તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 4th January 2025
ભેદી ઘટનાઓઃ કુછ તો હોગા
વિદેશમાં ભારતના દુશ્મનો ગુજરી રહ્યા છેઃ સુખદ રહસ્ય
દરેક રણનીતિમાં રણ હોવું જરૂરી નથી. ઘણી વખત રણ મેદાન વગર પણ જંગ ચાલતો હોય છે, આવા જંગની રણનીતિ રહસ્યમય હોય છે. આઝાદી કાળથી ભારત સહનશકિત ધરાવતો સંસ્કારી દેશ હોવાની વૈશ્વિક છાપ હતી. ત્રાસવાદ સહન કરે, વૈશ્વિક અન્યાય સહન કરે, છતાં વૈશ્વિક દબાણના કારણે દોસ્તી માટે મંત્રણા કરતો રહે...
ભારતે નિરંતર અન્યાય સહન કર્યો હતો. મોદી સરકાર રચાયા બાદ વિશ્વમાં દેશની આભા બદલાઇ ગઇ. ત્રાસવાદનો જવાબ સર્જિકલ સ્ટ્રાઇકથી અપાયો. દોસ્તી માટે મંત્રણાની ઘસીને ના પાડી દીધી. વિશ્વમાં ભારતનો પ્રભાવ વધ્યો.
આ બધી ઘટનાઓ તો નજર સામે બનેલી છે. અમુક બાબતો ભેદી છે, રહસ્યમ છે, વિશ્વ પણ ગોટે ચઢી ગયું છે. ભારતના દુશ્મનોનો વિદેશમાં નાશ થઇ રહ્યો છે. આમાં ઘણાં ને રણ વગરની રણનીતિ દેખાઇ રહી છે.
ર જાન્યુઆરી મંગળવારના અમેરિકી મીડિયા ‘વોશિંગ્ટન પોસ્ટ' ના અહેવાલ પ્રમાણે પાકિસ્તાનમાં આતંકવાદીઓની હત્યાઓને સીલસીલો ચાલી રહ્યો છે. ભારત વિરોધી પ્રવૃત્તિ ચલાવનારા આતંકીઓને વીણી-વીણીને સાફ કરાઇ રહ્યા છે. ‘વોશિંગ્ટન પોસ્ટ' અહેવાલમાં અનેક સટિક ઉદાહરણો પણ આપ્યા હતાં. ખુંખાર આતંકીઓને, ભેદી હત્યાઓ ભારત કરાવી રહ્યાની આશંકા અહેવાલમાં રજૂ થઇ છે.
આપણા માટે આ રહસ્ય સુખદ ગણાય. ખરેખર આ રણનીતિ ભારતની હોય તો મોદી સરકાર પ્રત્યે માન વધે તેવી બાબત છે. માત્ર પાકિસ્તાન જ નહિ, અન્ય દેશોમાં બનેલી ઘટનાઓ પણ ખૂબ રહસ્યમય છે.
તાજેતરમાં બાંગ્લાદેશમાં શેખ હસીના શાસન સામે બળવો થયો. અને શાસન ઉથલી ગયું. હસીનાએ દેશ છોડવો પડયો. આ ઘટના બાદ સમગ્ર બાંગ્લાદેશમાં હિન્દુઓ પર બેરહેમ અત્યચારો થયા. બાદમાં કંઇક ભેદી બન્યું. હિન્દુ સમુદાય પર અત્યાચાર કરનારા મોટા માથાઓની હત્યાઓ થઇ અને અત્યાચાર અચાનક ટાઢો પડી ગયો. આ સમયના મીડિયા પર નજર કરો તો અમુક સ્થાને સમાચાર ઝળકયા હતા કે ભારતમાંથી અમુક લોકો બાંગ્લાદેશ પહોંચ્યા હતા અને...
આ રહસ્યો કયારેય બહાર નહિ આવે, પણ એક બાબત તારણરૂપે નીકળી શકે છે કે, ભારત વધારે પડતા સંસ્કારી રહેવાને બદલે જૈસે કો તૈસાની રણનીતિ પર કામ કરે છે.
થોડા ઊંડા ઉતરો તો કેનેડાના શાસક ટ્રુડોએ પણ ગોકીરા કરી મૂકયા હતા કે, ભારત કેનેડામાં યોગ્ય નથી કરતું. ઘટના એવી હતી કે ભારત કેનેડામાં યોગ્ય નથી કરતું. ઘટના એવી હતી કે ભારત વિરોધી ખાલીસ્તાનીઓ કેનેડામાં ફુલ્યા-ફાલ્યા છે. આવા બે-પાંચને કેનેડામાં જ ફુંકી મરાયા હતાં.
પાકિસ્તાન, બાંગ્લાદેશ, કેનેડામાં ભારતના દુશ્મનોની હત્યાઓ થઇ છે. આ ભેદી ઘટનાઓ ભારતીયો માટે સુખદ અને રહસ્યમય છે. આપણે સમજી શકીએ કે અમથે અમનું વિશ્વ ભારતને સલામ કરવા નથી લાગ્યું. ચમત્કાર ત્યાં નમસ્કાર હોય. ભારત કંઇક તો રહસ્યમય કરી જ રહ્યું છે. આવી બાબતો જાહેર ન થઇ શકે તે સમજી શકાય છે, પણ મોદી સરકારને સામાન્ય ગણવાની ભૂલ વિશ્વ નથી કરતું, તે ચિંતનીય છે.
(10:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
