તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 23rd December 2024
ર૩ દિવસ વાવણી, વર્ષો સુધી લણણી
રાષ્ટ્રીય કિસાન દિવસઃ ચરણસિંઘની રાજનૈતિક ખેતી આદર્શ ન હતી...
આજનો દિવસ ઐતિહાસિક છે. ર૩ ડિસેમ્બરે રાષ્ટ્રીય કિસાન દિવસ તરીકે ઉજવાય છે. પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહનો જન્મ દિન કિસાન દિવસ તરીકે મનાવવામાં આવે છે.
ભારત ખેતી પ્રધાન દેશ છે. મોટભાગની વસ્તી કૃષિક્ષેત્ર સાથે સંકળાયેલી છે. દેશના મોટાભાગના ઉદ્યોગકારો-નેતાઓને દાયકાઓ સુધી ખેતી-વાડી સાથે નાતો રહ્યો ન હોય, છતાં પોતાને ખેડૂત ગણાવીને લાભ કે ગેરલાભ લે છે. રાજનીતિ જાતિ-ધર્મ આધારિત બની ગઇ છે, પણ ખેડૂતો દરેક જાતિ-ધર્મના છે દેશમાં સૌથી મોટો મત સમુદાય ખેડૂતો છે. આ કારણે નેતાઓ-પક્ષો ખેડૂત પ્રેમી હોવાના નાટક કરે છે.
ચોૈધરી ચરણસિંહ પણ ખેડૂત નેતા તરીકે ઉભર્યા હતા. તેઓ પૂર્વ વડાપ્રધાન ગણાય છે, પરંતુ માત્ર ૨૩ દિવસ વડાપ્રધાન રહ્યા હતા. સંસદનો સામનો કયારેય કર્યો નથી. ૨૩ દિવસમાં રાજીનામું આપવું પડયું. બાદમાં પાંચ મહિના રખેવાળ સરકાર ચલાવી હતી.
થોડા ઊંડા ઉતરો તો મુદ્ો વધારે સમજાશે. ઇન્દિરા ગાંધીએ કટોકટી લાદ્યા બાદ દેશભરમાં તેમની સામે આક્રોશ હતો. જયપ્રકાશક નારાયણની આગેવાનીમાં વિપક્ષો એક બનીને કોંગ્રેસ સામે લડયા. ઇન્દિરાજીની આગેવાનીમાં કોંગ્રેસ પરાજિત થઇ. મોરારજી દેસાઇના નેતૃત્વમાં પ્રથમ બિન કોંગ્રેસી સરકાર દેશને મળી હતી. આ સરકારમાં ચરણસિંહ ગૃહમંત્રી બન્યા હતા અને ઇન્દિરા ગાંધીનો ધરપકડ કરવાનુ પરાક્રમ કર્યું હતું. ચરણસિંહ કોંગ્રેસના હળાહળ વિરોધી હતા. કોંગ્રેસના સત્તાનો પાવર દેખા કર્યા હતા.
રાષ્ટ્રીયસ્તરે પ્રસિધ્ધી મળતા ચરણસિંહ હવામાં આવી ગયા હયેલ. વડાપ્રધાન બનવાના અભરખા જાગ્યા. ધર્મ વિરોધી ઈન્દિરાજીના ચરણોમાં આવ્યા હતા. મોરારજી સરકારમાં બળવો કાર્યો અને કોંગ્રેસના ટેકાથી વડાપ્રધાન બનવાના અભરખા પુરા કર્યા. ઇન્દિરા ગાંધી મલકાતા હતા. મોરારજી સરકાર ઉથલી ગઇ હતી. ચરણસિંહની ચોટલી હાથમાં આવી ગઇ હતી. ર૩ દિવસ બાદ ચરણસિંહ સરકાર વિશ્વાસનો મત પ્રાપ્ત કરે તે પુર્વે જ ઇન્દિરાજીએ ટેકો પાછો ખેંછી દીધો અને ચરણસિંહ સરકાર ગબડી ગઇ. ઇન્દિરા ગાંધીએ હારેલી બીજી જીતમાં પલટાવીને ફરીથી કોંગ્રેસનુઁ સામ્રાજય સ્થાપ્યું, જે વર્ષો સુધી શાસનમાં રહયું.
ચૌધરી ચરણસિંહનો સત્તા ભુખાના કારણે વિપક્ષી રાજનીતિ ડલ થઇ હતી. જો કે રાજનીતિનો ઇતિહાસ તપાસો તો ચરણસિંહ મહાન કિશાન નેતા ક્રાઁતિકારી નિર્ણયો કરનારા દેખાશે. તેઓએ યુપીના મુખ્મમંત્રી તરીકે થોડા પ્રેરક નિર્ણયો કર્યા હતા, પણ રાષ્ટ્રીય રાજનીતિમાં વિલનની જ ભૂમિકા રહી હતી.
માત્ર ર૩ દિવસ વડાપ્રધાન રહયા બાદ હજુ ચૌધરી પરીવાર રાજનીતિમાં લણણી કરતો રહયો છે. ચરણસિંહનો પૌત્ર એમ.ડી.એ.નો સાથીદાર છે. આ કારણે ચરણસિંહને ભારતરત્ન પણ મળી ગયું છે. વાસ્તવમાં આદર્શ કે કૃષિ નેતાગીરી રહી ન હતી.
ખેડુતોએ રાજનીતિના ચકકરમાં પડવા જેવુ નથી. ગુજરાતના અનેક નેતાઓ પોતે ખેડુત પરિવાર હોવાનો દાવો કરે છે, પણ મોટાભાગનાં નાના-મોટા ચરણસિંહો જ છે ખેડુતોએ જાત મહેનત પર ભરોસો કરવો જોઇએ. ખેડુત મુશ્કેલીમાં હોય ત્યારે રાજકીય જીવણ લાભ ખાટવા પહોંચી જાય છે, વાસ્તવમાં આ લોકોને ખેડુત કે ખેતીની કંઇ પડી નથી. સહાયના બટકા ફેંકીને મત મેળવવા ખેલ નાખે છે.
(10:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
