News of Thursday, 6th February 2025
ફરજ નેતા સમજાવે પણ સમજે નહી
લોકોને મતદાન કરવા નેતાઓ સમજાવે છે, પણ લોકહિતના કામ કરવાની ફરજ નેતાઓ સમજતા નથી
દિલ્હીમાં ગઇકાલે મતદાન થઇ ગયું ચાલુ મતદાને આપ-ભાજપ વચ્ચે તીવ્ર આક્ષેપો પણ ચાલુ રહયા હતા. ગઇકાલ સવારનું એક દૃશ્ય યાદ કરો તો એક મુદે આપ-ભાજપ બંને ધંધે લાગ્યાહતા. દિલ્હીની શેરીના ટાબરિયા જેવા નેતાઓથી માંડીને કેજરીવાલથી મોદીજી સુધીના નેતાઓએ લોકોને મતદાન કરીને ફરજ અદા કરવા અપીલ કરી હતી.
આ બાબત ભમલે સામાન્ય લાગે, પણ ઊંડા ઉતરો તો ખ્યાલ આવશે કે આ ભારતની મોટી સમસ્યા છે. ગુજરાતી હાસ્ય લેખક સ્વ. જયોતિન્દ્ર દવે કહેતા કે, ‘‘ એક બાબત એવી છે કે, જે આપવી ગમે' લેવી ન ગમે આ બાબતનું નામ સલાહ છે.'' ફરજ નું યાદ કરાવવું પણ સલાહ જેવું જ લાગે છે.
મતદાન કરવું એ દરેક મતદારનો અધિકાર અને ફરજ બંને છે. ભારતમાં પુરેપૂラરું મતદાન થતું નથી એ હકીકત છે. વિશ્વનીસોૈથી મોટી લોકશાહી ધરાવતા ભારતમાં નિર્ણાયક સાબિત થઇ શકે તેટલી સંખ્યામાં લોકો મત આપવા જતા નથી. ઓછા મતદાનથી કેટલાય પક્ષોના રાજકીય સમીકરણો ગોટે ચઢી જાય છે.
આ કારણે દરેક ચૂંટણીમાં સંખ્યામાં નેતાઓ લોકોને વધારેમતદાન કરવા અપીલ પ્રગમ
પ્રથમ નજરે આ બાબત ભલે સામાન્ય લાગે, પણ બાબત ગંભીર છે. નેતાઓ લોકોને ફરજ યાદ કરાવે છે, પણ સવાલ એ છે કે, નેતાઓ પોતાની ફરજનું પાલન કરે છે? શાસક -વિપક્ષ ચૂંટણી બાદ લોકોને તડકે મૂકીને સ્વહિત કે પક્ષહિતના ધંધે લાગી જાય છે.
ઓછુ મતદાન થાય તે અંગે રાજકારણીઓ, બોૈધ્ધિકો તથા મીડિયા ચિંતા કરે છે. પરાજિત પક્ષ કે ઉમેદવારો તો મત આપવા ન ગયેલા લોકો પર પરાજયના ઠીકરા ફોડી દે છે. આ સમસ્યા વર્ષોની છે, પરંતુ ભારતમાં મત આપવા ન જતાં લોકોનો અભ્યાસ કોઇએ કર્યો નથી આ અંગે સર્વે પણ થયો નથી. મત ન આપવાના કારણો જાણવામાં કેમ કોઇને રસ નથી?
લડતા પક્ષો ચૂંટણી બાદ બધું જ પડતું મૂકી દે છે. લોકો નારાજ અને નિરાશ બનીને મત આપવા જતા નથી નેતાઓ પોતાની ફરજ ચુકી રહયા છે, એ મોટી સમસ્યા છે.
મતદાનના દિને લોકોને ફરજ યાદ કરાવનામા નેતાઓને ચૂંટીયા બાદ પોતાની ફરજ યાદ કરાવવા ભારતમાં લોકોએ જ મહાઅભિયાન આદરવું જોઇએ. નગર પંચાયતથી માંડીને સાંસદ સુધીના ફરજ અદા કરે તે માટે લોકોએ ફરજ પાડવી જોઇએ.
ગુજરાતમાં મોટા પદ પર ગોઠવાઇ ગયેલા નેતા-નેતીઓને ફરજ પાલન માટે મજબૂર કર્યા હોય તો ગુજરાત ક્રિમિનલ, દારુડિયું ભ્રષ્ટ બન્યું ન હોત નેતાઓ આપણને મતદાન કરવાનું યાદ કરાવે છે, લોકોએ પણ નેતાઓને યાદ કરાવવું જરૂરી છે. ગુજરાતમાં હજુ મોડું થયું નથી.
(10:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
