હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઘણું મળ્યું છે, કરસનકાકા!
અનામત આંદોલ નથી ફાલતુ તત્વોને પદ-પૈસો પ્રતિષ્ઠા મળ્યાઃ જીવ ખોનારાના પરિવારને આક્રંદ મળ્યું
અને...
રાજકોટમાં વકફના આદેશના નામે દુકાનોમાંથી સમાન ફગાવી દેનારા વિદ્યર્મીઓ ઝડપાઇ ગયા. દુકાનદારોને ગૃહમંત્રી રૂબરૂ મળ્યા. હર્ષભાઇએ આ મુદે પ્રસિધ્ધિ ઘણી જ મેળવી, પણ સોૈરાષ્ટ્રમાંવિદ્યર્મીઓ ફરીથી ત્રાસ નહી ફેલાવે તેવી ગેરન્ટી સરકાર તરફથી ન મળી હિન્દુત્વના નામે ગુજરાત મામા બની રહયું હોય તેવો અહેસાસ નથી થતો?
રાજકારણને સમજવું અઘરું હોય છે. જૂના પ્રકરણોનો સમજાય ત્યાં નવા પ્રકરણોનો ખડકલો થઇ ગયો હોય છે. પાટીદાર સમાજનું આવુ એક જૂનુ પ્રકરણ ચર્ચામાં છે.
ગુજરાતના આદરપાત્ર ઉધોગકાર કરસનભાઇ પટેલે સમાજના ગંદા પ્રકરણની ગંદકી વગર પાઉડરે સાફ કરવા પ્રયાસ કર્યો હતો.તેઓએ પાટીદાર સમાજના અનામત આંદોલન સામે પ્રશ્ન ઉઠાવીને કહયું હતું કે, સમાજને શું મળ્યું?
આ સવાલનો જવાબ આપતા હાર્દિક પટેલે કહયું કે, કરસનભાઇ કરોડપતિ છે, સમાજને શું મળ્યું તેનો અંદાજ તેમને ન મળે આ મુદ્ો હાલ ગરમ છે, તર્ક -વિતર્ક ચાલી રહયા છે. સમગ્ર મુદા ને તટસ્થ દૃષ્ટિએ જોવામાં આવેતો અનામત આંદોલનથી પાટીદાર સમાજના આંદોલનકારી ઓને ઘણું મળ્યું છે
જેની કોઇ ઓળખ ન હતી, વિશેષ વેલ્યુ ન હતી તેવા લડતવીરોને ધારાસભ્ય તરીકે ગોઠવાઇ જવાની તક મળી લડત વીરોને પદ મળ્યું, પૈસા મળ્યા, પ્રતિષ્ઠા મળી, વ્યકિતગત બેકારી દુર થઇ... આટલું મળ્યું એ ઓછું ગણાય?
આંદોલનકારી એ સતાધીશપક્ષ સામે સમાજને અથડાવી દીધો હતો. તક મળી ત્યારે આંદોલન કારીએ સમાજને તડકે મૂકીને સતાધારી પક્ષ સાથે જ વ્યકિતગત ગોઠવણ કરી લીધી.
આંદોલન દરમિયાન ક્રાંતિના ભડકાઉ ભાષણો આપીને સમાજને આકષર્યો હતો. અમુક યુવાનોએ આંદોલનના રવાડે ચઢીને જીવ ગુમાવ્યા. એમના પરિવારને આક્રંદ પણ મળ્યું છે. અનામત આંદોલનથી ગુજરાતમાં પાટીદાર સમાજને અન્ય સમાજોથી નારાજગી પણ મળી છે. પાટીદાર સમાજને ન જોતું હોય તેવું પુષ્કળ મળ્યું છે. છતાં કરસનભાઇ પ્રશ્ન ઉઠાવે છે કે શું મળ્યું?
આંદોલનથી પાટીદાર મુખ્ય મંત્રી ગયા અને ઇતરને પદ મળ્યું ગુજરાતને હિંસા મળી આગજનીના વ્યાપક દૃશ્યો જોવા મળ્યા વારંવાર ઇન્ટરનેટ બંધનો આનંદ મળ્યો અખબારોને સનસનાટી પૂર્ણ સમાચારો મળ્યા. સમાજના એક ધામને જબ્બર પીઠબળ મળ્યું... આ લીસ્ટ ખૂબ લાંબુ થઇ શકે છે.
ઘણાના હૈયે હિંમત વરાળ છે, પણ કરસનભાઇએ હિંમત કરીને મુદ્ો છેડયો છે. આ હિંમત અભિનંદનીય અને પ્રેરક છે. આંદોલનથી આડ-દસ જેટલા ફાલતું તત્વોને મોજે દરિયા થઇ ગયા છે અને સમાજ ત્યાંનો ત્યાં જ છે.
નાના-મોટા-લાંબા-ટૂંકા હાર્દિકો દરેક સમાજમાં ધબકતા હોય છે. ક્રાંતિની વાતો સાંભળીને તેના રવાડે ન ચઢાય રવાડે ચઢનારાના જીવ જાય અને ક્રાંતિ કરનારા જતા હોય છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
