<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th January 2025

કોઇ જે.પી. બની ન શકયા

પક્ષો-નેતાઓની કૃવૃતિના કારણે વિપક્ષી મોરચો તૂટી પડયોઃ જયપ્રકાશ નારાયણની અછત

 

રાહુલ ગાંધીએ દલિત તરફી એજન્‍ડા સેટ કરી નાખ્‍યા છે. કોંગ્રેસની દિશા નિヘત થઇ ગઇ છે. બંધારણ મામલે કોંગ્રેસ આગળ ધપશે. માનો કે આ અભિયાનથી દલિતો  ભાજપથી આગળ થઇ જાય તો પણ એ મત કોંગ્રેસને જ મળે તેની ગેરન્‍ટી ખરી? આ પ્રશ્નનો જવાબ કોંગ્રેસના રણનીતિ કારો પાસે નથી.

નકકર નેતાગીરી-નકકર દિશા અને નકકર રણનીતિના કારણે  કોંગ્રેસ નિર્ણાયક  બની શકતી નથી. જે પણ ખુદ અસમંજસમાં હોય તે પક્ષની આગેવાનીમાં અન્‍ય પક્ષો  કેવી રીતે પ્રગતિ કરી શકે? આ કારણે વિપક્ષનો ઇન્‍ડિયા મોરચો તૂટી પડયો છે. દરેક  નેતાઓ-પક્ષો વેરવિખેર થઇ ગયા છે.

મોદિત્‍વ એટલે કે ભાજપને પાડી દેવાના ધ્‍યેયથી આ મોરચો બન્‍યો હતો. ભુતકાળ  જુઓ તો ઇન્‍દિરા ગાંધીને મ્‍હાત કરી શકતું ન હતું. કોઇ તેને મ્‍હાત કરી શકતું ન હતુંઆ  સ્‍થિતિમાં જે.પી. એટલે કે જયપ્રકાશ નારાયણ મેદાનમાં આવ્‍યા હતા. જે.પી. એ વિપક્ષીનો મહામોરચો બનાવીને ઇન્‍દિરાને અને કોંગ્રેસને સત્તાથી દુર કર્યા હતા.

જેપી વિશ્વાસુ-શકિતશાળી અને સત્તાથી વ્‍યકિતગત દુર રહેવાની કસમ ખાધેલું ક્રાંતિ  કારી નેતૃત્‍વ હતું. આ સામે ઈન્‍દિરા ગાંધી કટોકટી લાદીને પોતે વિલન બની ગયા હતા. આ કારણોથી જેપીની ક્રાંતિ સફળ રહી હતી.

મોદીજી સામે દેશમાં વ્‍યાપક સ્‍વંયભુ વિરોધ નથી અને વિપક્ષમાં કોઇ જયપ્રકાશ  નારાયણ જેવું નથી. બધા જ નેતાઓ-પક્ષો વ્‍યકિતગત સ્‍વાર્થથી  અને સત્તાની ભૂખથી જોડાયેલા છે. કોઇ પક્ષમાં એકલા હાથે મોદિત્‍વને મ્‍હાત કરવાની ત્રેવડ નથી. કમાલ એ થઇ કે બધાં સાથે મળીને મોદિત્‍વ સામે લડયા તો પણ સફળ ન થયા

હળાહળ અંગત હિતના કારણે ઇન્‍ડિયા મોરચો મોરચા જેવો જ ન  રહયો મમતા -ઉધ્‍ધવ-અખિલેશ-શરદ પવાર-લાલુ વગેરે પોતાની રીતે દોડતા રહયા. કોંગ્રેસનું કંઇ ઉપજતું ન હતું છતાં મોરચાનો મોભી પક્ષ બનીને ફરતો રહયો.

રાજનીતિમાં ગઠબંધનનું અનોખુ વિજ્ઞાન છે. ગઢબંધન માટે અંગતહિનો ત્‍યાગ પણ કરવો પડે ગઠબંધનમાં પ્રભાવ પાથરવો હોય તો જે તે પક્ષને પ્રચંડ લોકસર્થન હોવું જોઇએ એનડીએમાં ભાજપનો પ્રભાવ ચાલે છે, કારણ કે મોટો લોકસમુદાય તેની સાથે છે.

કોંગ્રેસ એક-એક મત માટે ફાંફા મારે છે, છતાં તેને મોરચાના મોભી રહેવું  છે. કોંગ્રેસ માં પણ રાહુલને જ હીરો બનાવવા આગ્રહ  રહે છે. વર્ષો સુધી નિષ્‍ફળ નેતાને કોંગીજનો  સહન કરી શકે, પણ અન્‍ય સાથી પક્ષો તેને શા માટે સહન કરે?

નજીકના ભુતકાળમાં મમતાને મોરચાના નેતા બનાવવા માંગ ઉઠી હતી પણ કોંગ્રેસ જીદ પકડી રાખી. આ કારણે ઇન્‍ડિયા મોરચાનું  ઉઠમણું ગોઠવાઇ ગયું વિપક્ષની આવી દશા જ મોદીજીની મુખ્‍ય તાકાત છે. વિપક્ષ  ભાજપ સામે લડવાને બદલે અંદરો અંદર જ બાખડતો રહે છે...

 

(10:21 AM IST)