News of Friday, 7th February 2025
આપણો દેશ પણ ધર્મશાળા નથી
અમેરિકાથી હાંકી કઢાયેલા પ્રત્યે લાગણી મુરખામી ગણાયઃ ભારતે પણ ઘુસણખોરોને...
‘‘ અમારા હાથ - પગ બાંધી દેવાયા હતા. વોશરૂમ પણ જવા દેવાયા ન હતા.'' અમેરિકાથી પાછા ફરેલા ભારતીયોએ મીડિયા સામે આવી ફરિયાદો કરી હતી. કોઇપણ દેશમાં ગેરકાયદે ઘુસી જવું એ પરાક્રમ કે ગોૈરવ નથી જ. આવા ગુન્હાખોરોના અમેરિકા સન્માન કરે? પરત ફરવા દીધા એ પણ અમેરિકાનો ઉપકાર ન ગણાય? વાસ્તવમાં ઘુસણખોરો પર ઉપકાર જ થયો છે. ગેરકાયદે ઘુસવાથી માન- સન્માન ન જ મળે એ સામાન્ય માણસને પણ સમજાય તેવી બાબત છે. આવા લોકો પ્રત્યે લાગણી રાખવી મુરખામી ગણાય.
ગુજરાત કોંગ્રેસે તો એક કદમ આગળ મૂકયું છે ઘુસણખોરો પ્રત્યે લાગણી રાખીને કહયું કે, ભારતીયોને અમેરિકાએ કાઢી મુક્યા એ મોદી સરકારની વિદેશ નીતિની નિષ્ફળતા છે! ગુજરાત ભાજપી નેતા નીતિન પટેલે પણ કહયું કે, ઘુસણખોરો ગુન્હેગાર નથી, કમાવા માટે ગયા હતા!
ભારતની રાજનીતિ વિચિત્ર છે. સાચા મુદ્ાનો વિરોધ કરે છે અને ખોટા મુદ્ાની તરફેણ કરે છે કોઇ પણ દેશમાં લાખો રૂપિયા ખર્ચીને જીવના જોખમે ગેરકાયદે ઘુસનારાની માનસિકતા જ વિચિત્ર ગણાય. આવા વિચિત્ર તત્વો પરેશાન થઇ ને, અપમાનિત થઇને સ્વદેશ હાંકી કઢાય તેની તરફેણ કરવી પણ મહાવિચિત્રતા ગણાય.
ભારતે ટ્રમ્પની આ નીતિનો વિરોધ કરવાને બદલે પ્રેરણા લેવી જોઇએ. ઘુસણખોરો પ્રત્યે ભારતમાં આક્રમક નીતિ નથી તેથી દેશની દશા ધર્મશાળા જેવી બની ગઇ છે. બાંગ્લાદેશી ઘુસણખોરો દેશ માટે જોખમી બની ગયા છે. ગુન્હાખોરી આચરવાથી માંડીને રાજનીતિમાં તીવ્ર અસર આવા ઘુસણખોરો કરે છે.
ચૂંટણી આવે ત્યારે બાંગ્લાદેશી કે અન્ય ઘુસણખોરોના મુદા વિવાદ પકડે છે, પરંતુ મતદાન થઇ ગયા બાદ આ મુદા ફરી જાય છે. આ ઘુસણખોરોનો વ્યાપ બેફામ વધતો જાય છે. બાંગ્લાદેશી ઘુસણખોરો ગુજરાતમાં પણ ઘુસી ગયા છે. તાજેતરમાં રાજકોટ પાસેના સરપદડમાંથી ઘુસણખોરો ઝડપાયા હતા.
આવા તત્વોને ગોઠવી દેવાનું મહતંત્ર ચાલતું હોય તેમ પણ લાગે છે. આ અંગે આપણે જરા પણ ગંભીર દેખાતા નથી. ઘુસણખોરોના નકલી આધારકાર્ડ પણ બનવા લાગ્યા છે. આપણે ટ્રમ્પનો વિરોધ કરવો જોઇએ કે, પ્રેરણા લેવી જોઇએ
ભુતકાળમાં પાકિસ્તાનની ઘુસણખોરો દેશમાં શ્રેણીબધ્ધ વિસ્ફોટો કરીને દેશને હચમચાવી દેતા હતા. હવે બાંગ્લાદેશી ઘુસણખોરો ખાનાખરાબી સર્જતાની રાહ જોવામાં આવે છે.?
અમેરિકાથી હાંકી કઢાયેલા ઘુસણખોરો પ્રત્યે લાગણીવેળા બંધ કરીને ભારતમાં ઘુસી ગયેલા તત્વોને હાંકી કાઢવા તાકાતનો ઉપયોગ કરવો જરૂરી છે. ભારત પરત આવેલા અમેરિકાના ઘુસણખોરો કહે છે કે, અમે એજન્ટોને લાખો રૂા. આપ્યા હતા. એજન્ટો તો ગુન્હેગાર છે જ, પણ રૂપિયા આપીને અન્ય દેશમાં ગેરકાયદે ઘુસવું એ ગુન્હો નથી? ભારત પગલા નથી લેતું એ પણ અમેરિકાથી પરત આવેલા પર ઉપકાર ગણાય.
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
