News of Friday, 17th January 2025
રિસર્ચ કરનારનું રિસર્ચ કરો...
હિંડનબર્ગ બંધ કરીને છટકી જાય તે ન ચાલુેઃ તેની કૃવૃતિનો પર્દાફાસ થવો જોઇએ
રિસર્ચના નામે શંકાસ્પદ પ્રવૃતિઓ કરીને વિશ્વને પરેશાન કરી દેનાર અમેરિકાની હિંડનબર્ગ કંપનીના શટર પડી ગયા છે. શંકા એવી છે કે, હિંડનબર્ગ રિસર્ચના નામે અન્યદેશોના ઉધોગોને હચમચાવી નાખવાની સોપારી લેવાનો વ્યવસાય કરતી હતી. આને આંતરાષ્ટ્રીય વ્હાઇટ કોલર માફિયા ન કહેવાય?
તાજેતરમાં ભારતના અદાણી જૂથ અંગે વાંધાજનક રિર્પોટ રિસર્ચના નામે આપી ને હિંડનબર્ગે સનસનાટી સર્જી હતી. આ અહેવાલના કારણે અદાણી ગ્રૂપને અપાર મુશ્કેલી વેઠવી પડી હતી. ભારતીય શેરબજાર હલબલી ગયું છે.
આપણામાં રાજકીય દૃષ્ટિકોણ એટલી હદે સ્થાપિત થ ગયો છે કે, આ માટે રાષ્ટ્રીહિતને પણ ધ્યાને લેતા નથી અદાણી વિરુધ્ધના પાયાહીન રિપોર્ટને દેશમાં અનેક લોકોએ આવકાર આપ્યો હતો. દેશને-દેશની કંપનીને કારણ વગર નુકસાન વેઠવું પડે છે, તેવો વિચાર કર્યા વગર રાજકીય અને આર્થિકહિતો માટે ભારતમાં હિંડનબર્ગના આશિકો વધી ગયા હતા.
હિંડનબર્ગ રિસર્ચ કંપનીની દુકાન બંધ કરતી વખતે પણ તેના સ્થાપક એન્ડરસન મોટી- મોટીવાતો કરે છે. કે, સત્યના આધારે અમે અનેક સામ્રાજય હલબલાવી નાખ્યા છે. આヘર્ય છે કે, આવા બકવાસ પણ ભારતીય મીડિયામાં પ્રકાશિકત-પ્રસારિત થાય છે.
એન્ડરસનને કોઇ તો કહો કે, દુકાનમાં ધંધો સારો હતો તો અચાનક બંધ કેમ કરવી પડી? સાચું કારણ જાહેર કરો.
હિંડનબર્ગ બંધના સમાચાર સાથે એક તર્ક એવો પણ રજૂ થાય છે કે, ભારત સરકારના તીવ્ર પ્રભાવના કારણે હિંડનબર્ગ ભાગવું પડયું છે. આ સાચુ હોય તો ગોૈરવની બાબત ગણાય, પરંતુ આવા તત્વો શકિતશાળી હોય તો રિસર્ચ કરનારના રિસર્ચનો હઠાગ્રહ કરવો જોઇએ.
ગુન્હાખોરથી છટકી જવા દેવાય તે પણ ગુન્હાખોરનો જ વિજય ગણાય. આવા તત્વો નો પદાફાસ કરીને તેને સજા થવી જોઇએ એન્ડરસનના સત્યના દાવા અંગે તપાસ- સંશોધન જરૂરી છે. વિચાર કરજો દેશના વર્તમાન વિપક્ષ અને હિંડનબર્ગની ભાષા તથા મુદ્ા સમાન લાગતા ન હતા? રાહુલ ગાંધી આદુખાઇને અદાણી તથા અંબાણી ને છોડી દીધા અદાણી સામે હજુ પણ રાહુલના નિવેદનો ચાલુ જ છે.
રાહુલનું આ અભિયાન રંગ લાવ્યું નહી અદાણી કે ભાજપને ધારી અસર- આડઅસર ન થઇ રાહુલ ગાંધી અમેરિકાને પ્રવાસે ગયા. આ પ્રવાસ બાદ થોડા જ સમયમાં હિંડનબર્ગનો અદાણી ગ્રૂપ સામે વિસ્ફોટક રિપોર્ટ આવ્યો હતો.
આ શું દર્શાવે છે? સમગ્ર કાંડ શંકાસ્પદ નથી? આ તમામ પ્રશ્નોનો જવાબ મળવો જ જોઇએ ભારતે હિંડનબર્ગની વૃતિ-પ્રવૃતિની આંતરરાષ્ટ્રીય એજન્સી દ્વારા તપાસ માંગવી જોઇએ ભારતીય કંપનીઓ મજબૂત ગણાય કે, તીવ્ર વૈશ્વિક હુમલા છતાં તેને અસર થવા ન દીધી. હિંડનબર્ગ દૂધે ધોયેલું તંત્ર તો નથી જ.
(9:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
