<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st March 2025

હિન્‍દુત્‍વઃ રાજનૈતિક એપ્રિલ ફૂલ...

તટસ્‍થ - સ્‍પષ્‍ટ સમીક્ષાઃ ગુજરાતની સ્‍થાનિક ચૂંટણીમાં ટોટલ મુસ્‍લિમ ઉમેદવારો ચૂંટાયા તેમાં ૨૮ ટકા ભાજપના છેઃ ઘણાં વિસ્‍તારોમાં કોંગ્રેસ કરતા ભાજપને લઘુમતી મતો વધારે મળ્‍યાઃ લવ જેહાદ સહિતના ગુન્‍હા વધ્‍યા છતાં ભાજપ મોૈન છે, કારણ રાજકીય સેટિંગઃ ભગવા હેઠળ ભયાનક કલર

 ‘‘ હું ઉપલેટાનો દાદો છું, ભાગો નહી તો..'' ઉપલેટામાં સરાજાહેર જીવલેણ છરા લઇને શાહરુખ સંધી અબુમિયાણા નીકળી પડયો હતો. ખુલ્લેઆમ ગુંડાગીરીથી લોકો ફફડી ગયા ત્રાહીમામ બનેલા હિન્‍દુ સમાજે ગુંડાતત્‍વોના સરઘસ કાઢવા માંગ કરી. હિન્‍દુત્‍વના મત લઇને સત્તાની મોજ માણી રહેલ એક પણ ભાજપીએ આ ગુંડાઓ સામે નિવેદન ન કર્યુ.

ઉપલેટામાં ગઇકાલે આ ઘટના બની હતી, જો કે અસામાજિક તત્‍વોના ભયાનક ત્રાસ ગામે-ગામ ફેલાઇ ગયા છે. ભગવા ગુજરાતમાં આヘર્ય છે કે, નિર્દોષ હિન્‍દુ સમુદાય ફફડે છે. લવજેહાદથી માંડીને ક્રુર ગુન્‍હાખોરી બેફામ વધી ગઇ છે. આ મુદ્દે સંઘ કે ભાજપ સંપૂર્ણ મોૈન છે. ગુજરાત ખતરામાં આવી ગયું છે, છતાં પરિણામલક્ષી ઓપરેશનો કેમ થતા નથી?

આ પ્રશ્નનો જવાબ છે, હિન્‍દુત્‍વના નામે ગુજરાતીઓને એપ્રિલ ફૂલ બનાવાયા હતા. ચૂંટણીના રાજકીય તારણો કાઢો તો ગુજરાતમાં ભાજપને હિન્‍દુ મતોની ગરજ  રહી નથી. તાજેતરમાં સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણી યોજાઇ હતી તેના સત્તાવાર આંક તાજેતરમાં જાહેર થયા છે.

આ આંકમાં ભાજપ-સંઘના મોૈનનું રહસ્‍ય છુપાયેલુ છે તટસ્‍થ અને સ્‍પષ્‍ટ સમીક્ષા જાણવા જેવી છે. આ વખતે સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણીમાં લઘુમતી સમાજના ગયા વખત કરતા બમણા ઉમેદવારો ચૂંટાયા છે. ભાજપ ભગવો ચહેરો ધરાવે છે, પણ ટોટલ મુસ્‍લિમ ઉમેદવારો ચૂંટાયા તેમાં ૨૮ ટકા ઉમેદવારો  ભાજપની ટિકિટ પર વિજયી બન્‍યા છે.

ગુજરાતના ઘણાં વિસ્‍તારો એવા છે કે, કોંગ્રેસ કરતા ભાજપને લઘુમતીના મતો મળ્‍યા છે. ભાજપ મીડિયા સેલના સંયોજક યજ્ઞેશ દવે ગોૈરવભેર કહે છે કે, ‘‘ લઘુમતી વસ્‍તી હવે સંપૂર્ણપણે ભાજપ સાથે છે! ''

ભાજપ લઘુમતીસેલના પ્રમુખ મોહસીનભાઇ એક ડગલું આગળ વધીને કહે છે કે, સરકાર અને ભાજપ વિવિધ યોજનાઓનો લાભ મુસ્‍લિમોને પૂરા દિલથી આપે છે, મુસ્‍લિમો પણ દિલથી ભાજપ સાથે છે.

આ બધું તટસ્‍થ રહીને લખ્‍યું છે. તથ્‍ય જ આપ્‍યું છે. લવ જેહાદથી માંડીને રાક્ષસી ગુન્‍હા ગામે-ગામ વધ્‍યા છે. ગૃહ પ્રધાન એકાદ પ્રકરણમાં સક્રિય રહીને વાહ-વાહ મેળવે છે, પણ ગુજરાતમાં ધાક જામે તોવા કોઇ પરિણામલક્ષી અભિયાનો છેડાતા નથી. વોટબેંક તૂટવાની બીક તો હોય ને?

હિન્‍દુ સમાજે જે પોણા ત્રણ દાયકા સુધી ભાજપને તાકતવર સત્તા આપી, છતાં ભાજપે મૂળ વોટબેંકની સમૃધ્‍ધિ, સુખાકારી વધારવાને બદલે પોતાના મતદારોને રાક્ષસી તાંડવ વચ્‍ચે છોડી દઇને રાજકીય મજબૂતી મેળવ્‍યાનું ગોૈરવ લે છે.

સર્વધર્મ સમભાવ શ્રેષ્‍ઠ માર્ગ છે, પણ આ માર્ગ વન-વે નથી એકબાજુ કટ્ટરતા અને બીજી બાજુ નરમ આવો સમભાવ બહુમતી સમાજને મૂરખ બનાવવા જેવો છે. ગુજરાતમાં હિન્‍દુઓ એપ્રિલફૂલ બન્‍યા, તેવું કોઇ બન્‍યું નહી હોય. ભાજપને ખબર છે કે, હિન્‍દુઓ જશે કયા? માર ખાઇને પણ મત તો ભાજપને  આપશે!

ઉપલેટામાં દાદો જાગ્‍યો તેમ ગામે-ગામ દાદાઓ અને ગુજરાતમાં પણ નવા લતીફો જાગી શકે છે.

(10:28 AM IST)