<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th January 2025

અઢી પાંખિયો રાજકીય જંગ!

દિલ્‍હીમાં ત્રણ પાંખિયો જંગ ભલે લાગે, પરંતુ પડદા પાછળ આપ- કોંગ્રેસે ખેલ કરી લીધોઃ ભાજપનું પાણી મપાશે

 

 જસ્‍ટીન ટ્રુડો વધારે પડતી ટેૈળ-ટૈળ કરતા હતા.ભારતને પાડી દેવા જેવી પ્રવૃતિ પણ શરૂ  કરી હતી. ખાલીસ્‍તાનીઓને આશ્રય અને ખુલ્લુ સમર્થન આપતા હતા. ભારતીયો પરેશાન થાય તેવી નીતિ અપનાવતા હતા. ભારત થોડું પરેશાન પણ થયું, પરંતુ ટ્રુડો એ તો સત્તા ગુમાવવી પડી. ટ્રુડોની દશા હાસ્‍પસ્‍પદ બની છે. ભારત સામે કારણ વગરની બાથ ભીડવાનું આ પરિણામ છે. મોદીજીના શાસનનો આ પ્રભાવ છે. જોકે પ્રભાવ થોડો  વિચિત્ર છે, મોદીજી વિદેશમાં આડા ચાલતા સત્તાધીશોની  દવા કરી નાખે છે, પણ ગુજરાતમાં દમ વગરના ભાજપી શાસકોનો ઇલાજ કરી શકતા નથી.

ગુજરાતમાં ત્રણ દાયકાથી ભાજપનું શાસન છે. ત્રણ દાયકામાં જે ન થયું  તે દિલ્‍હીમાં ક્ષણવારમાં કરી  નાખવા ભાજપ વચન આપે છે. ગુજરાત અસલામત છે.ં ે. દિલ્‍હીને સલામતીનું વચન આપે છે. ગુજરાતમાં  શાસકોમાં ગુન્‍હાખોરીને ઝેર કરવાનું વચન આપે છે. ગુજરાતને શાસકોમાં  દમ નથી, દિલ્‍હીમાં શકિતશાળી નેતા ગીરીનું વચન આપે છે...

દિલ્‍હીમાં ધારાસભાની ચૂંટણી જાહેર થઇ ગઇ છે. દરેક પક્ષો પાસા ગોઠવી રહયા છે. ઇન્‍ડિયા ગઠબંધન તૂટી ગયું છે. ભાજપ કોંગ્રેસ-આપસામ-સામે મંડાઇ  ગયા છે. રાજકીય સમીક્ષકો થોડી જુદી વાત કરે છે. દિલ્‍હીમાં પ્રથમ નજરે ત્રિપાંખિયો જંગ ભલે લાગે, પણ પડદા પાછળ અનેક બેઠકો પર આપ-કોંગ્રેસ વચ્‍ચે ગોઠવણ થઇ ગઇ છે.

સમીક્ષકો કહે છે કે, કોંગ્રેસ દિલ્‍હીમાં વધારે જોશ કરી શકે તેમ નથી. આ બાબત કોંગ્રેસના નિર્ણાયક નેતાઓ પણ માની રહયા છે. આ સ્‍થિતિમાં કોંગ્રેસ એકલા હાથે  તાકાતથી લડે તો ભાજપને જ લાભ થાય તેમ છે. કેજરીવાલે એકલાહાથે લડવાની ઘોષણા કરીને કોંગ્રેસથી છેડો ફાડી નાખ્‍યો હતો. ભાજપને દિલ્‍હીમાં સત્તા તરફ  આગળ વધતા અટકાવવાના ધ્‍યેય સાથે કોંગ્રેસે આપ તરફી રણનીતિ ઘડી છે. કેજરીવાલને ધરાર  ટકો આપવાની તૈયારી કોંગ્રેસે કરી છે અને પડદા પાછળ ખેલ નંખાઇ ગયો છે.

ત્રિપાંખિયો જંગ દેખાઇ રહયો છે એ વાસ્‍તવમાં અઢી પાંખિયો જંગ છે. આપ જોરમાં છે એ બેઠકો પર કોંગ્રેસ તાકાત નહી લગાડો, ભાજપચ જોરમાં છે ત્‍યાં તાકાતથી લડશે.

દિલ્‍હીમાં કેજરીવાલ સામે સત્તા જાળવવાનો મોટો પડકાર છે. આપે સ્‍માર્ટ બનીને નાટક કર્યો, પણ લોકોમાં તેમની આબરુની બેલેન્‍સ ઘટી છે. મુખ્‍યમંત્રી આતિશી હજુ કેમેરા સામે રડી પડવાના નાટક કરતા રહે છે.

ભાજપ માટે મોટી તક છે, પરંતુ ગુજરાત જેવા રાજયોમાં અતિ ખરાબ  શાસનને કેજરીવાલ મુખ્‍ય મુદ્‌ો બનાવી રહયા છે. આ પડકાર ઝીલવો ભાજપ માટે સરળ નહી હોય આપ ગુજરાની ઊજાગર કરીને મોદિત્‍વને ખુલ્લુ પાડવા મેદાનમાં આવી ગઇ છે. અઢી  પાંખિયો જંગ રસપ્રદ બનશે

(10:22 AM IST)