News of Thursday, 26th December 2024
ઉલ્ટા નહિ,કાચ વગરના ચશ્મા!
સકારાત્મક કોમેડી સર્જવી સૌથી કઠીન કાર્યઃ આ ગોૈરવ પ્રાપ્ત કરનાર સિરિયલ હાલ હાસ્યાસ્પદ બની ગઇ...
સાહિત્ય સર્જન અસામાન્ય પ્રવૃતિ છે સાહિત્યમાં પણ નિરંતર સરકાત્મક કોમેડી સર્જવી એ સાહિત્યનો ચમત્કાર જ ગણાય. આ ચમત્કાર ગુજરાતી હાસ્ય લેખક તારક મહેતા કરી ચુકયા છે. ચિત્રલેખા મેગેઝિનમાં વર્ષો સુધી ‘ દુનિયાને ઊંધા ચશ્મે' નામની કોલમ ચલાવી આ કોલમે વિશેષ વાચક વર્ગ સર્જયો હતો.કોઇ લેખક માટે આ સિધ્ધિ અને પ્રસિધ્ધિ પ્રાપ્ત કરનાર સ્વ. તારક મહેતાનો આજે જન્મદિન છે. ૨૬ ડિસેમ્બર ૧૯૨૯ ને દિને તારકભાઇનો જન્મ થયો હતો.
સકારાત્મક કોમેડી દ્વારા પ્રચંડ લોકપ્રિયતા પ્રાપ્ત કરનાર તારકભાઇની લેખમાળા પરથી આશિતભાઇ મોદીએ હિન્દી ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા બનાવી. લેખમાળાના પાત્રો પડદા પર જીવંત કર્યા આશિતભાઇની ટીમે તારક ભાઇની ઓરીજીનલ લેખમાળામાં વિશેષ દૃષ્ટિકોણ અને સર્જનાત્મકતા ઉમેરીને વધારે રસપ્રદ બનાવી.
આ સિરિયલ પણ પ્રચંડ લોકપ્રિય બની. મોટાભાગની મોટાભાડની સિરિયલો પારિવારિક ત્રાસદાયક ષડયંત્રો દેખાડતી હતી. આવી સિરિયલોથી દર્શકોના મન અને પારિવારિક માહોલમાં નકારાત્મક અસરો થતી હતી. આવા સમયે તારક મહેતા... સિરિયલ આવી હતી. નિર્દોષ-સકારાત્મક કોમેડી દેશના ખૂણે-ખૂણે દર્શકોના દિલો-દિમાગ પર છવાઇ ગઇ. ટીઆરપીમાં ટોપ પર વર્ષો સુધી રહેવું એ પણ અસામન્ય બાબત ગણાય. આ ચમત્કાર આશિતભાઇ અને તેની ટીમે કરી દેખાડયો છે.
સાધકને સિધ્ધિ મળે ત્યારે તેનામાં નરમી આવવી જોઇએ. અહમ આવે તો સિધ્ધિ બાશિપ ભવન થઇ જાય. પ્રચંડ લોકપ્રિયતા અને જોરદાર સફળતાથી આશિતભાઇ અને તેની ટીમ હવામાં ઉડવા લાગી સમગ્ર સફળતા ટીમવર્કથી જ સંભવ બને છે. આ ટીમનાબોસ અને મોટાભાગના સભ્યો સફળતાનું કારણ ખુદને માનવા લાગ્યા.
ટીમમાંથી ઘણાં છૂટા થઇ ગયા, ઘણાને છૂટા કરી દીધા. વિવાદો થયા. બોસે પણ સમજદારી ન દાખવી. આજે પણ આ સિરિયલ ચાલે છે, પણ કેવી છે? નિર્દોષ હાસ્ય પીરસવાનો ચમત્કાર કરનાર સિરિયલ ખુદ હાસ્યસ્પદ બની ગઇ છે. સ્ક્રીપ્ટ રાઇટિંગના ઠેકાણા નથી. સિરિયલમાં શ્રેષ્ઠ અભિનય આપતા પાત્રોના સ્તરમાં ઘટાડો થયો છે. પડદા પર આશિતભાઇસ્વયં પ્રગટ થાય ત્યારે દર્શકોને એવો વિચાર આવતો હશે કે આપણે પહેલા કફનો ઇલાજ કરવો જોઇએ. સિરિયલ પોતે જ પોતાના પતનનું પ્રમાણપત્ર આપે છે. તારક મહેતા.. સિરિયલના નવા એપીસીડ કરતા જૂના એપીસોડની ટીઆરપી વધારે છે! નવી ટીમ કેનવી સ્ક્રીપટ દર્શકોને ઝકડી રાખવા સક્ષમ દેખાતી નથી.
મજાની બાબત તો એ છે કે હજુ હવામાં ઉડવાનું બંધ થયું નથી આ સ્થિતિને નીહાળવા તારકભાઇ સદેહે હાજર નથી તે સારી બાબત ગણાય. આશિતભાઇ હવે ઉલ્ટાને બદલે કાચ વગરના ચશ્મા દર્શકોને પહેરાવી રહ્યા છે. શ્રેષ્ઠ સાહિત્ય અને શ્રેષ્ઠ અભિનયની દશા બાધા અને મગન જેવી થઇ ગઇ છે.
(9:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
