News of Wednesday, 5th March 2025
સાવધાન ગુજરાતઃ એલર્ટ રહેજો
રાજકીય દૃષ્ટિકોણ તડકે મૂકીને ગંભીર બનોઃ રામ મંદિર ફૂંકી મારવાના ષડયંત્રમાં ઝડપાયેલા અબ્દુલનું ગુજરાત કનેકશનઃ મોટુ જોખમ, સરકાર આરામમાં.....
ગુજરાતના ખૂણે-ખૂણે અતિ ક્રુર ગુન્હા લગભગ દરરોજ બનવા લાગ્યા છે. શાંત ગુજરાત હવે ગુન્હાખોરોના હાહાકાર વાળું બની ગયું છે. ભયજનક સ્થિતિ છતાં ગૃહ મંત્રાલય કે પોલીસ તંત્ર પાસે વિશેષ રણનિતિ કે ગંભીરતા દેખાતી નથી. વધી રહેલી ક્રુર ગુન્હાખોરી અંગે રિસર્ચ કરવામાં આવે તો એવું તારણ નીકળે કે ગુજરાતમાં પરપ્રાંતીય અને વિધર્મી ગુન્હાખોરી બેકાબૂ બની છે.
રાજકીય- આર્થિક સેટિંગ કે ગમે તે કારણ હોય, ગુજરાત સરકાર, ભાજપ કે સંઘ રાજયની બિહામણી સ્થિતિ સક્રિય કે ચિંતાતુર નથી. આ કારણે અસામાજિક તત્વો પ્રોત્સાહિત બને છે અને ગુજરાત ધ્રુજી જાય તેવા ગુન્હા કરવા પ્રેરાતા હશે. રાજયના ખૂણે-ખૂણે શંકાસ્પદ પ્રવૃત્તિઓ ધમધમે છે. ગુજરાત માટે આ સમય સાવધ- જાગૃત થવાનો છે.
અયોધ્યામાં હિન્દુત્વના ગોૈરવ સમાન નવનિર્મિત રામ મંદિરને ફૂંકી મારીને હાહાકાર સર્જવાનું ષડયંત્ર ઝડપાયું છે. અબ્દુલ રહેમાન નામના આતંકીની બોમ્બ સાથે ધરપકડ થઇ છે. અહેવાલો પ્રમાણે ષડયંત્રના પર્દાફાસમાં ગુજરાત તંત્રએ આપેલી માહિતી ઉપયોગી નીવડી છે.
બોમ્બે સાથે ઝડપાયેલા અબ્દુલનું બ્રેઇનવોસ કરવામાં આવ્યું હતું. ખતરનાક રાક્ષસી તાકાતો સક્રિય હોવાની આ સાબિતી છે. અહેવાલોને ઝીણવટથી જુઓ તો તારણ નીકળે છે કે, રામમંદિર ફૂંકી મારવાના સપના જોતો અબ્દુલ ગુજરાત સાથે ગાઢ સંબંધો ધરાવે છે. તેના પિતા અબુ બકર સુરતમાં રહેતા હતા. અબ્દુલને બાળપણથી マદયની બિમારી હતી. તેનું ઓપરેશન અમદાવાદમાં થયું હતું.
મહેનત-મજુરી કરીને ગુજરાન ચલાવતા લોકોનું બ્રેઇનવોશ કરીને તેને આતંકી બનવા પ્રેરતી ટોળકી પૂરી તાકાતથી સક્રિય છે. ભારતમાં નવેસરથી શરૂ થઇ રહેલી આતંક કથાના ગુજરાત કનેકશનો ખુલ્યા છે. આપણા માટે આ ઘટનાઓ ચેતવણીરૂપ છે. જો કે ગુજરાતની દશા જોતા લાગે છે કે, આતંકી ઘટનાથી રાજયની ધરા ધણધણશે રાજય સરકારની અને લોકોની ઊંઘ ઉડશે. ઊંઘ ઉડશે ત્યારે મોડું થઇ ગયાનું પણ ફીલ થશે.
ભાજપ પાસે હિન્દુત્વ છે, મોદીત્વ છે. આ મુદ્ે ગુજરાતમાં ધમધોકાર મતો મળે છે. રાજયમાં કોઇ નક્કર વિપક્ષી પડકાર નથી. આવી તાકાતવર સ્થિતિ છતાં આヘર્ય એ થાય છે કે ભાજપ ગુજરાતમાં ભાજપીઓ લઘુમતીઓના મત લેવા શા માટે મુજરા કરે છે? આખું ગુજરાત જોખમી બની જાય તેવા સેટિંગ શા માટે થાય છે? આ બહુમતી મતદારોના વિશ્વાસનો દ્રોહ નથી?
દુઃખદ આશ્ચર્ય એ પણ છે કે, વિધર્મી - પર પ્રાંતીય ગુન્હાખોરીની ઘટનાઓમાં ભાજપીઓની શંકાસ્પદ કુવૃત્તિ ઉજાગર થઇ ગઇ છે. આવી બાબતોમાં હવે સિક્રેટ જેવું પણ કંઇ રહયું નથી. ભાજપના પાપે નિર્દોષ લોકો લૂટાય છે, જીવ ગુમાવે છે છતાં લોકાક્રોશ કેમ ફાટતો નથી?ભાજપને સુશાસન માટે કરો અથવા વિસ્ફોટોમાં ફંૂકાઇ જવા તૈયાર રહો... ગુજરાતી પાસે બે જ વિકલ્પ છે.
(10:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
