<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st January 2025

જગત જમાદારી સરળ નથી...

અમેરિકામાં ફરી ટ્રમ્‍પ શાસનઃ મહાસત્તા ભલે ગણાય,પણ ફરીથી પાવર સ્‍થાપિત કરવો પડશે

 

અમેરિકામાં ટ્રમ્‍પ જીત્‍યાના બે દિવસમાં  કેનેડાના મગજ  વગર ના વડાપ્રધાન ટ્રુડોએ રાજીનામુ આપી  દીધું હતું.  આંતરરાષ્‍ટ્રીયસ્‍તરે રિસર્ચના  નામે બ્‍લેક મેઇલિંગ કરનારી હિડંનબર્ગે દુકાન બંધ કરવી પડી. યુધ્‍ધ વિરામની ઘોષણાઓ પણ  થવા માંડી આ ઘટનાઓ ટ્રમ્‍પે  શપથ લીધા પૂર્વે જ બની હતી. ભવ્‍ય સમારોહમાં  શપથ લઇને ટ્રમ્‍પ ફરીથી અમેરિકાના શાસક બન્‍યા છે. તેઓ સામાન્‍ય નેતા નથી. સરળતાથી શાસન કરે તેવા પણ નથી. વૈશ્વિકસ્‍તરે  કે નવા જૂની કરવાના મૂડમાં ટ્રમ્‍પ છે.

અમેરિકાની છાત્ર જગતના જમાદાર તરીકેની છે. એક સમયે અમેરિકાનો તીવ્ર પ્રભાવ સમગ્ર વિશ્વ પર હતો. હવે જગત જમાદારી સરળ નથી. અમેરિકાએ  ખુદનું જ ડિવેલ્‍યુશન કર્યુ છે. ખૂબજ સમૃધ્‍ધ અને સક્ષમ ગણાતા અમેરિકામાં માર્ગો પર ભટકતા ગરીબ લોકોના ટોળા જોવા મળે છે. બાઇડેના શાસનમાં અમેરિકા લગભગ પાવરહીન સાબિત થયું છે. દેશની આંતરિક અને બાહય આભા સાવ ડલ થઇ ગઇ છે.

પાકિસ્‍તાન જેવો દેશપણ અમેરિકાના કાબુમાં હોય તેમ લાગતું  નથી. ટ્રમ્‍પને ઇમરાનનું નેતૃત્‍વ અનુકુળ હતું, ટ્રમ્‍પના વિજયબાદ પાકિસ્‍તાની વર્તમાન શાસકે ઇમરાનને સજા ફટકારી દીધી છે. ટ્રમ્‍પના ભારત સાથે સારા સંબંધો ગણાય છે. મોદીજી સાથે વ્‍યકિતગતન સંબંધ પણ મજબૂત હોવાનું માનવામાં આવે છે. જો કે ટ્રમ્‍પના શપથમાં મોદીજીને આમંત્રણ ન હોવાની વાત મીડિયામાં ખૂબ ઉછળી છે.

એવું પણ અનુમાન છે કે, અમેરિકાના હિતમાં ટ્રમ્‍પ ધડાધડ નિર્ણયો કરનારા છે, જેમાં ઘણાં નિર્ણયો ભારતને આડઅસર કરનાર પણ બની જશે.

હાલ વિશ્વમાં આર્થિક હિતો અને ધાર્મિક હિતોનો જબ્‍બર જંગ ચાલી રહયો છે. આર્થિક બાબતોમાં ટ્રમ્‍પ નિર્ણાયક કામ કરી શકે છે, પરંતુ ધાર્મિક બાબત ટ્રમ્‍પ શાસન માટે મહા પડકાર બનીને ઉભરશે. લગભગ દરેક દેશોમાં ઇસ્‍લામિક વિચાર તીવ્ર બની રહયો છે.  ંખ્રિસ્‍તી સમુદાયો  માટે જોખમી સ્‍થિતિ બની રહી છે. વિશ્વમાં બે ધર્મો સામ સામે આવી જાય તેવો  માહોલ પણ બની શકે છે. પાકિસ્‍તાન જેવા દેશો એ સમયની રાહમાં જ છે. આ માહોલને હેન્‍ડલ કરીને પોતાનો પાવર વિશ્વ પર સ્‍થાપિત કરવો ટ્રમ્‍પ  માટે સરળ નહી હોય.

સમાચારો પ્રમાણે ચીન ટ્રમ્‍પને ખુશ કરવા તલપાપડ છે. બાઇડેન સાથે ચીનને સારા સારીહતી. ટ્રમ્‍પ સાથે મુલાકાત ગોઠવવા ચીની અધિકારીઓ કાવાદાવા કરે છે.  ચીન પ્રત્‍યેનું ટ્રમ્‍પનું વલણ ભારતને અને વિશ્વને મોટી અસર કરનારું બનશે.

આ સમયમાં ભારત માટે કસોટીનો  અને પાવર દેખાડવાનો સમય છે. મોદીજીનું નેતુત્‍વ સક્ષમ છે. ભારત માત્ર પડદા  પાછળ જ નહી, પડદા પર પણ નિર્ણાયક ભૂમિકા ભજવી શકે તેમ છે. કોનો પાવર સ્‍થપાશે? આ પ્રશ્ન રોમાંચક છે.

(10:32 AM IST)