News of Thursday, 6th March 2025
સંપ્રદાયના મંદિરોની દશા હોટલ જેવીઃ અન્યના અન્નક્ષેત્રો માટે જસ!
મનઘડંત પુસ્તકો વિવાદોની ગંત્રોતી, તેનો નાશ જરૂરીઃ ગુણાતીત સ્વામીએ પોતાના સંપ્રદાયને અન્નક્ષેત્રના આશીર્વાદ આપવાની જરૂર હતીઃ સમાધાન નહી, પરિણામ જરૂરી
એકવાર ભૂલ થઇ જાય અને માફી માંગવી યોગ્ય ગણાય, પણ એકની એક ભૂલ વારંવાર કરીને માફી માંગતા રહેવું એ શરમ ગણાય.ધર્મક્ષેત્રના અમુક સંપ્રદાયો શરમ પ્રૂફ થઇ ગયા છે. ભૂલ સુધારવાને બદલે દરરોજ ઉઠીને માફી માંગતા રહે છે. સંપ્રદાયની આબરુ જતી નથી તે અંગે રમૂજમાં બ્રહમજ્ઞાન આપી શકાય કે, આબરુની બેલેન્સ હોય તો જાયને!
પૂ. જલારામ બાપા તથા ગુજરાતના ગોૈરવ સમાજ વીરપુરના અન્નક્ષેત્ર અંગે મનફાવે તેવી કથા રજૂ કરીને વિવાદ સર્જનાર કહેવાતા સ્વામી માફા-માફી કરી રહયા છે. ભગવું વસ્ત્ર સનાતનની મુખ્ય ઓળખ છે. આ વસ્ત્રની પણ તેને લાજ નથી.
માફી માંગતા પહેલા આખા સંપ્રદાયે સમસ્ત સનાતન પરંપરાને વચન આપવું જોઇએ કે, હવે કયારેય કોઇની લાગણી દુભાય તેવી ખોટી કથા રજૂ નહિ કરવામાં આવે. આવું વચન આપવા સ્વામીનારાયણ સંપ્રદાના તમામ કટકા તૈયાર છે?
પોતાના સંપ્રદાયને બગડતો ટકાવવો જ તેમનો મોટો ધર્મ છે. આવું કરવાને બદલે અન્યની વિશેષતાનો જસ લેવા કહેવાતા સ્વામીઓ નીકળી પડયા છે. વીરપુરના અન્નક્ષેત્રનો જસ લેનાર સંપ્રદાય મંદિરોના નામે હોટલ-રેસ્ટોરન્ટ ખોલીને બેસી ગયા એ યોગ્ય છે? ગુણાતીત સ્વામીએ મંદિરોમાં હોટલો ખોલવાના આશીર્વાદ આપ્યા હતા? પ્રસાદની લાડુડી પણ કંદોઇની દૂકાનો કરતા મોંઘી મળે છે. આવા મંદિરો હોય?
ગુણાતીત સ્વામી અન્યને અન્નક્ષેત્રના આશીર્વાદ આપે અને પોતાના સંપ્રદાયને ધંધો કરીને ધર્મના નામે મોજ કરવાનું કહી ગયા છે? વાંરવાર વિવાદો છોડીને સનાતનની શાખાઓને નીચી દેખાડનારા સ્વામિનારાયણ સંપ્રદાયના બની બેઠેલા સંતો સામે સવાલો પૂછવા જ જોઇએ.
દબાણમાં આવીને કે અન્ય કોઇ સ્વાર્થ માટે સમાધાન કરી લેવાથી દેવી-દેવતાઓ અને દિવ્ય આત્માઓ રાજી નહી થાય.પ્રશ્નો નીવેડો આવવો જ જોઇએ
સ્વામિનારાયણ સંપ્રદાયે પૂ. જલારામબાપા પૂર્વે દેવી-દેવતાઓ અંગે મનઘડંત અને અપમાનજનક કથાઓ રજૂ કરીને વિવાદો સજર્યા છે. બધા માફી આપી દે છે, સમસ્યાનો નીવેડો કોણ લાવશે? દેવી-દેવતાઓથી માંડીને પૂ. જલારામ બાપા અંગેના વિવાદોની ગંગોત્રી સંપ્રદાયના પુસ્તકો છે.
સંપ્રદાયમાં પેદા થયેલા અમુક બબૂચકોએ પોતાના સંપ્રદાયનું મહત્વ વધારવા દેવ-દેવતાઓ અને સંતો અંગે મનઘડંત કથાઓ રચીને પુસ્તકો રૂપે પ્રકાશિત કરી દીધી છે. ખુદના મગજને તડકે મૂકીને સાધુ બની બેઠેલા જ્ઞાનપ્રકાશ જેવા તત્વો આવા પુસ્તકોના આધારે પ્રવચનોમાં બકવાસ કરે છે. વિવાદો ભડકે ત્યારે માફી માંગી લે છે.
યાદ રાખજો, સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા થતો બકવાસ કોઇ સમાજ, સંપ્રદાય, સંત કે દેવ-દેવતા સામેનો જ પ્રશ્ન નથી. સમસ્ત સનાતન સામે આ પડકાર છે. સનાતનમાંથી બ્રહમાસ્ત્ર છૂટવું જોઇએ સ્વામિનારાયણ સંપ્રાદયના બકવાસ પૂસ્તકો સ્વાહા થવા જોઇએ.
(10:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
