<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th February 2025

દુશ્‍મન સાથે મેચ એટલે મુજરા

ક્રિકેટમાં હાર-જીત મહત્‍વની નથીઃ અન્‍ય ક્ષેત્રોમાં પાકિસ્‍તાનનો બહિષ્‍કાર, ક્રિકેટમાં મુજરાઃ વિચિત્ર નીતિ

 રાહુલ ગાંધીથી માંડીને કેજરીવાલ બધાં ટાઢા પઢી ગયા છે. દિલ્‍હીના પરિણામો બાદ મમતા બેનરજી અને નીતિશકુમાર ટેન્‍શનમાં આવી ગયા છે. હવે પ.બંગાળ અને બિહારમાં ચૂંટણી આવી રહી છે. ભાજપના વિરોધી રાજકીય પક્ષોનો પાર નથી, પરંતુ ભાજપનો તોડ મળતો નથી.

મોટાભાગનાં રાજકીય પક્ષો એવા મુદ્‌્‌ા ઉઠાવે છે કે, જેનાથી પ્રત્‍યક્ષ અથવા પરોક્ષરૂપે ભાજપને જ લાભ થાય છે. ભાજપનો રાજકીય શ્વાસ રૂંધાઇ જાય તેવા મુદ્‌્‌ા વિપક્ષો ઉઠાવતા જ નથી. રાહુલ ગાંધી અદાણી અને બંધારણના જાપ જપે છે, જેનાથી કંઇ જ રાજકીય લાભ થતો નથી.

ભાજપ પાસે હિન્‍દુત્‍વ અને રાષ્‍ટ્રવાદની સ્‍ટ્રોંગ વિચારધારા છે. આ વિચારધારાનો વિરોધ કરીને સત્તા મેળવવી સંભવ નથી. રાહુલ ગાંધી હિન્‍દુત્‍વને તોડવા દલિત-સવર્ણ વચ્‍ચે ભેદ સર્જી રહ્યા છે, પણ સફળતા મળતી નથી. ભાજપને ભીડવવાનો એક માર્ગ એવો છે, જે માર્ગે કોઇ વિપક્ષ ચાલતો નથી.

સ્‍ટ્રોંગ ગણાતી ભાજપની વિચારધારા પર ખુદ ભાજપ જ ચાલતો નથી, તેનો પર્દાફાસ વિપક્ષ કેમ કરતો નથી? ભાજપનું હિન્‍દુત્‍વ અને રાષ્‍ટ્રવાદ ખોખલા હોવાના અસંખ્‍ય મુદ્‌્‌ા સર્જાય છે, પરંતુ વિપક્ષ તેનાથી દુર જ રહે છે.

ગઇકાલે પાકિસ્‍તાન-ભારત વચ્‍ચે ક્રિકેટ મેચ ખેલાયો હતો. સર્વત્ર રોમાંચ ઉત્તેજના હતા. મેચમાં હાર-જીત અંગે તનાવ જેવો માહોલ થઇ ગયો હતો. મેચના પરિણામ કરતા મેચ ખુદ રાજકીય દૃષ્‍એિ સ્‍ટ્રોંગ મુદ્‌ો બને તેમ હતો. આ મુદ્‌ે ભાજપના રાજકીય શ્વાસ પણ રુંધાવી શકાયા હોત, પરંતુ વિપક્ષ સાવ મોૈન જ રહયો.

એક બાબત સ્‍વીકારવી જ પડે કે મોદીજી વડાપ્રધાન બન્‍યા બાદ પાકિસ્‍તાન પ્રત્‍યેની રણનીતિ અતિ સ્‍ટ્રોંગ અને નિર્ણાયક બની છે. પાકિસ્‍તાન સાથે વ્‍યવસાયથી માંડીને અન્‍ય સંબંધો તોડી નાખ્‍યા છે. મંત્રણા પણ બંધ કરી દેવાઇ છે.

ઇંટનો ઘા પથ્‍થરથી અપાઇ રહયો છે. સર્જિકલ સ્‍ટ્રાઇક કરીને પાકિસ્‍તાનને ફફડાવી દીધું છે. વિશ્વમાં પણ પાકિસ્‍તાન અછૂત બને તેવી રણનીતિ આપણે  અપનાવી છે. આ તમામ કારણોથી પાકિસ્‍તાનની દશા બગડી ગઇ છે.

મુખ્‍ય મુદ્‌ો એ છે કે, પાકિસ્‍તાન  અછૂત અને દુશ્‍મન હોય તો તેની સાથે ક્રિકેટના સંબંધો શા માટે ચાલુ રહયા છે? ભુતકાળમાં ભાજપ-શિવસેના વગેરે વિપક્ષમાં હતા ત્‍યારે પાકિસ્‍તાન સાથે ક્રિકેટ રમવાનો તીવ્ર વિરોધ થયો હતો. ભાજપનો રાષ્‍ટ્રવાદ સૂકાઇ ગયો છે? સર્જિકલ સ્‍ટ્રાઇક કરનારી સરકાર ક્રિકેટ મુદ્‌ે શા માટે મુજરા કરવા લાગે છે?

વિપક્ષ માટે આ સ્‍ટ્રોંગ મુદ્‌ો ગણાય. દેશભરમાં નિર્ણાયક વિરોધ કરીને ભાજપને ભીંસમાં મૂકી શકાયો હોત. વિપક્ષનું મોૈન રહસ્‍યમય નથી? તેમને પણ ભાગ મળી જતો હશે?

ગઇકાલે ધારણા પ્રમાણે જ ભારતે પાકિસ્‍તાનને પૂરેપુરું કચડી નાખ્‍યું. ભારતે વિજયોત્‍સવ ઉજવ્‍યો. પાકિસ્‍તાન પાસે આબરું રહી જ નથી તેથી જતી નથી. જો કે પરાજિત થઇ ને પણ પાકિસ્‍તાન અંદર હસતું હશે. ભારત દુશ્‍મન સાથે ક્રિકેટનો સંબંધ રાખવા લાચાર રહે એ પાકિસ્‍તાનનો વિજય જ ગણાય. (પ-ર)

(10:11 AM IST)