<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th December 2024

મોતના માહોલમાં પણ રાજકીય જલ્‍સો!

મનમોહનસિંઘના નિધન મામલે પણ રાજકીય લાભ લેવા પ્રયાસઃ સ્‍મારક વિવાદ

અજાણ્‍યા માણસનું નિધન થાય તો પણ આપણે મોતનો મલાજો જાળવતા હોઇએ છીએ. મૃત્‍યુ એ શોકનો વિષય છે. દુશ્‍મનને પણ સધિયારો આપવાની આપણી પરંપરા છે. મૃત્‍યુ ને સન્‍માન આપવાની આ પરંપરા છે. જો કે મતની રાક્ષસી ભૂખ ધરાવતી રાજકીય જમાત મૃત્‍યુના માહોલમાં પણ મતનો છપ્‍પન ભોગ આરોગવા થનગનતી રહે છે.

પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહાના નિધન બાદ રાષ્‍ટ્રીય શોક જાહેર થયો હતો. મહત્‍વના કાર્યક્રમો સ્‍થગિત થયા હતાં. આ ગંભીર માહોલમાં મનમોહનજીને લઇને જ રાજકીય ખેલ શરૂ થઇ ગયા હતાં. કોંગ્રેસે મનમોહનના સ્‍મારક વિવાદને છોડીને માંગણી કરી હતી કે, એ સ્‍થાને અંતિમવિધિ કરો, જયાં સ્‍મારક બની શકે.

મનમોહનજી વડાપ્રધાન હતા, પણ વિશિષ્‍ટ વ્‍યકિતત્‍વ કોંગ્રેસ માટે હોઇ શકે છે, દેશ માટે તો પૂર્વ વડાપ્રધાન અને આદરણીય નેતા જ ગણાય. તેના માન-સન્‍માન અને આદર સાથે અંતિમવિધિ થઇ હતી.

રાજકીય સમીક્ષકો કહે છે કે, કોંગ્રેસ જાણતી હતી કે, કેન્‍દ્ર સરકાર સ્‍મારક અંગેની  માંગનો અસ્‍વીકાર કરશે, આ મુદ્‌્‌ે સરકારને ઘેરી શકાશે. આ કારણે સ્‍મારકનો મુદ્‌્‌ો ઉછાળીને રાજકીય લાભનો પ્રયાસ કર્યો હતો.

જો કે પૂર્વ રાષ્‍ટ્રપતિ સ્‍વ. પ્રણવ મુખરજીના પુત્રીએ કોંગ્રેસને જ બેનકાબ કરી હતી. પ્રણવદા કોંગ્રેસના નેતા હતાં. તેઓ રાષ્‍ટ્રીયસ્‍તરે પ્રભાવ ધરાવતા હતાં. તેઓ નિર્ણાયક નેતાગીરી કરવા સક્ષમ હતા, પણ કોંગ્રેસે શાસનની ધુરા આપવાને બદલે રાષ્‍ટ્રપતિ બનાવી દીધા હતાં. પ્રણવદાના પુત્રીએ આક્ષેપ કર્યો કે, કોંગ્રેસ એટલે કે નેહરુ ખાનદાને મનમોહનસિંહજીને મૃત્‍યુ બાદ માન આપ્‍યું, તેટલું માન મારા પિતાને નથી આપ્‍યું. કોંગ્રેસે શોકસભા પણ યોજી ન હતી....

મૃત્‍યુના માહોલમાં આવા આક્ષેપો કે તુલના શોભતા નથી. રાજકીય જમાત ગમે તે માહોલમાં રાજનીતિ ખેલવા લાગે છે, જે આપણી રાષ્‍ટ્રીય શરમ છે. દેશ-દુનિયા મનમોહનસિંઘજીને અંજલી આપે છે ત્‍યારે સ્‍મારકનો વિવાદ છેડીને રાજકીય ઉદ્‌્‌ેશથી આક્ષેપો કરવા યોગ્‍ય ગણાય....?

દરેક નેતા - દરેક વ્‍યકિતના સ્‍મારકો હોવા જરૂરી પણ નથી. કોંગ્રેસ માટે સ્‍મારક અનિવાર્ય હોય તો ચાવીરૂપ સ્‍થાને જમીન ખરીદીને મનમોહનસિંઘજીનું ભવ્‍યાતીભવ્‍ય સ્‍મારક બનાવી શકે છે. સરકાર દરેક નેતાના સ્‍મારક બનાવતી રહેશે તો ૧૦૦ વર્ષ બાદ ભારત સ્‍મારકોનો દેશ બની જશે. ગામમાં સ્‍મારકો જ હશે અને લોકો સીમમાં રહેવા મજબૂર હશે...!

મોતનો મલાજો જાળવવાને બદલે તેમાં પણ રાજકીય લાભ જોનારા વાસ્‍તવમાં રાજકીય ગીધડા ગણાય. આવા ગીધ દેશ માટે જોખમી છે.

(10:29 AM IST)