<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th January 2025

પટ્ટામારઃ રાજનીતિનું કોમેડી સરકસ!

લવજેહાદમાં હોમાતી દીકરીઓ મુદ્‌્‌ે બધાં મૌનઃ અમરેલીની ઘટનામાં ગોકીરા

  ગુજરાતમાં ગામે ગામ દીકરીઓ લવ જેહાદમાં હોમાઇ રહી છે. વિવિધ મામલાઓમાં અસંખ્‍ય દીકરીઓ આપઘાત કરી રહી છે. દીકરીઓ-મહિલાઓના ઉત્‍થાનના નામે યોજનાઓના કૌભાંડ ચાલે છે. આ સામે કોઇના પેટનું પાણી હલતું નથી. અમરેલીમાં એક દીકરીને પોલીસે આરોપી ગણાવીને સરઘસ કાઢયું, એ યુવતીએ આક્ષેપ કર્યો કે, મને પોલીસે મને પટ્ટાથી મારી... આ મામલે આઠેક દિવસથી રાજનીતી અને મીડીયા ધગધગી રહયા છે. અન્‍ય દીકરીઓના જીવ જાય છે તો પણ કોઇનો આત્‍મા કકળતો નથી.

 આશ્‍ચર્ય એ છે કે, સત્તાધીશ ભાજપ ગુજરાતને તો ઠીક, પોતાના પક્ષને પણ કાબુમાં રાખવા સક્ષમ રહયો નથી. ખાબોચીયા જેવડા અમરેલીમાં ભાજપની આંતરીક રાજકીય ગંદકી ઉછળી રહી છે.

અમરેલીના ધારાસભ્‍ય મનમાની કરીને બેફામ બની રહયા છે. અન્‍ય ટાબરીયા જેવા નેતાઓ ધારાસભ્‍યને પાડી દેવા હદ બહાર નીચે જાય છે. પોલીસ ધારાસભ્‍ય સમક્ષ મુજરા કરીને યુવતી પર અત્‍યાચાર ગુજારે છે. મોટા ભાગના મીડીયા પણ નિષ્‍પક્ષ બનવાને બદલે લાભ મળે ત્‍યાં ઢોલકી વગાડે છે. અમરેલીના નામે દિલ્‍હીમાં ગોઠવાઇ ગયેલા નેતાઓ મોૈન બનીને પૈસાની દુકાન ચલાવે છે. આવા દ્રશ્‍યો ગુજરાત માટે શરમજનક છે.

સત્તાધારી પક્ષની આટલી નબળી સ્‍થિતિનો લાભ વિપક્ષ લઇ શકતો નથી. કોંગ્રેસની અવસ્‍થા તો બેભાન જેવી છે.  મોટા વિવાદોમાં  નિવેદન કરીને ફરી બેભાન બની જાય છે. આમ આદમી પાર્ટી સરકસના જોકર બનવામાંથી ઊંચી આવતી નથી.

ગુજરાતમાં અસંખ્‍ય નિર્દોષ યુવતીઓના ભોગ લેવાયા છે, પણ ‘આપ' ના પેટનું  પાણી હલ્‍યું ન હતું. અમરેલીની ઘટના બની તો ‘આપ'ના નેતામાં સરકસના કલાકારોનો આત્‍મા પ્રવેશ્‍યો...

અમરેલીની ઘટનાની વિરૂધ્‍ધમાં ગોપાલ  ઇટાલિયાએ જાહેર કાર્યક્રમ યોજીને ખુદને જ પટ્ટાના ઘા માર્યા હતા. ગોપાલભાઇએ વસ્‍ત્રો ઉતારીને પટ્ટાના મારથી ચાંભા ઉઠી ગયેલું શરીર પણ સાબિતિ રૂપે દેખાડયું હતું. આ દૃશ્‍યો ગુજરાતની રાજનીતિના કોમેડી સરકસ જેવા હતા. વિપક્ષે લોકોના પ્રશ્ને નિર્ણાયક લડત આપીને લોકોનો વિશ્વાસ જીતવાને બદલે પ્રશ્નો વધારી રહયા છે.

ગોપાલ ઇટાલિયાએ ગુજરાતના કેજરીવાલ બનવાનો અનેક વખત પ્રયાસ કર્યો છે. સુરતમાં એક વખત ‘આપ' ને થોડી સફળતા મળતા આ  નેતા-નેતી પોતાના મહાન માનવા લાગ્‍યા હતા. લોકો સાથે જોડાઇ રહેવાને બદલે હવામાં ઉડતા રહ્યા અને પછડાયા. ઇસુભાઇએ પોતાની જૂની દુકાન ફરી શરૂ કરી દીધી છે. ગોપાલભાઇ કોમેડી સરકસ જેવું કર્યા કરે છે.

ગુજરાત પર ચારેબાજુથી ભયાવહ જોખમ મંડાયું છે. મુખ્‍યમંત્રી, ગૃહમંત્રીનું કંઇ ઉપજતું નથી, ગુજરાતીઓ ફફડી રહયા છે. આ સમયે કોંગ્રેસ બેભાન છે. ભાજપ  અંદરો અંદર બાખડે છે. ગોપાલભાઇઓ સરકસ જેવા ખેલ કરે છે. લોકોએ આ બધાને ઓળખવાનો સમય છે. 

(10:54 AM IST)