ઐતિહાસિક પાત્રોને લઇને સામસામે આક્ષેપોનો મારો ચાલતો રહે છે. આવા વિવાદોનો કંઇ અર્થ નથી, પણ રાજકારણીઓ દેશના વર્તમાન કે ભવિષ્‍ય પર નજર જ નથી કરતા.

વન નેશન વન ઇલકેશન ખરડાની ચર્ચામાં બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરજી જ સતત  છવાયેલા રહ્યા. શાસક અને વિપક્ષ  એકબીજાને વિલન  બતાવવા મરણિયા બન્‍યા છે. ભૂતકાળના વિવિધ મુદે માત્રને માત્ર આક્ષેપો જ ચાલે  છે. આક્ષેપો સામે કોર્ટ કાર્યવાહી પણ થતી નથી. રાજકીય ટાઇમપાસથી માંડીને રાજકીય  રણનીતિ  અને મનોરંજનના ભાગરૂપે ભૂતકાળને જ ધૂણતા રાખવામાં આવે છે. તર્ક  ઉપર તર્ક અને આક્ષેપો ઉપર આક્ષેપો તેનો કોઇ  ઉકેલ કે અંત જ નહી...

આવી રાજનીતિનો કોઇ  મતલબ ખરો? ૭૦ વર્ષોથી ભુતકાળ જ ચર્ચાઇ રહ્યો છે, શું લોચો લઇ લીધો? કોઇ પણ દેશ માટે ઇતિહાસ ખૂબ મહત્‍વનો છે. ઐતિહાસિક  ઘટનાઓ અને પાત્રા માંથી પ્રેરણા લેવાની હોય છે. ઉતમ ઘટનાઓમાંથી શીખવાનું  હોય છે. નબળી ઘટનાઓ ચેતવણી સમાન ગણાય, આવી ભૂલો ફરી ન થાય તે માટે સાવધ રહેવાનું હોય છે. ભારતમાં ભૂતકાળ એટલે કે ઇનિહાસ પ્રેમીઓઅ જાણકારો ખૂબ છે, પરંતુ ઇતિહાસ ના પાત્રોને વિવાદી દર્શાવીને તેને જાપ કરવા સિવાય રાજનીતિમાં કશું થતું નથી. ભાજપીઓ કાયમ નેહરૂને વિલન દર્શાવે છ, સરદારને હારો ગણાવે છે. કોંગ્રેસ નેહરૂને હીરો ગણાવે છે, સાવરકરને વિલન દર્શાવે છે. આવા અસંખ્‍ય પાત્રોમાં રાજકીય માઇન્‍ડ રહે છે.

 વાસ્‍તવિકતા એ છે કે, નેહરૂ, સરદાર, ગાંધી, આંબેડકરજી કે સાવરકરને ફાલતુ નેતાઓના પ્રમાણપત્રોની જરૂર નથી. ભાજપીઓ  સરદારના જાપ જપે  છે, પરંતુ સરદાર જેવી નીતિ અપનાવવા પક્ષ કેમ પ્રયાસ નથી કરતો? રાહુલ-કોંગ્રેસ નેહરૂના  જાપ જપે  છે,  પરંતુ નેહરૂ જેટલી પ્રચંડ લોકપ્રિયતા પ્રાપ્‍ત કરવાની રાહુલ- પ્રિયંકામાં ત્રેવડ કે તૈયારી   નથી. 

પક્ષો-નેતાઓ ઐતિહાસિક ઘટનાઓ પાત્રોનો ગેર ઉપયોગ કરે છે, લોકોએ આક્રમક  બનીને બ્રેક મારવા મજબૂર કરવા જોઇએ.

(10:03 AM IST)