News of Tuesday, 31st December 2024
ટીપું પણ નહિ મળેઃ ગેરન્ટી આપો...
કરોડો રૂપિયાનો દારૂ પકડાયો, પણ અછત સર્જાઇ નથીઃ ગુજરાત ઝૂમ બરાબર ઝૂમ...
ગુજરાતના છેલ્લા મહિનામાં થયેલા અકસ્માતોનો ગહન અભ્યાસ કરો તો તારણ નીકળશે કે પીધેલી હાલતમાં ડ્રાઇવિંગ કરી રહેલા લોકો નિર્દોષો પર કાળ બનીને ત્રાટકે છે ગુજરાતમાં દારૂ પીવા પર પ્રતિબંધ છે. જે રાજયોમાં પ્રતિબંધ નથી ત્યાં પણ પીને ડ્રાઇવિંગ કરવું ગેરકાનૂની છે. આヘર્ય છે કે ગુજરાતમાં પીધેલા બેફામ ડ્રાઇવિંગ કરીને હાહાકાર મચાાવે છે. છતાં ગૃહપ્રધાનનકમુખ્ય પ્રધાનને શરમ આવતી નથી.
આજે ૩૧ ડિસેમ્બર છે. ગુજરાતભરમાં પીનારા બેફામ બનશે. ખ્રિસ્તીઓનું નવું વર્ષ રાત્રીના ૧૨ વાગ્યાથી શરૂ થશે. ખ્રિસ્તીઓ કરતા હિન્દુઓ નવા વર્ષને ઉજવવા વધારે થનગને છે. ઉજવણી એટલે પીવું... ગુજરાતના ખૂણે-ખૂણે ઝૂમ બરાબર ઝૂમ શરાબી જેવા ર્દશ્યો સર્જાશે એ પણ નકકી છે. ઘણા સુધરેલા ઓને તો પીવું એ પણ જૂની પરંપરા લાગવા માંડી છે. આવા સુધરેલા ડ્રગ્સની પાર્ટી માણશે.
આ પરંપરાના અનુંસંધાને પોલીસતંત્ર દ્વારા ડ્રાઇવ ચાલેુ છે. છેલ્લા અઠવાડિયામાં ગુજરાતભરમાંથી કરોડ રૂપિયાનો દારૂ પકડાયો છે. આ અંગેના સમાચારોમાં પોલીસે પરાક્રમ કર્યુ હોય તેમ ફોટા પ્રકાશિત થાય છે.હર્ષભાઇ પણ અવારનવાર પરાક્રમીવાતો કરતા મીડિયામાં ઝળકે છે. કરોડોનો દારૂ ભલે પકડાયો , પણ સવાલ એ છે કે, ગુજરાતમાં બોટલની અછત થઇ? ના, કોઇ પણ ખૂણામાં માંગો તેટલો આસાનીથી મળી જાય છે. આ જથ્થો કયાંથી આવે છે?ᅠ
પોલીસ અધિકારીથી માંડીને ગૃહમંત્રી સુધીના નશા અંગે પરાક્રમની વાતો કરે છે, આ વાતો બકવાસથી વિશેષ કંઇ નથી. હર્ષભાઇ ગેરન્ટી આપી શકે છે કે આજે ગુજરાત ભરમાં એક પણ ટીપું દારૂ નહી મળે... ડ્રગ્સની એક પણ પડીકી ઉપલબ્ધ નહી થાય...
લોકમાનસ પર એવી છાપ બની ગઇ છે કે, સરકારને કે તંત્રને ગુજરાતની કંઇ પડી જ નથી. યુવાપેઢી વિવિધ નશામાં બરબાદ થઇ રહી છે. અને નેતાઓ કંઇ ઉકાળવા સક્ષમ રહ્યા નથી.
મુખ્યમંત્રી ધાર્મિક કાર્યક્રમોમાં ડાહી-ડાહી વાતો કરે છે, પરંતુ પોતાના પદનો ધર્મ ચુકી રહ્યા છે શેરીનું ગુન્હાખોર ટાબરિયું પણ ગુજરાત સરકારથી ડરતું નથી. જાણકારો કહે છે કે, દારૂ-ડ્રગ્સ વગેરેનો એકાદ જથ્થો ઝડપીને અન્ય જથ્થાને ઘુસાડી દેવાની પરંપરા ગુજરાતભરમાં બની ગઇ છે. આ પરંપરામાં નીચેથી ઉપર સુધીનાના હિત જોડાયેલા છે. નેતા-અધિકારી મલાઇ તારવે છે, ગુજરાત નશામાં બરબાદ થાય છે.
આ અવદશા અંગે એક પણ ભાજપી નેતુ અવાજ ઉઠાવી શકતું નથી ગજબ એ છે કે, દિલ્હીમાં ગોઠવાઇ ગયેલા ભાજપના મોટા નેતાઓના નામે ગુજરાતમાં પક્ષને મત મળે છે, પણ ઉડતા ગુજરાત જેવી દશામાં તેમને ગુજરાતીઓને કંઇ પડી નથી. હર્ષભાઇ, દારૂ-ડ્રગ્સથી બરબાદ થઇ ગયેલા ગુજરાતી પરિવારોની દશા જુઓ... આ પાપ કોનું ગણીશું?
(10:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
