News of Monday, 3rd March 2025
બ્રાન્ડ યોગીજી સિધ્ધિનો ઝળહળાટ
નિશ્ચિત, નકકર અને પરિણામ લક્ષી સરકારઃ ગુજરાતના નેતઓએ વાતોના વડા કરવાને બદલે યોગીજી પાસે ટ્યુશન રાખવું જોઇએ
મહાકાય રાજય, જાતિવાદની ભયાવહ રાજનીતિ, ગરીબ અને માનસિક ગંદકી ધરાવતા ઉત્તર પ્રદેશમાં યોગીજી નામના ધોડાપૂર વહયા, જેમાં ગંદકી અને ગંદકી કરનારા તણાઇ ગયા તાજેતરના મહાકુંભમાં પોણા ભારતની વસ્તી ઉમટી હતી, બ્રાન્ડ યોગી અને ટીમ યોગીએ કમાલ કરીને વિક્રમોની હારમાળા સર્જી દીધી. ગઇકાલના સમાચાર પ્રમાણે રમઝાન માસ નિમિતે લાઉડ સ્પીકરની છૂટ આપવા લઘુમતી સમાજના ધર્મગુરૂઓ યોગી સરકારન ેઆજીજી કરે છે.
યોગી આદિત્યનાથજીના તેજોતર્રાર શાસને માગ યુપીમાં જ નહી, સમસ્ત ભારતમાં આગવી ઓળખ પ્રસ્થાપિત કરી દીધી છે. દેશભરમાં યોગીજીના નામે ભાજપને મત મળી શકે છે. તુલના કરવાનો ઉદ્ેશ નથી, પણ પ્રશ્ન થાય છે કે, ગુજરાત સરકારમાં ગોઠવાયેલા નેતા-નેતીઓ ખુદના નામે ખુદના જ મત વિસ્તારમાં મત મેળવવા સક્ષમ છે? ના. મોદિત્વ-હિન્દુત્વનાનામે જ તરવું પડે છે. બીજી બાજુ માહોલ એવો છે કે, મોદિત્વ અને હિન્દુત્વને યોગીત્વની જરૂર છે.
આ નેતાની તાકાતન કહેવાય યોગીજીએ બ્રાન્ડિંગ કરીને કે પે-ન્યુઝ પ્રકાશિત કરાવીને વ્યકિતત્વ નથી સજર્યુ, તાકાતથી શેહશરમ વગર કામ કરી દેખાડીને તેઓ વિરાટ બન્યા છે. સામા પૂરે તરીને સિધ્ધિ મેળવી છે. ગુજરાતનું નેતું ગુન્હા ખોરથી ધ્રુજે છે, યોગીજીને ગુન્હાખોરોને ધ્રુજાવી દીધા છે. ઘણા તો યુપીથી ભાગીને ગુજરાતમાં મોજ કરે છે. ગુજરાતના નેતાઓને સત્તા ગિફટમાં મળી છે. મળ્યાબાદ પણ ખુરશીને લાયક બની નથી શકયા યોગીજીએ તાાકાતથી મેળવી છે અને મળ્યા પછી તાકા વિસ્તારી છે.
દિલ્હીથી ઇશારો થાફ એટલે ગુજરાતનું નેતું ખુરશી છોડીને ઘેર ચાલ્યું જાય, યોગીજી વડાપ્રધાનપદના સ્થાન માટે પોતાની લાયકાત દેશ સમક્ષ પ્રદશિત કરી રહયા છે. ગંદુ યુપી શુધ્ધ થાય છે અને શુધ્ધ ગુજરાતમાં ગંદકી વધતી જાય છે...
પરિણામલક્ષી નેતાગીરી એટલે બ્રાન્ડ યોગીજી. તેઓ દેશના ભાવિ નેતા તરીકે ઉભરી ચુકયા છે. ભારતની નેતાગીરી મહાપડકાર છે. વિવિધ તાકાતોની નજર ખુરશી પર હોય છે ભાજપમાં પણ આંતરિક સ્પર્ધાનો પાર નથી હજુ મોદીજી પાવરફૂલ છે અને પાવરફૂલ જ રહે તેવી પ્રાર્થના પણ છે. મોદીજી બાદ કોણ? આ પ્રશ્નની ચર્ચા અસ્થાને ન જ ગણાય. દેશ પાસે અને પક્ષ પાસે વિકલ્પ હોવો જ જોઇએ.
મોદીજી અને અમિતભાઇની જોડીએ દેશની રાજનીતિના સમીકરણો ઉથલપાથલ કરીને પોતાની તાકાત અને પ્રભાવ પાથર્યો છે. આヘર્ય એ છે કે, આ બંને નેતાઓ દિલ્હી ગયા બાદ ગુજરાતને ડલ નેતાગીરી આપીને દશા બગાડી છે. સવા દાયકા બાદ પણ ગુજરાતની ચિંતા હોય તેમ લાગતું નથી. આવી વિચિત્ર નીતિથી ગુજરાતનો મુખ્ય મતદારવર્ગ નારાજ દેખાય છે.
આ કારણે રાષ્ટ્રીય રાજનીતિમાં ભવિષ્યમાં ગુજરાતના નેતાનો દાવો ઢીલો પડી શકે છે. ભવિષ્યમાં ગુજરાતને મોટુ નુકસાન સંભળ છે. હાલ મોદીજી ગુજરાતના પ્રવાસે છે. રાજયની વાસ્તવિક દશાથી તેઓ અજાણ ન જ હોઇ શકે. આપણે અપેક્ષા રાખીએ કે ગુજરાતને બરબાદ થતું અટકાવવા અને તે જોતશેર નેતા- અધિકારી આપવા તેઓ સક્રિય બનશે જ. મોદીજી, કમસેકમ ગુજરાત ભાજપને નેતઓ-નેતીઓની ટોળકીને યોગીજી પાસે ટ્યૂશન લેવા મોકલો- ખર્ચ ગુજરાતના લોકો આપી દેશે!
(10:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
