<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th February 2025

આપ ધ્‍વસ્‍ત, મમતા ધ્રુજ્‌યા

ભારતીય રાજનીતિનું કેજરીવાલ પ્રકરણ લગભગ સમાપ્તઃ રેલો હવે પ.બંગાળમાં....

 

 વડાપ્રધાન બનવાની રણનીતિ ધરાવતા કેજરીવાલ ખુદ દિલ્‍હીમાં ધારાસભાની ચૂંટણી હારી ગયા છે. દિલ્‍હીમાં ભાજપને પ્રચંડ બહુમતી સાથે જીત મળી છે. આપનો કિલ્લો ધ્‍વસ્‍ત થઇ ગયો છે. આヘર્ય એ છે કે, પરિણામના ત્રીજા મુદ્‌્‌ો નથી બનાવ્‍યો. આપના મોટાગજાના ગણાતા નેતાઓ, વ્‍યકિતગત પણ જીતી શકયા નથી.

દિલ્‍હી આપનો ગઢ હતો, ગઢમાં તેને પરાજિત કરવી શકય લાગતું ન હતું. ભાજપે સામા પૂરે તરીકે આ કાર્ય શકય બનાવીને રાજકીય તાકાતનો પરચો દેખાડી દીધો છે.

કેજરીવાલ બ્રાન્‍ડ સામાન્‍ય ન હતી. દેશ-વિદેશમાં તેમણે આગવી ઓળખ સર્જી હતી. જો કે લોકપ્રિયતાના કારણે આ ટોળકી હવામાં આવી ગઇ હતી. પોતાને અજેય અને સૌથી વધારે સ્‍માર્ટ માનવા લાગી હતી. લોકોને વચન આપવામાં કરકસર કરે નહિ અને કામ કરે નહિ... આ નીતિ ટોળકીને ભારે પડી. દિલ્‍હી પર મોદિત્‍વનું રાજકીય આક્રમણ નક્કર રણનીતિ સાથે થયું અને કેજરીવાલે ભાગવું પણ ભારે થઇ ગયું.

જો કે એક માહિતી પ્રમાણે કોંગ્રેસ-આપ સાથે મળીને લડયા હોત તો આપને ૩૬ બેઠકો મળી હોત. ઇન્‍ડિયા મોરચામાં આંતરિક બઘડાટી પણ ભાજપ માટે આશીર્વાદરૂપ બની છે, ઇન્‍ડિયા મોરચામાં કોંગ્રેસ મોભી પક્ષ છે, પણ તેની કંઇ વેલ્‍યુ રહેતી નથી. દિલ્‍હીમાં કોંગ્રેસ વગર આપની સત્તા જતા અન્‍ય સાથી પક્ષો ખાસ કરીને પヘમિ બંગાળની મમતા સરકાર ધ્રુજી ગઇ છે.

પ.બંગાળમાં ભાજપે પોતાની તાકાત સર્જી છે. જો કે મમતા સામે તેમનું વિશેષ કંઇ ઉપજતું નથી, પરંતુ ભાજપ મજબૂત વિપક્ષ બનીને ઉભર્યો છે. મહા રાજકીય આક્રમણ કરવાની વેતરણમાં છે. મમતા બેનરજીનો પક્ષ તૃણમૂલ કોંગ્રેસ ઇન્‍ડિયા મોરચાનો હિસ્‍સો છે. મમતાને કોંગ્રેસ સાથે જામતું નથી. મોરચાનું નેતૃત્‍વ પણ કોંગ્રેસ પાસેથી આંચકી લેવા મમતાએ તૈયારી કરી હતી.

આ પ્રકારની વૃત્તિ કેજરીવાલની કોંગ્રેસ સામે હતી. દિલ્‍હીની ચૂંટણીમાં કોંગ્રેસે ઇન્‍ડિયા મોરચાની ચિંતા કર્યા વગર પોતાની તાકાતથી ચૂંટણી લડીને કેજરીવાલને મરણતોલ નુકશાન કરતા મમતા માટે ચેતવાનો સમય આવી ગયો છે. કોંગ્રેસ પોતે ભલે જીતવા સક્ષમ નથી, પણ કોંગ્રેસ ધારે તો સાથી પક્ષને પરાજિત કરી શકે છે.

પ. બંગાળમાં ભાજપ સક્ષમ બની રહ્યો છે. કોંગ્રેસ મમતા સામે ક્રોધે ભરાયેલી છે. મમતા સરકાર પર જોખમ મંડાઇ ગયું છે. આવી જ હલચલ પંજાબમાં પણ જોવા મળે છે. આમ આદમી પાર્ટી પાસે માત્ર પંજાબમાં સત્તા રહી છે. મુખ્‍યમંત્રી ભાગવત માન કેજરીવાલથી નારાજ છે. કેજરીવાલ સતત દખલ કરતા રહે છે. અહીં માન ખુદ બળવો કરીને આપ સાથે છેડો ફાડીને કોંગ્રેસ સાથે મળીને નવી સરકાર રચે તેવા સમીકરણો ગોઠવાઇ રહ્યા છે.

ભારતની રાજનીતિમાંથી કેજરીવાલ નામનું પ્રકરણ લગભગ ખતમ થવાની તૈયારીમાં છે. પંજાબ સરી રહ્યું છે. દિલ્‍હીમાં વિપક્ષમાં રહીને પક્ષ સાચવવો અઘરો છે. (પ-ર)

(10:07 AM IST)