તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th February 2025
પેટર્ન ગુજરાતની અને દિલ્હીની...
ગુજરાતમાં વિચારધારા અને જ્ઞાતિવાાદથી સત્તાઃ દિલ્હીમાં મફતના લાભ માટે મત મળ્યા
ભાજપ રાષ્ટ્રનો સૌથી મજબૂત પક્ષ બની ગયો છે. ર૧ રાજયોમાં સત્તા પ્રાપ્ત છે. મતદારો મન મૂકીને ભાજપ પર વરસી રહ્યા છે. જો કે દરેક રાજયમાં મત પેટર્ન અલગ-અલગ હોય છે. દિલ્હીમાં કેજરીવાલે મફતના ગતકડાં ચલાવ્યા તેથી મતો મળ્યા. ભાજપે મફતનું ગતકડુ કેજરીવાલ કરતા મોટું જાહેર કર્યુ તો લોકો કેજરીવાલને પડતા મૂકીને ભાજપ પર વરસ્યા.
આ વાત તમામ મતદારોની નથી. મોટાભાગના મતદારોની છે.
દિલ્હીમાં ભાજપને જે મતો મળ્યા છે, તેમાંથી મોટાભાગના મતો લોકોએ મફત અને સસ્તાની લાલચથી આપ્યા છે. રાજયવાર લોકોની મતદારોની માનસિકતાની તુલના કરવામાં આવે તો રસપ્રદ તારણો નીકળે.
ગુજરાતમાં ત્રણ દાયકાથી ભાજપનું શાસન છે, અહીં મતદારોની માનસિકતા શું છે ? હાલ સર્વે કરો તો નિર્ણાયક મતદારો ભાજપથી નારાજ હશે. જો કે નારાજગી છતાં મોટાભાગના ભાજપને જ મત આપે છે. કારણ ? મુખ્ય ત્રણ કારણો દેખાઇ રહ્યા છે. ગુજરાતમાં ભાજપને મત મળે છે તેમાં ભાજપની વિચારધારા તથા મોદિત્વ પ્રત્યે લાગણી અને ત્રીજુ કારણ જ્ઞાતિવાદ છે.
મોદીયુગ શરૂ થયા બાદ ગુજરાતમાં ભાજપ અતિશય મજબૂત થઇ ગયો. મોદીજીએ ગુજરાતમાં આક્રમક નીતિ અપનાવીને કોમી શાંતિ કરીને લઘુમતીઓ પર ધાક જમાવી હતી તેનાથી લોકો આજે પણ મોદીજીના નામે મત આપે છે
જો કે મોદીજી દિલ્હી ગયા બાદ ગુજરાતને સાવ ડલ અને દમ વગરની નેતાગીરીના ચરણે મૂકી દેવાયુ. પાવર અને શરમ વગરની નેતાગીરી છે, સામાન્ય લોકો ત્રાહીમામ છે, છતાં ગુજરાતમાં ભાજપ મજબૂત છે.
ગુજરાતની વર્તમાન નેતાગીરીને વિચારધારા સાથે કંઇ જ લેવા દેવા ન હોય તેમ વર્તે છે. આ નેતાઓ જ્ઞાતિવાદને પોષી રહયા છે. તાજેતરમાં જ એક સમાજના લોકો પર રાજયદ્રોહ જેવા કેસ પાછા ખેંચીને એ જ્ઞાતિને ખુશ રાખવાનો ખેલ નાખ્યો હતો.
દિલ્હીમાં ભાજપ સરકાર મફતમા ં- રોકડમાં લોકોને ઘણું જ આપશે. ત્યાંના લોકોને આ ન મળે તો ચૂંટણીમાં સરકારને ફગાવી દે છે. ગુજરાતના મતદારો મફતને બદલે વિચારધારા અને લાગણીને પ્રાધાન્ય આપે છે. આ પ્રકારના મતદારો દેશ માટે અને પક્ષ માટે સારા ગણાય, પણ ભાજપ આવા મતદારોની લાગણીની કદર કરે છે? ના. ગુજરાતના લોકોની લાગણીની કદર કરવાને બદલે મફતમાં મોતના ઇનામો આપે છે.
રાજયમાં લઘુમતીઓના અસામાજિક તત્વોનો ત્રાસ બેફામ બન્યો છે. પોલીસ પર પણ હુમલા થવા લાગ્યા છે. એક પણ ભાજપીનું લોહી ઉકળતું નથી. પોલીસ પણ ત્રાસથી ભાગી જતી હોય તો સામાન્ય માણસનું શું થતું હશે?
યોગીજી આક્રમક બનીને ભલભલાની ખો ભૂલાવી દે છે, કારણ કે તે આવું કરે તનેવા દૃષ્ટિકોણથી યુપીના લોકોએ મત આપ્યા છે. દરેક સરકારો લોકોએ જે ઉદ્ેશથી મત આપ્યા છે તે ઉદ્ેશ પૂરા કરે છે. ગુજરાતમાં વિચારધારાના મત લઇને શાસકો અને તેનો પક્ષ વિધર્મી સામે મુજરા કરતા રહે છે. ગુજરાતના લોકોની લાગણીના નામે મૂરખ બનવાનું ન હોય એ યાદ રાખવું પડશે.
(9:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
