<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th February 2025

નેતાની ખુશામતી ભારે પડી...

સજ્‍જન કુમારનું પ્રકરણ રાજનીતિ ના ખુશમતિયાઓ માટે ચેતવણી રૂપઃ જિંદગી બરબાદ

 

 

  ખુશામત રાજનીતિમાં સફળ થવાની એક ટ્રીક છે. જેની પાસે અન્‍ય કોઇ લાયકાત ન હોય તેવા નેતા ઓ માટે રાજનીતિમાં ખુશામત એક જ માર્ગ રહે છે. ગુજરાતમાં હાલ ખુશામતિઓનું જ સામ્રાજય  છે. લોકો અને કાર્યકરો   સામે  વટ દાખવનારા નેતા-નેતીઓ ઉપર ખુશામત કરીને પોતાની દુકાન ચલાવતા હોય છે. રાજનીતિના ખુશામત ખોરો માટે ચેતવણી રૂપ ઘટના બની છે.

એક સમયના કોંગ્રેસના દિગ્‍ગજ નેતા સજ્‌જન કુમારને શીખ વિરોધી રમખાણોમાં હત્‍યા કરવા બદલ આજીવન કેદની સજા થઇ છે. સજ્‌જન કુમારને થયેલી  સજા અંગે કોંગ્રેસના નિવેદનના આવ્‍યા, પણ સજ્‌નન કુમાર તરફી કોઇ ખાસ ઝુંબેશ ચાલી નથી.

સજ્‌જનકુમારની રાજનીતિ જાણવા જેવી છે. તેઓ મૂળ રાજકારણી ન હતા.  દિલ્‍હીમાં ચા અને બેકરીનો વ્‍યવસાય હતો. તેઓ ખૂબ જ સામાન્‍ય પ્રકારના વ્‍યાપારી હતા. ઇન્‍દિરા ગાંધીના દીકરા સંજય ગાંધી (રાજીવ ગાંધી)ના નાનાભાઇ એ સમયે ફૂલ પાવરમાં હતા.  એક વખત સંજય ગાંધી સજ્‌નન કુમારની ચા પીવા રોકાયા મોંઘેરા ગ્રાહકને સજ્‌જન કુમારે ખુદે ચા પીરસી આંખની ઓળખાણ થઇ સજ્‌જન કુમારને રાજનીતિનો ‘ ર ' આવડતો ન હતો વિશેષ કોઇ લાયકાત ન હતી. સંજય ગાંધીની ખુશામત કરતા રહયા. ખુશામત ખોરીનું પરિણામ એ આવ્‍યું કે, દિલ્‍હી કોર્પોરેશનની ચૂંટણીની ટિકિટ મળી. કોંગ્રેસના નામે જીતી ગયા.

 સજ્‌જન કુમારે બમણા ઉત્‍સાહથી ખુશામત ખોરી વધારી દીધી ખુશામત ખુશમત કરતા  રહયા ખુશામત ખોરીનું  પરિણામ એ આવ્‍યું કે, દિલ્‍હી કોર્પોરેશન ની ચૂંટણી ની ટિકિટ મળી. કોંગ્રેસના નામે જીતી ગયા  મા કોંગ્રેસ લોકસભાની ટિકિટ આપી દીધી. સજ્‌જન  કુમાર સાંસદ બની  ગયા.

સજ્‌જન કુમારે બમણા ઉત્‍સાહથી ખુશામત ખોરી વધારી દીધી. ખુશામતથી ખુશ કોંગ્રેસ લોકસભાની ટિકિટ આપી દીધી. સજ્‌જન કુમાર સાંસદ બની ગયા. આ અરસામાં સંજય ગાંધીનું મોત થઇ ચુકયું હતું. સજ્‌જનભાઇએ ખુશામતનો ટ્રેક બદલ્‍યો ઇન્‍દિરા ગાંધીની નિરંતર વાહ-વાહી કરતા રહયા.

જો કે અચાનક ઇન્‍દિરા ગાંધીની હત્‍યા થતા સજ્‌જન કુમાર ગોટે ચઢી ગયા. કોંગ્રેસમાં ખુબ મોટા પદની તેમને ઇચ્‍છા હતી. ઇન્‍દિરાજીની હત્‍યા બાદ રાજીવ ગાંધીને પ્રિય થવા માટે સજ્‌જન કુમારે ખુશામતના ભાગરૂપે શીખ વિરોધી રમખાણોમાં ખુલ્લેઆમ જોડાયા . સરાજાહેર હત્‍યાઓ કરીને પોતે સોૈથી વધારે વફાદાર હોવાનું સાબિત કરતા રહયા. એ મસયે કોંગ્રેસ અતિ પાવરફુલ પક્ષ હતો. ગુન્‍હા કરવાનો કોઇ ડર સજ્‌જનને ન હતો.

રાજનીતિમાં કોંગ્રેસનો પ્રભાવ રહયો ત્‍યાં સુધી સજ્‌જન કુમાર છટકતા રહયા. જો કે માથા પર હત્‍યારા હોવાની તલવાર સતત લટકતી રહી- શાંતિથી જીવી શકયા નહી. કોંગ્રેસનો પ્રભાવ પુરો થયો  અને સજ્‌જન કુમારના ગળે ગાળિયો વધારે  કસાયો  નેહરુ ખાનદાન અને કોંગ્રેસ પ્રત્‍યે ખુશામત દ્વારા વફાદારી સાબિત કરવા હત્‍યારા બની ગયેલા સજ્‌જનને પાકટવયે આ જીવન કેદ થઇ. કોંગ્રેસ માત્ર નિવેદન આપી ને પ્રકરણ પુરુ કરી દીધું

ગુજરાતમાં નાના-મોટા-લાંબા-ટુંકા દરેક સાઇઝના નેતાઓ- અધિકારીઓ  ઉપર બેઠેલા ની ખુશામતના ભાગરૂપે ન કરવાના ધંધા કરે છે. આ ટોળકી એ સજ્‌જન કુમાર માંથી શીખવા જેવું ઘણું છે.

(10:21 AM IST)